________________
૨૩૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ એકથી બીજી દિશામાં તે ગોળો જતો હોઈ તેને ફરવાનો કાળ ઘણો સૂક્ષ્મ હોઈ તે જ્યોતિ દેખાતી નથી પણ જયોતિનું કુંડાળું જ જણાય છે. તે જ પ્રમાણે પ્રસ્તુત વાતમાં પણ શીત અને ઉષ્ણક્રિયાનો અનુભવકાળ ભિન્ન છતાં સમયના સૂક્ષ્મપણાને લીધે તમને જણાયો નહીં. તેથી બન્ને ક્રિયાનો અનુભવ સાથે જ થયો તેમ તમને લાગ્યું અને જુઓ, ચિત્ત પણ બધી ઇન્દ્રિયો સાથે એક કાળે સંબંધ રાખતું નથી. ક્રમથી જ રાખે છે. ઉપલક્ષણથી માથું, હાથ, પગ આદિ સ્પર્શેન્દ્રિયના વિભિન્ન * અવયવો સાથે પણ ચિત્ત સમકાળે સંબંધ રાખી શકતું નથી. ' જે કોઈ માણસ લાંબી-સૂકી આમલી ખાય ત્યારે તેને આંખથી તેના રૂપનું-નાકથી ગંધનું, જીભથી સ્વાદનું, હાથ આદિથી સ્પર્શનું અને તેને ચાવવાથી થયેલ શબ્દનું જ્ઞાન કાનથી થયું. આ બધું ક્રમે થયું એક સાથે નહીં. સાથે માનવાથી સાંકર્યદોષ ઉત્પન્ન થાય. મતિજ્ઞાન આદિના ઉપયોગ વખતે અવધિ પ્રમુખ જ્ઞાનના ઉપયોગની પણ ઉપલબ્ધિ થઈ જાય. જો એમ થાય તો એક ઘડો વગેરે પદાર્થની કલ્પના અનંતા ઘડા આદિ પદાર્થોની કલ્પનાથી પ્રવૃત્તિનો પ્રસંગ ઊભો થાય અને વાસ્તવિકતા એ નથી જ. વળી શ્રી જિનેશ્વર પરમાત્માના ધ્યાનના પ્રસંગે તેઓશ્રીના ગુણોનું સ્મરણ કરતાં-ધ્યાનમાં લીન થતાં-મિથ્યાત્વાદિના ધ્યાન પ્રસંગનું પણ સાંકર્ય થઈ જાય. અર્થાત્ મિથ્યાત્વીતર્ક અને અસુરાદિકનું ધ્યાન પણ તે વખતે ઊપજવું જોઈએ.
આમ તમારા મત પ્રમાણે તો આ ઉપરાંત બીજા પણ અનેક દોષોનો સંભવ થશે, અને છતાં ઈષ્ટ અર્થ-ચિંતિત અર્થની પ્રાપ્તિ થશે નહીં. માટે માનવું જોઈએ કે એક કાળે એક જ વસ્તુનો ઉપયોગ હોય છે અને અનેક વસ્તુમાં ઉપયોગ થતો નથી. આવી જ રીતે કર્મબંધ તેમજ નિરા વખતે પણ સાંકર્ય થશે વગેરે વિચારવું. તેમજ આ સંબંધમાં શ્રી પ્રસન્નચંદ્રરાજર્ષિનું દષ્ટાંત પણ વિચારવા જેવું છે; શ્રેણિક મહારાજાએ શ્રી મહાવીર ભગવંતને શ્રી પ્રસન્નચંદ્રરાજર્ષિની ગતિનું સ્વરૂપ પૂછતાં પ્રભુજીએ રાજર્ષિના ચિત્તમાં રહેલા પ્રશસ્ત (શુભ) તેમજ અપ્રશસ્ત (અશુભ) ઉપયોગની વર્તના પ્રમાણે બન્ને વારે અલગ અલગ તેમની મતિનું સ્વરૂપ કહ્યું હતું. પરંતુ જો એક જ કાળમાં અનેક ઉપયોગની પ્રવૃત્તિ હોય તો એક કાળમાં અનેક ગતિ કહેવી પડત, પણ તે શક્ય જ નથી. ઈત્યાદિ અનેક રીતે ને યુક્તિએ એક જ પક્ષ સત્ય સિદ્ધ થાય છે કે એક સમયમાં એક જ ઉપયોગ હોય છે, કહ્યું છે કે –
यदा स्यात् प्राणिनां शीतो-पयोगव्याप्तं मनः ।
तदा नोष्णोपयोगे तद्, व्याप्रियेत विरोधतः ॥१॥ અર્થ - જ્યારે પ્રાણીનું ચિત્ત શીત ઉપયોગમાં વ્યાપારવાળું હોય છે ત્યારે તે મન ઉષ્ણ ઉપયોગમાં વ્યાપારવાળું હોતું નથી. કારણ કે તે બને અનુભવ પરસ્પર વિરોધી છે.
यौगपद्याभिमानस्तूपयोगयुगलस्य यः । स तु मानससंसारक्रमस्यानुपलक्षणात् ॥२॥