________________
૨૫૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ધર્મોપાસક બન્યો છે. તેને બોલાવી લાવવા એક શિષ્યને મોકલ્યો. તેણે શેઠના ઘરે આવી ગુર મહારાજે કહેલ આશીર્વાદ આપ્યા ને કહ્યું “ગુરુદેવ તમને વારંવાર યાદ કરી રહ્યા છે.”
પરમાત્મા મહાવીરદેવના વાસ્તવિક ઉપદેશથી સમજુ અને જ્ઞાનવાન થયેલા લેપશેઠે કહ્યું તાપસ ! ગુરુ બનવું ને ગુરુપણાને નિભાવવું ઘણું કઠિન કામ છે. શ્રી મહાવીરદેવના તત્ત્વજ્ઞાનમય ઉપદેશથી મેં જાણ્યું છે તે જે પૃથ્વી આદિ છ કાય તથા ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યથી વ્યાપ્ત એવા આ લોકના સ્વરૂપને કહે, શુદ્ધ આધ્યાત્મિક આદિ તત્ત્વનો ઉપદેશ આપે અને તદ્દનુસાર પોતાની આંતરિક ચેતનાને જાગ્રત કરી તે ધર્મનું પાલન કરે તે જ ગુરુપદને યોગ્ય છે. તેવા જ મહાત્માઓને હું ગુરુ તરીકે માનું છું. તો તમારા ગુરુજી મને શા માટે યાદ કરે છે? હા, તમારે આહારાદિ જે કાંઈ જોઈએ, જેટલું જોઈએ તેટલું લઈ જાવ. પૂર્વે તો તમને સાવ હલકી ને તુચ્છ વસ્તુઓ આપતો હતો. કંદ, મૂળ, શાક-પાન, આદિ દોષવાળી ને સાવ સસ્તી વસ્તુઓ આપતો હતો પણ હવે તો ઘણાં મોંઘાં અને નિર્દોષ, કાલ-અતિપાતિક આદિ દોષથી રહિત, ઉત્તમ ઘીથી બનાવેલા તાજા પકવાન લઈ જાવ. કારણ કે તે પરમગુરુએ અનુકંપાદાન દેવાનો નિષેધ કર્યો નથી.
| મારા ગુરુના પ્રતાપે હું આમ તો મહાદાની થઈ શક્યો છું. પણ તમારે સમજવું જોઈએ અને વિતરાગના ધર્મની અવહેલના કરવી જોઈએ નહીં. કારણ કે યથાર્થતા તો તેમની પાસે જ છે. ઇત્યાદિ સાંભળી તે તાપસ પાછો આવ્યો ને બધી વાત પોતાના ગુરુને જણાવતાં કહ્યું “શ્રેષ્ઠીની વાણી ને વિવેક પહેલાં કરતાં તો ઘણી ઉચ્ચ કોટિનો છે. તેનું ચાતુર્યને ઉદારતા પણ વિસ્મયકારી છે.” આ સાંભળી શિવભૂતિ પોતે તેના ઘરે ગયો ને કહ્યું “અરે શેઠ ! આજે તો તે હદ કરી નાંખી, હું સામો ચાલીને તારા ઘરે આવ્યો ને મને જોવા છતાં તું ઊભો પણ ન થયો. તારું વર્તન કોઈ રીતે ઉચિત નથી. તને કોણે છેતર્યો છે? હજી તને મારા સામર્થ્યની સમજ નથી. અરે ! મારા ભક્ત પ્રત્યક્ષ રીતે જ સ્વર્ગનાં સુખ પામ્યા છે. ત્યારે બીજાઓ નરકની ઘોર યાતનાઓ વેઠી રહ્યા છે. તારે જોવું હોય તો હું તને નજરે બતાવું છે.” એમ કહી તેણે વિદ્યાબળથી સ્વર્ગ અને પછી ઘોર નરક બતાવ્યું.
તે જોઈ શેઠે વિચાર્યું “આ તો ઈન્દ્રજાળ છે. સ્વર્ગમાં ને નરકમાં જવાનું તો પોતપોતાના કરેલા કર્માનુસાર જ થઈ શકે છે. અહો! આશ્ચર્યની વાત છે કે મહાવીર કેવા વિતરાગ છે. કોઈ જાતની ઈર્ષ્યા કે બળતરાનો અંશ તો તેમના શિષ્યોમાંય નથી. ભગવાન આટલા બધા અતિશયો અને લબ્ધિવાન હોવા છતાં જરાપણ અભિમાન કે ઘમંડ કરતા નથી.” ઇત્યાદિ વિચારી શેઠે તાપસને કહ્યું વિપુલર્તિ, પુલાકલબ્ધિ તેમજ ચારણાદિલબ્ધિ આ જીવે મેળવી હોય પણ જો મમતા ન છોડી તો બધું જ નકામું છે. વિશ્વવત્સલ અને અકારણ ઉપકારી જિનેશ્વરદેવે કહ્યું છે કે -
विषयैः किं परित्यक्तैः जागर्ति ममता यदि । त्यागात् कञ्चकमात्रस्य, भुजगो न हि निर्विषः ॥१॥