________________
૨૯૧
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪) રાજાએ વેશ્યાને પૂછ્યું “તેં શું કર્યું?” તે બોલી હું શું કરું? મેં તો આવા પાકા હૃદયનો તો માણસ જોયો નથી. હું મારી બધી કળા ને સામર્થ્ય બતાવી થાકી. જગમાં પણ જાગૃતી આવે એવી મારી યુક્તિઓ આજે જીવનમાં પ્રથમવાર નિષ્ફળ ગઈ. આ તો કોઈ જબરો જોગીંદર છે. કોઈ ઈન્દ્રની પટરાણી પણ આને ચલાવી શકે નહીં. ત્રણે લોકમાં આના જેવો તો કોઈ પ્રબલ ઇચ્છા શક્તિવાળો માણસ નહીં હોય.
આ પ્રમાણે બધી વાત સાંભળી રાજાને યથાર્થ વસ્તુનો બોધ થયો. તે પ્રતિબોધ પામ્યો. તેણે પોતાનાં ચિત્ત, વિત્ત અને પરિવાર સહિત સમગ્ર નગરવાસીઓને જિનધર્મમય કરી દીધાં. સહુએ જૈન સાધુ-સાધ્વીના સંપર્કથી તેમનું જીવન પાવન જાણ્યું, તેથી તેમનું જ્ઞાન, ધ્યાન, આચાર, વ્યવહાર, ત્યાગ, સમતા અને નિઃસ્પૃહતા ગુણો નગરમાં ન સમાયા. અર્થાત્ તેમના ગુણોની પ્રશંસા દૂર સુદૂર સુધી પહોંચી ગઈ. આમ તે સાધુએ જિનશાસનની અપભ્રાજના થતી બચાવી અને પરમ પ્રભાવના કરી, ફરીથી મુનિવેષ અંગીકાર કર્યો. થોડા જ સમયમાં આત્મવિકાસ સાધ્યો. આ વિદ્યાસિદ્ધિનું દૃષ્ટાંત જાણવું. બુદ્ધિસિદ્ધ ઉપર અભયકુમાર આદિનાં દાંતો, યોગસિદ્ધિ પર સુવર્ણસિદ્ધિ કરનાર નાગાર્જુન, પારલેપમાં પાદલિપ્તાચાર્ય જાણવા. વજસ્વામી, કાલિકાચાર્ય આદિને વિદ્યા પ્રભાવકમાં ગણવા.
આઠમા પ્રભાવક રાજસમૂહમાં સંમત એટલે સિદ્ધસેન દિવાકરજી, હેમચંદ્રસૂરિજી જગશ્ચંદ્રસૂરિજી અને વિજયહીરસૂરિજી આદિને રાજા આદિ સમગ્ર મુખ્ય લોકોમાં માન્ય જાણવા.
આ આઠે પ્રભાવક જૈન ધર્મના ઉદ્યોતક છે, તેમના અભાવે શ્રી જિનશાસન ઝાંખું જણાય છે, ધર્મનો મહિમા વિસ્તાર પામતો નથી માટે આ બધા મહાભાગને જિનશાસનરૂપ મહેલના સ્તંભ સમાન ગણવા.
દર્શનાચારના વિચારને જાણનારા, અને શાસનના પાયા જેવા પ્રભાવકોએ શાસનના કાર્યમાં પોતાની શક્તિને જરાય ગોપવવી નહીં. બધી શક્તિથી શાસનના ઉદ્યોતમાં પ્રયત્ન કરવો, જેથી શ્રી જિનશાસનનો જયજયકાર થાય.
૨૦૮ ચારિત્રાચારના આઠ પ્રકાર-પ્રથમ ઈચસિમિતિ પાશ વારિત્રપુચ માતરો પ્રવર્તિતા ता एव चरणाचाराः, समुपास्या मुमुक्षुभिः ॥१॥