________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪
૨૯૩ દર્શન અને ચારિત્રના આલંબને) કરીને ગમન કરવાની અનુજ્ઞા આપી છે. પણ જ્ઞાનાદિના આલંબન વિના ગતિ (વિહારાદિ-ગમન-ગમન) થઈ શકે નહીં (૧). “કાળ' એટલે ગમનનું પ્રકરણ હોઈ ગમનના વિષય માટે દિવસ જ જિનેશ્વરોએ કહેલો છે (૨). માર્ગ એટલે ઉન્માર્ગનો ત્યાગ કરી પુષ્કળ માત્રામાં લોકો આવતા હોય તેવો “માર્ગ' (૩). અને “યતના' એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદે ચાર પ્રકારની છે (૪).
દ્રવ્યને આશ્રયી યતના કરવી યુગ (સાડાત્રણ હાથ) પ્રમાણ પૃથ્વીમાં રહેલા જીવાદિ દ્રવ્યને નેત્ર દ્વારા જોવાં, ક્ષેત્રથી યતના એટલે યુગ પ્રમાણ ધરીને જોઈને ચાલવું તે, કાળથી યતના કરવી એટલે, જેટલો સમય ગતિ કરવી તેટલો સમય ઉપયોગ રાખવો તે અને ભાવથી યતના કરવી એટલે ઉપયોગપૂર્વક ચાલવું તે. અર્થાત્ શબ્દ આદિ ઇન્દ્રિયોના વિષયને તથા પાંચ પ્રકારના સ્વાધ્યાયને પણ ત્યજીને ચાલવું. કારણ કે તેનો ત્યાગ નહીં કરવાથી ગતિના ઉપયોગનો ઘાત થાય છે. ગતિ વખતે બીજો કોઈ પણ વ્યવહાર ઉચિત નથી. પાછળ, આજુ-બાજુ ઉપયોગ રાખવાથી કે અતિદૂર જોવાથી માર્ગમાં રહેલા જીવ-જંતુઓ પણ જોઈ શકાતા નથી. તેમજ અતિ સમીપ જોવાથી સામેથી ચાલ્યાં આવતાં ઢોર ઢાંખર કે ભીંતથી ભટકાવાનો સંભવ રહે છે. માટે ઉપયોગપૂર્વક ચાલવું તે જ યોગ્ય છે.
આવી રીતે ઉપયોગપૂર્વક ગતિ કરનાર મુનિ કદાચિત્ કોઈ જીવનો વધ થઈ જાય તો પાપ લાગતું નથી. અહીં માત્ર ગતિ વખતે જ ઇર્યાસમિતિ રાખવી એમ નહીં. પરંતુ બેઠાં બેઠાં પણ ઘણા ભાંગાવાળા સૂત્રની આવૃત્તિ કરતી વખતે ભાંગાની ગણતરી કરવા હાથ-આંગળી આદિની જે ચેષ્ટ થાય તે પણ સ્પંદન-કંપન-સ્વરૂપ હોવાથી તેમાં પણ ઈર્યાસમિતિની જરૂર હોય છે. આ સમિતિ સારી રીતે પાળનાર વરદત્ત મુનિનું દાંત નીચે પ્રમાણે છે.
શ્રી વરદત્તમુનિનું ઉદાહરણ વરદત્ત નામના મુનિ ઇર્યાસમિતિમાં સદા તત્પર રહેતા. તેમના ઉપયોગની શક્રેન્દ્ર પોતાની સભામાં પ્રશંસા કરી. આ વાત એક દેવને ગળે ન ઊતરી. તે મુનિનું પારખું કરવા આવ્યો, ને મુનિના માર્ગમાં માખી જેવડી ઝીણી અસંખ્ય દેડકી વિકર્વી. તેનાથી આખો માર્ગ છવાઈ ગયો. પગ મૂકવાની પણ જગા ન જોઈ. મુનિ ઈર્યાસમિતિમાં સાવધાન થઈ ત્યાં સ્થિર થઈ ગયા. દેવે લડતા હાથીઓ વિદુર્ગા. જાણે હમણાં ઉપર જ આવી પડશે, એમ લાગવા છતાં સ્વયંને બચાવવા ખસ્યા જ નહીં. દેવે વિદુર્વેલા માણસો રાડો પાડી કહેવા લાગ્યા “ઓ મહારાજ! જલદી માર્ગમાંથી ખસી જાઓ. અરે ખસી જાઓ, આ હાથીઓ કચરી નાંખશે પણ તેઓ તો સ્વભાવદશામાં રમતા રહ્યા.
ત્યાં તો હાથી દોડતો આવ્યો ને માર્ગમાં ઊભેલા મુનિને સુંઢથી પકડી આકાશમાં ઉલાળ્યા. ઉપરથી નીચે પડતા મુનિ વિચારે છે કે ધરતી પર તો દેડકીઓ છવાઈ ગઈ છે. ભૂમિનું પ્રમાર્જન પણ નહીં કર્યું હોય ત્યાં આ મારું શરીર પડશે ને કોણ જાણે કેટલીય દેડકીઓનો કચ્ચરઘાણ નીકળી જશે !!!