________________
૨૭૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ ને પશ્ચાત્તાપ કરું છું. હવે મને જીવવામાં જરાય રુચિ નથી. આ કલંક મારાથી જીરવાતું નથી. તમે દયાળુ છો ને મને જિવાડવો હોય તો આ કલંકમાંથી મને ઉગારો.” ગુરુમહારાજે કહ્યું “મહાદેવના મંદિરનો પંગુ ચોકીદાર બધું જાણે છે. તેને બોલાવી હું બધા સમક્ષ પૂછીશ.” ભરી સભામાં આચાર્ય મહારાજશ્રીએ તે પંગુને બોલાવી પૂછતાં તેણે તે રાત્રે બનેલું તે સતી બનેલી સ્ત્રીનું ચરિત્ર યથાસ્થિત કહી બતાવ્યું. રાજામાં રહેલા અલૌકિક ગુણો તેમજ સ્ત્રીચરિત્રના અવિશ્વાસે રાજા આ કાર્યમાં ઉપસ્થિત રહ્યા આદિ બાબત પણ ગુરુમહારાજે જણાવી. તેથી લોકો સ્ત્રીચરિત્રની ગહનતાથી વિસ્મય પામ્યા અને તે સ્ત્રીની ઘણી નિંદા કરી અને રાજાની ઘણી પ્રશંસા થઈ, તેના મહાન ગુણોનું કીર્તન થયું.
યોગશાસ્ત્રની વ્યાખ્યા વખતે સ્ત્રીચરિત્રની વાતને કુમારપાળ રાજાએ “આ તો કવિની ચતુરાઈ છે, કાવ્યકૌશલ્યનો સુંદર ચિતાર છે.” એમ કહી અશ્રદ્ધા કરી, તેને શ્રી હેમચંદ્રસૂરિજીએ સ્ત્રીચરિત્ર બતાવી. ધર્મમાર્ગ-આગમમાર્ગમાં સ્થિર કર્યા, આનું તાત્પર્ય એ છે.
૨૦૫.
સ્થિરીકરણ सदनुष्ठानसम्यक्त्वमनोशुद्धादयो गुणाः । तेषां तत्त्वार्थमाख्याय धर्मे मापः स्थिरीकृतः ॥१॥
અર્થ :- સત્ અનુષ્ઠાન-શુભક્રિયા, સમ્યક્ત્વ અને મનની શુદ્ધિ આદિ ગુણો તેમજ તેના તત્ત્વ અને પરમાર્થ સમજાવી ગુરુમહારાજે કુમારપાળરાજાને ધર્મમાં સ્થિર કર્યા હતા. તેનું ઉદાહરણ નીચે પ્રમાણે સમજવું.
કુમારપાળરાજાનું દષ્ટાંત પાટણના મહારાજા કુમારપાળે એકવાર કલિકાલસર્વજ્ઞ બાલબ્રહ્મચારી ગુરુમહારાજ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજીને એકવાર પૂછ્યું કે : “ભગવંત ! સાંખ્ય, બૌદ્ધ, કપિલાદિ બધા જ દર્શનકારો પોતપોતાના પક્ષને સત્ય પ્રમાણિત કરે છે ને પ્રશંસા કરે છે, પોતપોતાની ક્રિયાઓ કરે છે ને તેનું રહસ્ય સમજાવે છે. આવી સ્થિતિમાં કયો ધર્મ-વાદ પ્રમાણભૂત માનવો?” ગુરુમહારાજે કહ્યું “રાજા! સર્વજ્ઞ વીતરાગદેવે કહેલા તત્ત્વથી સમસ્ત એકાંતવાદીઓને પરાશમુખ જાણવા. અનુષ્ઠાન પાંચ પ્રકારનાં છે. (૧) આહાર, ઉપાધિ (વસ્ત્રાદિ ઉપકરણ) પૂજા અને ઋદ્ધિ વગેરે ઐહિક સુખભોગની ઇચ્છાથી કરેલું અનુષ્ઠાન તે સ્વસ્થ ચિત્તની સમાધિને શીધ્ર હણનાર કોઈ વિષાનુષ્ઠાન કહેવાય છે. જેમ અફીણ, વચ્છનાગ આદિ સ્થાવર વિષ અને સર્પ આદિ જંગમ વિષ ખાતાની