________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪.
युवां यदि पितुर्भक्तौ, धर्ममर्मविदावपि । उद्धियेथां तदा तीर्थे, गृहीत्वा तदभिग्रहान् ॥१॥
અર્થ - હે બાહડ-અંબડ ! તમે બને ખરેખર જ પિતાના ભક્ત અને ધર્મના મર્મને જાણનારા હો તો તે તે અભિગ્રહોને ગ્રહણ કરી બને તીર્થોનો ઉદ્ધાર કરો.
ऋणमन्यदपि प्रायो, नृणां दुःखाय जायते । यद्देवस्य ऋणं तत्तु, महादुःखनिबन्धनम् ॥२॥
અર્થ:- લોકોનું સામાન્ય ઋણ પણ માણસ માટે દુઃખનું કારણ બને છે, ત્યારે દેવનું દેવું તો મહાદુઃખનું નિમિત્ત જ છે.
स्तुत्याः सुतास्त एव स्युः, पितरं मोचयन्ति ये । ऋणाद् देवऋणात् तातं, मोचयेथां युवां ततः ॥३॥
અર્થ - જે પુત્રો પોતાના પિતાને ઋણમુક્ત કરે છે તે જ પુત્રો પ્રશંસનીય છે. માટે તમે તમારા પિતાને ઋણથી મુકાવો.
सवितर्यस्तमापन्ने, मनागपि हि तत्पदम् । अनुद्धरन्तस्तनया, निन्द्यन्ते शनिवद्धज्जनैः ॥४॥
અર્થ - સૂર્ય અસ્ત પામતાં તેના પુત્રો (અન્ય ગ્રહો) તેના સ્થાનને પણ ન શોભાવે તો શનિની જેમ લોકોથી તે નિન્દાય છે; (શનિને સૂર્યપુત્ર માન્યો છે) રાજા આદિની આવી ઉદાત્ત ને મીઠી વાણી સાંભળી ઉત્સાહિત થયેલા બાહડ અને અંબડે એક એક પ્રતિજ્ઞા કરી. પછી બાહડ પોતાનો ઓરમાન ભાઈ થતો હતો છતાં અંબાને રાજા પાસેથી સેનાધિપતિનું સ્થાન અપાવ્યું. પોતે રાજાજ્ઞા લઈ શ્રી ગિરનારતીર્થે ગયો ને અંબાદેવીએ માર્ગ બતાવવા જ્યાં ચોખા છાંટ્યા હતા તે માર્ગે ત્રેસઠ લાખનો વ્યય કરી ચડવામાં સુગમતા રહે તેવાં નવાં પગથિયાં કરાવ્યાં. ત્યાંનું કામ પૂરું થતાં તરત શ્રી શત્રુંજયની તળેટીમાં સૈન્ય સાથે પડાવ નાંખ્યો - યોજના વિચારીને દેશવિદેશના શિલ્પી કારીગરો તેમજ સલાટો તેડાવ્યા. પથ્થર આદિ સામગ્રી ભેગી કરવા માંડી. આખા દેશમાં વાયુવેગે વાવડ ફરી વળ્યા કે ગુજરાતના મહામાત્ય શ્રી શત્રુંજયનો ઉદ્ધાર કરાવે છે. પોતે આ લાભ લીધા વિના ન રહી જાય એવી ભાવનાથી ઘણા શ્રાવક ગૃહસ્થો મંત્રી પાસે આવ્યા છે ને પોતાને પણ આ પુણ્યકાર્યમાં લાભ મળે એવી સંભાવના પ્રગટ કરી રહ્યા છે. એવે અવસરે ટીમાણક ગામનો રહેવાસી કોઈ “ભીમો કુંડલિયો” નામનો વાણિયો કેવલ છ રૂપિયાનું ઘી લઈ વેપાર કરવા ત્યાં આવ્યો. બાહડના સૈન્યમાં ઘી વેચી શુદ્ધ વ્યાપારથી તેણે એક રૂપિયા જેવી કમાણી કરી. નાહી-ધોઈ પુષ્પ ખરીદી પ્રભુજીની પૂજા કરી અને બાહડ મંત્રીના પડાવમાં
ઉ.ભા.-૪-૧૮