________________
૨૪૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ માટે તે સ્ત્રી ! આત્મામાં વૈરાગ્ય ધારી અનેક ભવોના પાપોનો ક્ષય કરવા અનાદિકાળની ભ્રાંતિનો નાશ કરવા દ્રવ્ય અને ભાવ એમ બન્ને પ્રકારે દંભનો ત્યાગ કર. તેમજ અનેક પ્રકારનાં ઉત્તમ અને શુભ કાર્યોમાં ઉદ્યમ કર. દંભ અનેક પાપ કરાવે છે અને અનેક સદ્ગણોનો નાશ કરે છે, કહ્યું છે કે :
सुत्यजं रसलम्पट्यं, सुत्यजं देहभूषणम् ।
सुत्यजाः कामभोगाश्च, दुस्त्यजं दम्भसेवनम् ॥१॥ અર્થ - સ્વાદની લંપટતા છોડી શકાત, શરીરનાં આભૂષણ પણ સહેજે છોડી શકાય છે, અરે ! કામભોગો પણ છોડી શકાય છે પણ દંભસેવન દુસ્યજ છે - સહેજે છોડી શકાય તેવું નથી.
किं व्रतेन तपोभिर्वा, दम्भश्चन्न निराकृतः ।
किमादर्शन किं दीपैर्यद्यान्ध्यं न दृशोर्गतम् ॥२॥ અર્થ - જો દંભનો જ ત્યાગ ન થઈ શક્યો તો વ્રત કે તપથી શું વળશે? કેમ કે જો આંખની અંધતા દૂર ન થઈ હોય તો અરીસો કે દીવો શા કામનો ?
अहो मोहस्य माहात्म्यं, दीक्षां भागवतीमपि ।
दम्भेन यद् विलुम्पन्ति, कज्जलेनैव रूपकम् ॥३॥ અર્થ - અહો ! મોહનું માહાત્ય તો જુઓ કેવું છે? મશથી શરીરના રૂપની જેમ દશ્મથી વિતરાગ પ્રભુએ પ્રરૂપેલી દીક્ષાનો પણ લોપ કરે છે –
अध्यात्मरतचित्तानां दम्भः, स्वल्पोऽपि नोचितः ।
छिद्रलेशोऽपि पोतस्य, सिन्धूल्लङ्यतामिव ॥४॥ અર્થ - જેમ સમુદ્રને પાર કરનારની નાવમાં નાનકડું કાણું પણ ઉચિત નથી તેમ અધ્યાત્મમાં રતચિત્તવાળાઓએ થોડો પણ દંભ રાખવો ઉચિત નથી. અર્થાત્ કાણું નાવને તેમ દંભ આત્માને ડુબાડનાર છે.
दम्भलेशोऽपि मल्ल्यादेः, स्त्रीत्वानर्थनिबन्धनम् ।
अतस्तत् परिहाराय, यतितव्यं महात्मना ॥५॥ અર્થ:- શ્રી મલ્લીનાથ ભગવાન આદિને લેશમાત્ર કરેલા દંભે નારીપણે ઊપજવું આદિ અનર્થ ઉપજાવ્યો હતો. માટે મહાત્માઓએ તે દંભના ત્યાગ માટે પ્રયત્ન કરવો.
ઇત્યાદિ ઉપદેશ આપી તે દેવે ભોગવતીને સમજણી કરી. અનુક્રમે તેણીએ બારવ્રત સ્વીકાર્યા. આનંદિત થયેલો દેવ શેઠને લાખ સોનૈયા આપી અદશ્ય થયો. પુણ્યોદયે ભોગસાર ઘણો