________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૨૬૧
૨૭૩
ધર્મજનની પ્રશંસા (૨) सम्भूतिविजयेशेन स्थूलभद्रो हि संस्तुतः । भूपामात्यादयो नूनं श्लाघिता हेमसूरिभिः ॥१॥
અર્થ - સંભૂતિવિજય ગુરુમહારાજે સ્થૂલભદ્રમુનિની તેમજ શ્રી હેમચંદ્રસૂરિજીએ રાજાઅમાત્ય આદિની પ્રશંસા કરી હતી.
આર્યસ્થૂલભદ્ર મહારાજ કોશા ગણિકાને ત્યાં ચાતુર્માસ કરી ગુરુમહારાજ પાસે આવ્યા ત્યારે સંભૂતિવિજયજી ગુરુએ સામેથી-થોડે દૂરથી આવી રહેલા સ્થૂલભદ્રજીને “અહો દુષ્કર, દુષ્કરકારક ! હે અતિ દુષ્કર કાર્યને કરનારા! આવો) આવા સંબોધનથી બોલાવી તેમની પ્રશંસા કરી હતી.” માટે દર્શનાચારનું પાલન કરનાર ગુણીજનોની પ્રશંસા કરવી જેથી તેઓ ગુણવૃદ્ધિ માટે સાવધાન થાય આ બાબત શ્રી હેમચંદ્રસૂરિજીનો પ્રબંધ ઘણો પ્રેરક છે.
શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજનો પ્રબંધ એકવાર મહારાજા કુમારપાળે પોતાના ઉદયન નામના પ્રધાનને સોરઠના રાજા સમરસેનને જીતવા સોરઠ મોકલ્યા. ક્રમે કરી તેઓ પાલીતાણા આવી પહોંચ્યા. સામંતાદિ સાથે તળેટીમાં શ્રી મહાવીર પ્રભુનાં દર્શન કર્યા પછી ગિરિરાજ ઉપર ચડવાની ભાવના થઈ. તેમણે સામંતાદિને આગળના ગામે જવા કહ્યું કે પોતે ગિરિરાજ શ્રી સિદ્ધાચલ ઉપર ચડી શ્રી આદીશ્વરદાદાના દરબારમાં આવી ઊભા. ખૂબ ભાવપૂર્વક પૂજાદિ કરી ગભારામાંથી બહાર આવી ત્રીજી નિસિપી બોલી તે ચૈત્યવંદનની શરૂઆત કરતા હતા, ત્યાં એક ઉંદર આવી ઘીના દીવાની સળગતી વાટ ખેંચી પોતાના દર તરફ લઈ જવા લાગ્યો. આ જોઈ ગયેલો પૂજારી દોડતો આવ્યો ને ઉંદર વાટ મૂકી નાસી ગયો. આ જોઈ મંત્રી વિચારમાં પડ્યા કે આ લાકડાનું દહેરું હોઈ ક્યારેક સળગી જશે તો મહાઅનર્થ થશે, રાજકાર્યમાં વ્યગ્ર રહેતા મને ધિક્કાર છે કે બધી સગવડ છતાં મેં આ મહાતીર્થનો જીર્ણોદ્ધાર ન કરાવ્યો. પાપવ્યાપારથી ઉપાર્જન કરેલી એ રાજાઓની આ લક્ષ્મી પણ શા કામની જે રાજ્યાધિકારીઓથી પણ તીર્થાદિકમાં ખર્ચાતી નથી ને કૃતાર્થતા પામતી નથી. ઇત્યાદિ વિચારી તેમણે પ્રભુ સમક્ષ પ્રતિજ્ઞા કરી કે “જ્યાં સુધી આ તીર્થનો ઉદ્ધાર ન કરાવું ત્યાં સુધી મારે બ્રહ્મચર્ય, એકાસણ, ભૂમિસંથારે સૂવું ને તાંબુલ (પાન) આદિનો સર્વથા ત્યાગ કરું છું. પછી ગિરિરાજની હેઠે ઊતરી પ્રયાણ કર્યું ને આગળ ગયેલા સામેતાદિકને મળી ગયા.
રાજા સમરસેન ઘણો બળિયો હતો. તેની સાથેના યુદ્ધમાં ઉદયન મંત્રીનું સૈન્ય ભાંગી પડ્યું. આ જોઈ ઉદયન મંત્રી મોખરે આવ્યા ને લડવા લાગ્યા. થોડીવારમાં તેમણે કેર વર્તાવી મૂક્યો. જો કે ચારે તરફથી શત્રુનાં બાણો તેમને વાગતાં હતાં ને શરીર શીર્ણ-વિશીર્ણ થઈ