________________
૨૮૨
" ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪
દર્શનાચારનો સાતમો ભેદ-સાધમવાત્સલ્ય जिनैः समानधर्माणः साधर्मिका उदाहृताः । द्विधापि तेषां वात्सल्यं कार्यं तदिति सप्तमः ॥१॥ समानधार्मिकान् वीक्ष्य, वात्सल्यं स्नेहनिर्भरम् । मात्रादिस्वजनादिभ्योप्यधिकं क्रियते मुदा ॥२॥
અર્થ:- શ્રી જિનેશ્વર ભગવંતોએ સરખા (સમાન) ધર્મવાળાને સાધર્મિક કહ્યા છે. તે સાધર્મિકનું દ્રવ્ય અને ભાવ એમ બન્ને રીતે વાત્સલ્ય કરવું, તે વાત્સલ્ય નામનો સાતમો દર્શનાચાર સમજવો. (૧) માતા-પિતાદિ સ્વજનો કરતાં પણ અધિક સ્નેહપૂર્વક હર્ષથી સાધર્મિકનું વાત્સલ્ય કરવું.
(૨) ઉપર કહેલ વાતનું તાત્પર્ય એ છે કે – જે સમાન ધર્મવાળા હોય તે સાધર્મી કહેવાય. તેમાં પ્રવચન અને લિંગ (વેષ) તે બન્નેની સમાનતાથી સાધુ-સાધ્વી તથા માત્ર પ્રવચન (જિનમત) થી શ્રાવક-શ્રાવિકા સાધર્મિક કહેવાય તેમાં સાધુ-સાધ્વીએ આચાર્ય-ગ્લાન, પાહુણા વિહાર કરી પધારેલા મુનિઓ), તપસ્વી, બાલ, વૃદ્ધ, નવદીક્ષિત શિષ્યાદિનું વિશેષે કરી વાત્સલ્ય કરવું, તેમજ પુષ્ટ આલંબનાદિ અપેક્ષાએ શ્રાવક-શ્રાવિકાનું પણ સર્વ શક્તિએ દ્રવ્ય-ભાવ-ઉભય પ્રકારે વાત્સલ્ય કરવું - તેમને ઉપકારક થઈને વાત્સલ્ય કરવું અને શ્રાવકે શ્રાવક-શ્રાવિકાનું કુમારપાળ રાજા આદિની જેમ યોગ્ય અને ઉચિત રીતે વાત્સલ્ય કરવું.
રાજા કુમારપાળનું દષ્ટાંત પાટણ નરેશ મહારાજા કુમારપાળ રાજા સદા ધર્મકરણીમાં તત્પર રહેતા. તેઓ સ્નાત્રપૂજાદિ-સામાયિક-પૌષધાદિ ધર્મક્રિયા કરવા જતા ત્યારે તે કરણી-ક્રિયામાં એક હજાર આઠસો શેઠિયાઓ તેમની સાથે જોડાતા. રાજાની સહાયથી તે બધા આગળ આવેલા ને સુખી થયેલા. કુમારપાળ રાજા શ્રાવકો પાસેથી કર લેતા જ નહીં. આથી તેમને વરસ દહાડે બોંતેર લાખ રૂપિયા ઓછા આવતા. આર્થિક સંકટમાં સપડાયેલ કોઈપણ શ્રાવક કુમારપાળ રાજાને ઘરે જઈ સહાય માંગતો. તો તેને ઓછામાં ઓછી એક હજાર મહોર તો અવશ્ય મળતી જ. આમ સાધર્મી કાજે તેઓએ એક વર્ષમાં એક કરોડના ખર્ચની સગવડ રાખેલી ને તે પ્રમાણે તેમણે ચૌદ વર્ષમાં ચૌદ કરોડ દ્રવ્યનો વ્યય કરેલો. એકવાર કોઈ માહેશ્વરી (મસરી) વાણિયાએ કરચોરી કરી, ને અધિકારી રાજા પાસે લઈને ચાલ્યો. ચાલાક મેસરીએ વિચાર્યું હવે આપત્તિનો પાર નહીં રહે. હવે બચાવનાર