________________
૨૯૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ દેવે ઘણી રીતે વ્યથિત કર્યા પણ તેઓ ઈર્યાસમિતિથી ભ્રષ્ટ થયા નહીં. તેથી સ્વયંના શાને અને ઈન્દ્રમહારાજના વચનથી તેણે મુનિની અડગતા, ભાવની નિર્મળતા ભાળી દેવ પ્રગટ થયો ને પ્રણામ કરી બધી વાત નમ્રતાપૂર્વક જણાવી પોતે કરેલ અપરાધની ક્ષમા માંગી ને મુનિની ઘણી પ્રશંસા કરી. તેના મિથ્યાત્વનો નાશ થતાં તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. ઘણો પ્રસન્ન થઈ. તે દેવ સ્વર્ગે ગયો.
આ પ્રમાણે વરદત્ત મુનિની જેમ ઈર્યાસમિતિ નામનો પ્રથમ ચારિત્રાચાર સર્વે મુનિઓએવિરતિવંતોએ પાળવો. તે મુનિરાજનું યતનામય જીવન જોઈ મિથ્યાત્વી દેવ પણ સમ્યકત્વ પામ્યો.
૨૦૯. ચારિત્રાચારનો બીજો આચાર-ભાષાસમિતિ, हितं यत् सर्वजीवानां त्यक्तदोषं मितं वचः । तद् धर्महेतोर्वक्तव्यं, भाषासमितिरित्यसौ ॥१॥
અર્થ:- જે સર્વ જીવોને હિતકારી દોષ વિનાનું અને માપસર વચન ધર્મને માટે બોલવું તે ભાષાસમિતિ કહેવાય છે.
અહીં દોષરહિત એટલે ક્રોધાદિક આઠ પ્રકારના દોષ છે. આ બાબતમાં જણાવતાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ચોવીસમા અધ્યયનમાં કહ્યું છે કે –
कोहे माणे अ मायाइ, लोभे अ उवउत्तया । हासे भये मोहरीए, विगहासु तहेव य ॥१॥ एआइ अट्ठ ठाणाई, परिवज्जित्तु संजए । असावज्जं मिअकाले, भासं भासिज्ज पन्नवं ॥२॥
અર્થ - ક્રોધ-માન, માયા, લોભ, હાસ્ય, ભય, મુખરતા તેમજ વિકથા આ આઠ સ્થાન છોડી, પ્રજ્ઞાવાન સંયતે યથાયોગ્ય કાળે અસાવદ્ય-નિર્દોષ ભાષા બોલવી.
વિશેષાર્થ - કોઈ બાપ પોતાના દીકરા ઉપર અતિ ક્રોધ કરતાં કહે “તું મારો પુત્ર નથી.” અથવા બીજાને ઉદ્દેશી કહે “આ મારા પુત્રને પકડો, બાંધો.” આ ક્રોધદોષ કહેવાય. આના ઉપર અમરદત્ત, મિત્રાનંદ આદિનાં ઉદાહરણો સમજવાં. (૧).