________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪
અર્થ - ક્રમ પ્રમાણે આ ગુણશ્રેણિઓ અસંખ્યગણી નિર્જરા કરનારી કહેવાઈ છે, માટે અધ્યાત્મની વૃદ્ધિ માટે થોડોક પણ પ્રયત્ન અવશ્ય કરવો.
સમ્યજ્ઞાન યુક્ત ક્રિયાનો પાંચમા ગુણસ્થાનકથી જ પ્રારંભ થાય છે. ચોથે ગુણસ્થાનકે તો શુશ્રુષા (ધર્મશ્રવણની ઈચ્છા) આદિ ઉચિત ક્રિયાઓ પ્રવર્તતી હોય છે. તે શુશ્રુષાદિક ક્રિયા પણ સોનાના ઘરેણાના અભાવે ચાંદીના ઘરેણાની જેમ શુભ જ છે ઈત્યાદિ પરમાત્માની વાણી સાંભળી લેપશ્રેષ્ઠીએ વૈરાગ્યનો અર્થ અને તેનું સ્વરૂપ પૂછ્યું. ભગવંતે કહ્યું કે “સંસારભ્રમણના કારણભૂત વિષયોમાં લુબ્ધ નહીં થવાથી યથાસ્થિત નિર્ગુણતા જણાવનાર નિરાબાધ વૈરાગ્યનો પ્રાદુર્ભાવ થાય છે.
अकृत्वा विषयत्यागं, यो वैराग्यं दिधीर्षति ।
अपथ्यमपरित्यज्य, स रोगोच्छेदमिच्छति ॥१॥ અર્થ - વિષયોના ત્યાગ વિના જ જે માણસ વૈરાગ્ય ધારવા ઇચ્છે છે, તે કુપથ્યના ત્યાગ વિના જ નીરોગી થવા ઇચ્છે છે. (અર્થાત્ વિષયોના ત્યાગ વિના વૈરાગ્ય નહીં પણ વૈરાગ્યનો ઢોંગ થઈ શકે છે.) -- જે લોકો લાજ કે બગવૃત્તિ (ખોટા ડોળ)થી આંખનાં પોપચાં ઢાળી બેઠા હોય છે પણ દુર્બાન છોડતા નથી તે ધાર્મિકાભાસો (વાસ્તવિક ધર્મી નહીં પણ ધાર્મિક જેવા દેખાતા દંભી) છે. તેઓ પોતાના આત્માને નરકરૂપી કૂવામાં નાખે છે. ત્યારે જેઓ સમ્યજ્ઞાનવાળા છે તેઓ વિષયોને જોતા છતાં પણ પોતાના વૈરાગ્યને મંદ થવા દેતા નથી. કહ્યું પણ છે કે -
दारुयन्त्रस्थपाञ्चाली-नृत्यतुल्याः प्रवृत्तयः ।
योगिनो नैव बाधायै, ज्ञानिनो लोकवर्तिनः ॥१॥ અર્થ:- યોગીઓને વિષય સંબંધી પ્રવૃત્તિઓ કાયંત્રમાં નાચતી પૂતળીના નૃત્ય જેવી છે. તેથી લોક (વ્યવહાર)માં પ્રવર્તતા છતાં તે પ્રવૃત્તિઓ બાધા ઉપજાવી શકતી નથી.
औदासीन्यफले ज्ञाने, परिपाकमुपेयुषि ।
चतुर्थेऽपि गुणस्थाने, तद् वैराग्यं व्यवस्थितम् ॥ અર્થઃ- ઉદાસીનતારૂપી ફળવાળું જ્ઞાન જ્યારે પરિપકવ થાય છે, ત્યારે ચોથા ગુણસ્થાનકમાં પણ તે વૈરાગ્ય વ્યવસ્થિત રહે છે.
વૈરાગ્યના ત્રણ પ્રકાર છે – (૧) દુઃખગર્ભિત, (૨) મોહગર્ભિત અને (૩) જ્ઞાનગર્ભિત. પુત્ર-મિત્ર-પતિ-પત્ની, ધન-ધાન્યાદિ ઈચ્છિત વસ્તુ ન મળે અથવા મળીને નાશ પામે ત્યારે મનમાં જે ઘોર દુઃખ અને નિરાશાની લાગણી ઊપજે છે તેથી સંસાર પર ઉગ થવા રૂપ વૈરાગ્ય ઉત્પન્ન