________________
૨૫૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
જ્ઞાની પુરુષો સમ્યક્ ઉપયોગને પણ તજતા નથી. તે બાબત જણાવ્યું છે કે - उपयोगमुपैति यच्चिरं, हरते यन्न विभावमारुतः । न ततः खलु शीलसौरभा - दपरस्मिन्निह युज्यते रतिः ॥१॥
અર્થ :- જે શીલરૂપ સુગંધ લાંબા કાળ સુધી ઉપયોગમાં આવે છે ને વિભાવરૂપી વાયુ સુગંધને છોડી શકતો નથી તે શીલસુગંધી છોડી બીજે રતિ રાખવી યુક્ત નથી.
मधुरैर्न रसैरधीरता, क्वचनाध्यात्मसुधालिहां सताम् । अरसैः कुसुमैरिवालीनां प्रसरपद्मपरागभोजिनाम् ॥२॥
અર્થ :- પ્રસાર પામતા પદ્મરાગનો સ્વાદ લેનારા ભ્રમરો જેમ રસ વગરનાં પુષ્પોથી અધીર થતા નથી તેવી જ રીતે અધ્યાત્મરૂપ અમૃતનું પાન કરનારા સત્પુરુષો પણ બીજા મધુર રસોથી અધીર બનતા નથી. એટલે તેઓ પોતાની સ્વસ્થતા ખોતા નથી.
हृदि निर्वृत्तिमेव बिभ्रतां, न मुदे चन्दनलेपनाविधिः । विमलत्वमुपेयुषां सदा, सलिलस्नानकलापि निष्फला ॥३॥
અર્થ :- (કર્મબંધના હેતુરૂપ મિથ્યાત્વાદિનો ત્યાગ કરવાથી હૃદયમાં નિવૃત્તિને જ ધારણ કરનારા પુરુષોને ચંદનલેપ આનંદ પમાડી શકાતો નથી. (વૈરાગ્યવૃદ્ધિથી) નિર્મળતાને પામેલા તેમને માટે જળસ્નાનની કળા પણ નિષ્ફળ નીવડે છે.
तदि विषयाः किलैहिका, न मुदे के पि विरक्तचेतसाम् । परलोकसुखेऽपि निःस्पृहाः, परमानन्दरससालसा अमी ॥४॥
અર્થ :- માત્ર આ લોકની મર્યાદાવાળા કોઈપણ વિષયો વિરક્ત ચિત્તવાળા વૈરાગીને આકર્ષી શકતા નથી. કારણ કે આ વૈરાગીઓ પરમાનંદમયના રસમાં એવા સાલસ થયા છે કે તેમને પરલોકના સુખની પણ સ્પૃહા રહી નથી.
विपुलर्द्धिपुलाकचारणप्रबलाशीविषमुख्यलब्धयः ।
न मदाय विरक्तचेतसा-मानुषङ्गिकोपलब्धपलालवत् ॥५॥
અર્થ:- વિરક્ત ચિત્તવાળા મહાત્માઓને વિપુલમતિઋદ્ધિ, પુલાકલબ્ધિ, ચારણલબ્ધિ તેમજ પ્રબલઆશીવિષ આદિ મહાન લબ્ધિઓ પણ ધાન્યની સાથે ઊગતા ને પ્રાપ્ત થતા પલાલના ઘાસની જેમ આનુષંગિક (તે માટેના પરિશ્રમ વિના) જ પ્રાપ્ત થવાથી મદ-અભિમાન ઉપજાવતી નથી.
हृदये न शिवेऽपि लुब्धता, सदनुष्ठानमसङ्गमङ्गति । पुरुषस्य दशेयमिष्यते, सहजानन्दतरङ्गरङ्किता ॥६॥