________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪
39 અર્થ - સુડતાલીશ દોષથી રહિત એવો આહાર ધર્મ-સંયમ યાત્રાના નિર્વાહ અર્થે લેવો તે એષણાસમિતિ કહેવાય. નીચેના દાંતથી તે સારી રીતે સમજી શકાય છે.
મુનિ ધનશર્માનું દષ્ટાંત અવંતીનગરીમાં ધનમિત્ર નામે વણિક રહે. ગુરુમહારાજના ઉપદેશથી તેને વૈરાગ્યે થયો. ને પોતાના પુત્ર ધનશર્મા સાથે તેણે દીક્ષા લીધી. સતત પ્રયત્ન ને સાવધાનીથી સંયમ-જ્ઞાન-ધ્યાનની આરાધના કરતાં તેઓ થોડા જ સમયમાં ધર્મશાસ્ત્રમાં કુશળ થયા. એકવાર કેટલાક સાધુઓ સાથે તેઓ એગલપુર જઈ રહ્યા હતા. મધ્યાહ્ન સમય થઈ ચૂક્યો હતો. ગ્રીષ્મકાળનો સૂર્ય જાણે આગ વરસાવી રહ્યો હતો. ધરતી પણ તપી ગઈ હતી. બાળસાધુ ધનશર્માને ઘણી તરસ લાવી. તાળવું સુકાવા લાગ્યું. પગ ઢીલા પડ્યા. તે ચાલવામાં પાછળ રહી ગયા. પિતા મહારાજ ધનમિત્ર તેની સાથે રહ્યા પણ બીજા ઉતાવળે-ઉતાવળે આગળ ચાલ્યા.
રસ્તામાં નિર્મળ જળની નદી આવતાં પિતા સાધુએ ધનશર્મા મુનિને કહ્યું, “વત્સ! મને લાગે છે કે તને અસહ્ય તરસ લાગી છે. પ્રાસુક પાણી તો આપણી પાસે નથી. યોગ, ક્ષેત્ર અને કાળ વિનાનું પાણી મુનિઓને કલ્પતું નથી. હવે માર્ગ એક જ છે કે તું આ નદીનું પાણી પી તારી તરસ દૂર કર. કારણ કે આપત્તિકાળમાં તો નિષિદ્ધ કાર્ય પણ કરવું પડે છે. કહ્યું પણ છે કે –
निषिद्धमप्याचरणीयमापदि, क्रिया सती नावति यत्र सर्वथा । धनाम्बुना राजपथेऽतिपिच्छले, क्वचिबुधैरप्यपथेन गम्यते ॥१॥
અર્થ - નિષેધ કરેલું કાર્ય આપત્કાલમાં કરી શકાય છે. સક્રિયા સર્વથા સર્વત્ર રક્ષણ કરતી નથી. જેમ વર્ષાના કારણે રાજમાર્ગ અતિ કાદવ-કીચડવાળો થઈ ગયો હોય ત્યારે સમજુ માણસો રાજમાર્ગ છોડી અન્ય માર્ગે-ગલી વગેરેમાં થઈ ગમન કરે છે. માટે હે વત્સ! આ પ્રાણાંત આપત્તિને કોઈપણ રીતે પાર કરી જા. પછી તેની શુદ્ધિ માટે આચાર્યદેવ પાસે આલોચના કરી લેજે, ઇત્યાદિ કહી ધનમિત્ર મુનિ નદી ઊતરી આગળ વધ્યા. એમણે વિચાર્યું કે મારી શરમથી આ નદીનું પાણી નહીં પીવે. કેમ કે લજ્જાવાળા માણસો પોતાના પડછાયાથી પણ શક્તિ રહે છે. માટે હું તેના દષ્ટિપથથી દૂર જતો રહું. એમ વિચારી તે દૂર ચાલ્યા. બાળમુનિ નદીના કાંઠે આવ્યા એટલે તે વિચારવા લાગ્યા કે “અનેષણીય અન્નપાન લેવાનું ભગવાને નિષેધ કર્યું છે. તે કેમ લેવાય? ગવેષણા, ગ્રહણષણા અને પરિભોગૈષણા એમ ત્રણ પ્રકારે ગવેષણા કહી છે. આ ત્રણ એષણા આહાર, ઉપાધિ અને શયાદિ સર્વ વિષયમાં શોધવી જોઈએ. તેમાં પ્રથમ આધાકદિ સોળ ઉત્પાદન દોષ જણાવ્યા છે અને ધાત્યાદિ સોળ ઉદ્દગમદોષ કહ્યા છે.
આ બત્રીશ દોષો પ્રથમ ગવેષણામાં શોધવાના છે, બીજી ગ્રહણષણામાં અંકિતાદિ દશ દોષ શોધવાના છે અને ત્રીજી પરિભોગેષણામાં અંગારાદિ પાંચ દોષ શોધવાના છે. આ રીતે