________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪
૨૬૯ દ્વારા હિતોપદેશ દેવાપૂર્વક સ્મારણા, વારણા, નોદના, પ્રતિનોદના આદિ કરી તેમને મોક્ષમાર્ગમાં સ્થિર કરવા. જેમ કે –
દીક્ષાના દિવસે જ – સંથારો છેલ્લે અને દ્વાર પાસે કરવાનો વારો આવ્યો. જતાં-આવતાં સાધુઓના પગસંઘટ્ટનથી તેમજ ચરણરજથી મગધના રાજકુમાર મેઘકુમાર મુનિને ખેદ ઊપજયો કે આવું કઠોર જીવન, જીવનભર કઈ રીતે જીવી શકાશે? તેમને વિપરીત પરિણામ થતાં સ્થિર કરવા માટે ભગવાને કહ્યું, “મેઘ તે પરભવે હાથીના જીવનમાં ઘણાં દુઃખો વેઠ્યાં છે.” ઇત્યાદિ કહી તેને ધર્મમાં સ્થિર કર્યા. તેમ બીજાએ પણ કરવું.
સ્મારણાદિનું સ્વરૂપ સમજાવતાં કહ્યું છે કે - पम्हढे सारणा वुत्ता, अणायारस्स वारणा । चुक्काणं चोअणा भुज्जो, निठुरं पडिचोअणा ॥१॥
અર્થ - વ્રતના પાલન માટે પ્રમાદીને માટે સારણા (સ્મારણા) કહી છે. (જેમ કે તમો કોણ છો? બધું છોડીને સંયમ લીધું છે. મહાભાગ ! એ ભવ્ય ભાવનાનું સ્મરણ કરો.) અનાચારીને માટે વારણા, અલન પામનાર માટે ચોયણા (પ્રેરણા) અને નિષ્ફર જીવ માટે ફરી ફરી પ્રેરણારૂપ પડિચોયણા કહી છે.
थिरकरणं पुण थेरो, पवत्ति वावारिएसु अत्थेसु । जो जत्थ सीअइज्जइ, संतबलो तं थिरं कुणइ ॥१॥
અર્થ:- સદા કરવાના ધર્મકરણીરૂપ વ્યાપારમાં જે સીદાતો હોય, ઉત્સાહન રાખતો હોય, ત્યાં તેને સ્થિર કરવાની પ્રવૃત્તિ સ્થવિરો કરે છે.
શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ જેમ કુમારપાળ રાજાને ધર્મમાં સ્થિર કરેલ, તેમ. તે સંબંધ નીચે પ્રમાણે છે –
મહારાજા કુમારપાળનો પ્રબંધ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી કુમારપાળે એવી પ્રતિજ્ઞા કરી હતી કે શ્રી હેમચંદ્રસૂરિજી વિરચિત વીતરાગસ્તોત્રના ૨૦ અને યોગશાસ્ત્રના ૧૨ એમ કુલ ૩૨ પ્રકાશનો સ્વાધ્યાય કરીને જ મુખશુદ્ધિ (દાતણ) કરવી. યોગશાસ્ત્રની વ્યાખ્યા ગુરુમહારાજ પાસે રાજા સાંભળી રહ્યા હતા. તેમાં ચોથા વ્રતના અધિકારમાં શ્લોક આ પ્રમાણે આવ્યો -
प्राप्तुं पारमपारस्य, पारावारस्य पार्यते । स्त्रीणां प्रकृतिवक्राणां स्त्रीचरित्रस्य नो पुनः ॥१॥