________________
૨૮૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪
પત્નીનું પતિવાત્સલ્ય - પૃથ્વીપુરનગરમાં સુભદ્ર નામના શેઠ હતા. તેઓ બારવ્રતધારી શ્રાવક હતા. તે રાજપુરનગરમાં વ્યાપાર અર્થે ગયા. ત્યાં જિનદાસ નામે શેઠ રહે. તેમનું આખું કુટુંબ ઘણું ધર્મિષ્ઠ હતું. તેની એક દીકરી હતી. તે સાધર્મિકને જ આપવી એવો તેમનો નિશ્ચય હતો. જિનદાસ સુભદ્રના સંપર્કમાં આવ્યા. સુભદ્રની ગતિવિધિ, રીતિ-નીતિ, ઊઠવું-બેસવું, ચાલવું-બોલવું, જમવું આદિ સારા આચરણથી તેમણે જાણ્યું કે આ ખરેખર ઉત્તમ શ્રાવક છે, છેવટે સારી ધામધૂમથી તે પોતાની પુત્રી તેને પરણાવી તે નામ અને ગુણથી સુશીલા હતી. ઘરનાં કામ-કાજ ઉપરાંત તે પતિની ભક્તિ નિર્મળ અંતઃકરણથી કરતી. સુશીલાની કોઈ સુંદર સખી તથા પ્રકારનો ઉદ્ભટ વેષ પહેરીને સુભદ્રના ઘરે આવી. સુભદ્ર તેને જોતાં જ અનુરાગી થયો. પણ કુળવાન હોઈ લજજાથી કાંઈ બોલ્યો નહીં, પણ દિવસે દિવસે દુર્બળ થતો ગયો. તેની આવી સ્થિતિ જોઈ પત્નીએ વારંવાર કારણ પૂછ્યું. અતિ આગ્રહથી તેણે ખરી વાત કહી દીધી, કે જ્યાં સુધી તે સ્ત્રીનો સમાગમ નહીં થાય ત્યાં સુધી મને કળ વળવાની નથી.
સુશીલા ઘણી ચતુર અને ધીર હતી. તેણે કહ્યું “તમારી એવી જ ઈચ્છા છે તો તે હું પૂરી કરીશ. મારી સહેલી હું જે કહું તે ટાળે જ નહીં. હું શીઘ જ આ કામ કરી આપીશ.” એક દિવસે સુશીલાએ પતિને કહ્યું “જુઓ, મારી સહેલી તૈયાર તો થઈ છે, પણ તેને શરમ ઘણી આવે છે. તમારાથી તો – અને તેમાં આવા પ્રસંગે તેને ઘણી જ શરમ આવશે. તે પોતે જ એમ કહેતી હતી. તેણે આગ્રહપૂર્વક કહ્યું છે કે હું શયનગૃહમાં આવું તરત જ દીવો ઓલવી નાંખે - નહીં તો હું ઓલવી દઈશ.” સુભદ્ર બધું કબૂલ કર્યું. સુશીલાએ કહ્યું “તે આજે સાંજે જ આવશે.”
સમય થતાં સુશીલાએ સહેલીના શણગાર પોતે સયા. તે વિચારવા લાગી ! ખરે જ વિષયરૂપી મહાવ્રતના આવેશવાળો જીવ દીનતા ધરવી, બગાસાં ખાવાં, નિસાસા નાખવા અને પારકી નારીના વિચારોમાં ડૂબી જવું આદિ બધી જ કુચેષ્ટાઓ કરે છે ને ચંચળ વૃત્તિવાળો થઈ રહે છે, અરે રે? અનંત સુખ આપનાર વ્રતને પણ તે ગણકારતો નથી. લીધેલા વ્રતની પણ ઉપેક્ષા કરે છે. સુશીલ ને સમજુ એવો મારો ધણી જ વિષયાધીન થઈ ગયો તો બીજા બાપડાની કઈ દશા ? આ વિષય દશાને અને બીજાની આશાને ધિક્કાર છે. ગમે તેમ થાય પણ મારા પતિનું વ્રત તો નહીં જ ખંડિત થવા દઉં. બાર વ્રતધારી શ્રાવક ને પરસ્ત્રીની અભિલાષા !! રાત પડવા આવી ને કાંઈ બહાનું કરી બોલાવેલી સહેલી સુંદરી આવી. બન્ને ખૂબ હળી મળી આનંદ કરવા લાગી. સુભદ્રને ભરોસો થઈ ગયો કે “સાચે જ આજે લાંબા કાળની અભિલાષા પૂર્ણ થશે.” સુંદરીએ સુશીલા અને સુશીલાએ સુંદરીનાં કપડાં-અલંકાર આદિ પહેરેલાં અને ચાલ-રંગ-ઢંગનો પૂરો અભિનય કરેલો. ત્યાં સુગંધી પુષ્પ, ધૂપ-ચંદન-કપૂર-કસ્તુરી-તાંબૂલ આદિ સમગ્ર ભોગ સામગ્રીથી યુક્ત પુષ્પ શય્યાવાળા પલંગ પર સુભદ્ર બેઠો હતો. આખું શયનાગાર સજાવેલું હતું ને દીપકનો