________________
૨૬૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
અર્થ - સતયુગમાં જે કાર્ય હજાર વર્ષે થાય છે, ત્રેતાયુગમાં એક વર્ષે થાય છે, તે કાર્ય દ્વાપરમાં એક મહિને થાય છે ત્યારે કળિયુગમાં તે માત્ર એક દિવસ રાતમાં જ સિદ્ધ થાય છે.
આમ આદ્મભટ્ટની ગુરમહારાજે ને રાજાએ પણ પ્રશંસા કરી. સહુ પોતાને સ્થાને આવ્યા. થોડીવારે આંબડને ઘોર મૂછ આવી ગઈ. તે જાણે મરણ પામ્યા હોય તેમ અચાનક લાકડું થઈ પડ્યા. હાહાકાર થઈ ગયો. શ્રી હેમચંદ્રાચાર્યે જાણી લીધું કે જ્યારે પ્રાસાદના શિખર પર ચડી આંબડ આનંદોલ્લાસના અતિરેકથી નાચતો હતો ત્યારે મિથ્યાત્વીદેવીની દૃષ્ટિ લાગી ગઈ છે. ઉપાધ્યાય યશશ્ચંદ્ર નામના શિષ્યને લઈ સંધ્યા સમયે આચાર્યશ્રી ભરૂચની સીમા ભૂમિમાં આવ્યા. ઉત્પાત કરનાર સિંધુદેવીનું આહ્વાન કરી આચાર્યદેવે કાઉસ્સગ્ન કર્યો. દેવી આવી પણ કાંઈ બોલ્યા વિના જાણે ગુરુની અવગણના કરી ચાલતી થઈ. ત્યારે શિષ્ય યશશ્ચંદ્રગણીએ પોતાની કામળી ખારણીમાં નાંખી ફૂટવા માંડી. પ્રથમ પ્રહારે દેવીનું સ્થાન ધમધમી ઊઠ્યું. બીજા પ્રહાર તો તે દેવીના બરડામાં એવો ઘા વાગ્યો કે “મને બચાવો બચાવો. આ વજનો ભાર નથી ખમાતો... ઓ મા... રે મરી ગઈ” કહેતી તે શ્રી મુનિસુવ્રત ભગવાનના મંદિરના ઉમરામાં ઢગલો થઈ પડી ને પ્રભુનું શરણું લીધું. તે દુષ્ટ વ્યંતરીને સાત્ત્વિક વિદ્યાથી શિક્ષા આપી ફરી આવું ન કરવા સમજાવી વિદાય કરી અને આદ્મભટ્ટ મંત્રીને સ્વસ્થ કર્યા. ગુરુમહારાજ સ્વસ્થાને આવ્યા. ભવ્યજીવો પર ઉપકાર કરતા વિચરતા રહ્યા ને શાસનની ભવ્ય પ્રભાવનામાં અગ્રેસર રહ્યા.
ધર્મ-શાસનનાં મહાન કાર્યોમાં આદ્મભટ્ટ સદા આગળ રહેવા લાગ્યા. શ્રી હેમચંદ્રસૂરિજીએ પણ તેમની પ્રશંસા કરી. જેમ હેમચંદ્રસૂરિજીએ આમ્રભટ્ટ-આદિ સચિવો ને કુમારપાળ જેવા રાજાની ધર્મભાવનાની વૃદ્ધિ અર્થે પ્રશંસા કરી તેમ ધર્મપ્રભાવક શ્રાવક-શ્રાવિકા આદિની શ્લાઘાપ્રશંસા અવશ્ય કરવી.
૨૦૪ દર્શનાચારનો છઠ્ઠો આચાર-સ્થિરીકરણ मनोविपरिणामेन, गुर्वादिष्टक्रियादिषु ।। स्थिरतापादनं तेषां, सीदतां स्मरणादिभिः ॥
અર્થ - મનના પરિણામ વિપરીત થવાને કારણે ગુરુ આદિએ બતાવેલ ક્રિયા આદિમાં સીદાતા-અસ્થિર થતા શિષ્યાદિકને સ્મારણાદિ દ્વારા સ્થિરતા ઉપજાવવી તેનું નામ સ્થિરીકરણ છે. નીચેના વિવેચન અને દષ્ટાંતથી આનો આખો ભાવાર્થ સમજી શકાશે.
ગુરુમહારાજે બતાવેલ વિનય-વૈયાવચ્ચ, કઠિન વિહાર તેમજ દુષ્કવ્રતોનું પાલન આદિ ક્રિયામાં પ્રમાદાદિ કારણે સીદાતા શિષ્યાદિકને યોગ્યતા પ્રમાણે સંસારના ભય (કષ્ટ) આદિ બતાવવા