________________
૨૫૭
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪)
અર્થ :- જો મમતા જ ન મુકાણી તો વિષયોના ત્યાગથી શું વળવાનું છે ? કારણ કે કાંચળીના ત્યાગથી સર્પ નિર્વિષ થઈ શકતો નથી. વળી -
कष्टेन हि गुणग्रामं, प्रकटीकुरुते मुनिः । ममता राक्षसी सर्वं, भक्षयत्येकक्रीडया ॥
અર્થ - ઘણી કઠિનાઈથી મુનિ, ગુણસમૂહને ઉત્પન્ન કરે છે, પણ આ મમતારૂપી રાક્ષસી તે ગુણોને રમતમાત્રમાં ખાઈ જાય છે.
હે તાપસ ! સાંભળો કામરૂદેશની નારીની જેમ આ મમતારૂપી નારી પણ જીવસ્વરૂપ પતિને પશુરૂપ બનાવી રાગરૂપી વિદ્યા અને ઔષધિના પ્રયોગથી ક્રીડા કરે છે. માટે હે સંત ! તમે પણ મમતાથી મુકાયા ન હોઈ અધ્યાત્મનો અંશ પણ જાણતા નથી. ધર્મના સ્વરૂપને જાણવું જોઈશે, કારણ કે સ્નાન-શોચાદિક કાંઈ વાસ્તવિક ધર્મ નથી. તે કરવા, કરાવવા કે અનુમોદનાથી તો દુઃખફળવાળું પાપ જ બંધાય. ખરો ધર્મ તો અઢાર પાપસ્થાનકના ત્યાગરૂપ વિરતિધર્મ છે - તમે એમાં પ્રવૃત્તિ કરો તો ખરેખર ! કલ્યાણ થશે. આ મોંઘો માનવભવ આમ વેડફી નાંખવો ઉચિત નથી. ઈત્યાદિ ઘણી જ્ઞાનમય આધ્યાત્મિક વાતો શેઠે તે તાપસને કહી પણ તાપસને કાંઈ બોધ થયો નહીં.
તેણે વિચાર્યું કે “આને જિનધર્મનો દઢ રંગ લાગ્યો છે. હવે આને મારી વાત કોઈ રીતે રચશે નહીં.” એમ માની તેણે પોતાનો રસ્તો લીધો. લેપશેઠ પોતાનાં બધાં કાર્યો કરે છે પણ ધર્મને કદી વેગળો રાખતો નથી. દરેક કાર્યમાં ધર્મની વિચારણા પહેલાં કરે છે. પરિણામે તેણે પોતાના સમસ્ત પરિવારને ધર્મનો રંગ લગાડ્યો. પોતાને સમર્થ સમજી તેણે ચારિત્રધર્મ પણ સ્વીકાર્યો અને સર્વકર્મનો નાશ કરી કેવળી થઈ મુક્તિ મેળવી.
આ લેપશ્રેષ્ઠીએ એકાંતપક્ષને ભગવાન પાસેથી દૂષણમય જાણી છોડી દીધો. શુદ્ધ અધ્યાત્મ અને વૈરાગ્યમય થઈ આત્મસાધનામાં લાગ્યો. તે અમૂઢદષ્ટિવાળો હોઈ મિથ્યાત્વીના સંગમાં રહીને તે કુદષ્ટિ તો થયો નહીં પણ વધારે સમકિતમાં રુચિ ને નિષ્ઠાવાળો થયો. તેમ સહુએ પોતાના આત્માને મૂઢદષ્ટિપણાથી બચાવવો.
૨૦૨ દર્શનાચારનો પાંચમો આચાર-ધર્મજનની પ્રશંસા धर्मोद्योतो महान् येन विहितो जैनशासने । तस्योपबृंहणा कार्या, गुरुभिर्भाववृद्धये ॥१॥