________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૧૮૯ જ્ઞાનગર્ભિત વાત સાંભળી આચાર્યશ્રીને લાગ્યું કે “જ્ઞાન વિના આ શક્ય નથી. તેમણે પૂછ્યું : “કયા જ્ઞાનથી માર્ગાદિ જાણ્યા?' તેમણે કહ્યું : “આપના પસાયે અપ્રતિપાતિ જ્ઞાનથી.”
આ સાંભળતાં જ આચાર્ય પોતાના આત્માની, ક્રોધ-સ્વભાવ અને વ્યવહારની નિંદા કરવા લાગ્યા તે ત્યાં સુધી કે તેઓ કેવળી (શિષ્ય)ના ચરણમાં પડી ક્ષમાદિ માંગવા લાગ્યા અને શુભભાવે તેઓ પણ ત્યાં જ કેવળી થયા. આમ એક શુશિષ્ય ઘણા સારા સંયોગ ઊભા કરી શક્યા. માટે કહેવામાં આવ્યું કે “ઉત્તમ વિનયવાળા શિષ્યો અતિ ક્રોધવાળા ગુરુને પણ મહાન લાભનું કારણ થાય છે. માટે વિનયને ધર્મનું મૂળ અને ગુણોનો અધિરાજ કહેવામાં આવ્યો છે.
૨૫૯
ત્રીજો જ્ઞાનાચાર-બહુમાન विद्या फलप्रदाऽवश्यं, जायते बहुमानतः ।
तदाचारस्तृतीयोऽयं, विनयतोऽधिको मतः ॥१॥ અર્થ - ગુરુ મહારાજાદિકનું બહુમાન કરવાથી વિદ્યા અવશ્ય ફળપ્રદ થાય છે. આ ત્રીજો બહુમાન નામનો આચાર વિનયથી પણ ચડિયાતો માનવામાં આવેલ છે.
વિનય તો અભ્યત્યાન, વંદન નમ્રતાદિ બાહ્યાચારથી પણ થઈ શકે છે, ત્યારે બહુમાન તો આંતરિક પ્રીતિથી જ થઈ શકે. જો હૃદયમાં બહુમાન હોય તો ગુરુ શ્રી આદિને અનુસરવું. ગુણનું ગ્રહણ કરવું. દોષનું આચ્છાદાન કરવું. તથા અભ્યદયનું ચિંતવન કરવું ઇત્યાદિ એકાંતે બને છે. જેને શ્રુતનો ખપ હોય તેણે ગુરુનો વિનય અવશ્ય કરવો જ જોઈએ. તે વિના ઘણા વિનયે ગ્રહણ કરેલી વિદ્યા ફળવતી બનતી નથી. આ બાબત ગૌતમ પૃચ્છામાં જણાવ્યું છે કે
विज्जा विन्नाणं वा, मिच्छा विणएण गिहिउं जो उ।
अवमन्नइ आयरिअं, सा विज्जा निष्फला तस्स ॥१॥
અર્થ - વિદ્યા કે વિજ્ઞાન આદિ જો મિથ્યા વિનય = (દેખાવનો વિનય હોય પણ પ્રીતિ ન હોય તેવા) ખોટા વિનયથી ગ્રહણ કરવામાં આવે અને આચાર્યની અવગણના કરવામાં આવે તો તે વિદ્યા નિષ્ફળ જાય છે. અહીં વિનય અને બહુમાનના ચાર ભાંગા થાય છે.
(૧) વિનય હોય પણ બહુમાન ન હોય. પરોઢે ઊઠી શ્રી નેમિનાથ પ્રભુના વંદને જનાર શ્રી કૃષ્ણપુત્ર પાલકકુમાર આદિની જેમ.