________________
૨૯૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ અર્થ - ચારિત્રરૂપી પુત્રની જે આઠ માતાઓ કહી છે, તે જ આઠે પ્રકારના ચારિત્રાચાર છે. મુમુક્ષુ જીવોએ તેને સમ્યફ પ્રકારે સેવવા.
ચરણ ચારિત્ર)નું આચરણ તેનું નામ ચારિત્રાચાર. તે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એમ આઠ પ્રકારનો છે. કહ્યું છે કે –
पणिहाणजोगजुत्तो, पञ्चहिं समिइहिं तिहिं गुत्तिहिं । एस चरित्तायारो, अट्ठविहो होइ नायव्यो ।
અર્થ:-પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ દ્વારા પ્રણિધાન યોગથી યુક્ત થયેલો આ ચારિત્રાચાર આઠ પ્રકારનો છે.
પ્રથમ પાંચ સમિતિરૂપ ચારિત્રાચારમાંથી ઇર્યાસમિતિ નામક પ્રથમ આચારનું વર્ણન કરવામાં આવે છે.
युगमात्रावलोकिन्या, दृष्ट्या सूर्यांशुभासिता । पथि यत्नेन गन्तव्यं, इतीर्यासमितिर्भवेत् ॥१॥
અર્થ:- સૂર્યનાં કિરણોથી પ્રકાશિત રસ્તા ઉપર ગાડાની ધૂંસરી પ્રમાણ આગળનો માર્ગ દૃષ્ટિથી જોઈ યતનાપૂર્વક ચાલવું, તેનું નામ ઇર્યાસમિતિ કહેવાય.
આમાં યતનાપૂર્વક ચાલવું એમ કહ્યું તેમાં એમ સમજવું કે મુખ્યતાએ સાધુ નિરવદ્યસ્થાનમાં રહે ને સ્વાધ્યાયાદિ ધર્મકૃત્ય કરે. અહીં શંકા થાય કે “મુનિએ જો નિરવદ્યસ્થાનમાં રહી ધર્મકૃત્ય કરવાનું, તો ભગવાને સાધુઓને નવકી વિહાર કરવાનો ઉપદેશ શાને આપ્યો?” ઉત્તરમાં કહે છે કે; “ઘણા જ ગુણોનું અને ધર્મની વૃદ્ધિનું કારણ હોઈ ભગવાને નવકલ્પ વિહારનું વિધાન કહ્યું. તેમાં પણ રાત્રિના સમયમાં ચક્ષુની શક્તિ પરિપૂર્ણ જોવાની ન હોઈ અતિ પુષ્ટ આલંબન (કારણ) વિના ચાલવા-ફરવાની છૂટ આપી નથી. દિવસે પણ છ જવનિકાયની વિરાધનાથી બચવા ખાતર, જે માર્ગે ઘણા લોકો ચાલતા હોય તે માર્ગે ચાલવું પણ એકાંતે કે આડે માર્ગે ચાલવું નહીં. તેમાં પણ સાડા ત્રણ હાથ જેટલી પગથી આગળની ભૂમિ જોઈને, કાચી માટી, પાણી, વનસ્પતિ અને બી વગેરે સ્થાવર અને કુંથુવા કીડી આદિ ત્રસ જંતુની રક્ષા કરતાં પગલે-પગલે સારી રીતે જોઈને ચાલવું. “ફરી ' ઈર્યા એટલે ગતિ. તેની સમિતિ એટલે સમ્યક રીતે જિન વચનાનુસારે ઈતય એટલે આત્માની પ્રવૃત્તિરૂપ ચેષ્ટા કરવી તે ઈર્યાસમિતિ.
આગળ કહેવાતી ત્રણ ગુપ્તિ ને સમિતિમાં પ્રવૃત્તિ-નિવૃત્તિના હિસાબે ભેદ કહ્યા છે. ગતિ કરવી તે પણ આલંબન, કાળ, માર્ગ અને યતના એ ચાર કારણે નિયમિત રીતે કરવી. આલંબન જ્ઞાનાદિકનું સમજવું. જ્ઞાન એટલે સૂત્ર ને અર્થ બન્ને રૂપ આગમ, દર્શન અને ચારિત્રરૂપ તે પ્રત્યેક જ્ઞાનાદિકને આશ્રય કરીને અથવા બેના સંયોગે (એટલે જ્ઞાન ને દર્શન, જ્ઞાન ને ચારિત્ર, અથવા