________________
૨૩૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ જાય છે, આંખના ચાળા-કટાક્ષ કરતી જાય છે, તેવી જ રીતે શરીરના ગરદન-હાથ-આંગળાં કમર આદિ હલાવવાં, ભાવ-ભંગિમા જણાવવાં આદિ હાવભાવ એક જ કાળમાં કરતી જણાય છે, પણ તેનો ઉપયોગ એક કાળમાં તો એક જ ક્રિયામાં હોય છે.
આવી જ રીતે કોઈ ભક્ત માણસ જિનેશ્વર પ્રભુજીની સામે એક હાથે ચામર વિજે, બીજે હાથે ધૂપ ઉવેખે, મુખથી ગંભીર અર્થવાળી અદ્ભુત સ્તુતિ બોલી દેવાધિદેવના ગુણ ગાય છે. નેત્રથી પ્રભુજીની પ્રતિમા નીરખી આનંદિત થઈ માથું ધુણાવે છે. તેમજ પૃથ્વી પર ઉપયોગ રાખી પગ મૂકે-ઉપાડે છે. આમ સમકાળે અનેક ક્રિયા કરે છે. પણ તેનો ઉપયોગ સમકાળે સમગ્ર ક્રિયામાં હોતો નથી. ઉપયોગ તો એક કાળે એક જ ક્રિયામાં વર્તતો હોય છે. આમ અનેક રીતે તેમને સમજાવતા છતાં કદાગ્રહ ન છોડ્યો તેથી ગંગાચાર્યને તેમના ગુરુશ્રીએ ગચ્છ બહાર કર્યા.
ગંગાચાર્ય વિહાર કરતા એકવાર રાજગૃહી નગરીમાં આવ્યા. ત્યાં રહેલા અન્ય મુનિઓ સમક્ષ પોતાના અસત્ય મતનું નિરૂપણ કરી તેમના ચિત્તને પણ વ્યક્ઝાહિતશંકિત કરવા લાગ્યા. કારણ કે દુરાગ્રહી હડકાયા કૂતરાની જેમ બીજાને પણ પોતાના જેવા કરવાની પ્રવૃત્તિ કરતા હોય છે.
તે રાજગૃહીમાં એક મહાતપસ્વીર નામનો દ્રહ હતો. તેની પાસે જ મણિનાગ યક્ષનું મંદિર હતું. ત્યાં રહી ગંગાચાર્યે પ્રવચનસભામાં સમકાળે બે ક્રિયા વેદવારૂપ પોતાના અસતુપક્ષની પ્રરૂપણા-સ્થાપના કરી. વારે વારે પોતાના કદાગ્રહને વધુ ને વધુ કુયુક્તિઓથી સાચા ઠરાવવાનો તેમનો પ્રયત્ન જોઈ મણિનાગ ક્રોધપૂર્વક પ્રગટ થઈ બોલ્યો, “અરે દુષ્ટાત્મા! આ અસપ્રરૂપણા કરી શા માટે ભોળા જીવોને સંશય ઉપજાવે છે? એકવાર આ જ જગ્યાએ શ્રી મહાવીર પરમાત્માનું સમવસરણ મંડાયું હતું ત્યારે પ્રભુજીએ તો “એક સમયમાં એક જ ક્રિયાનું વદન હોય છે.” એમ કહ્યું હતું, ને મેં પોતે તે સાંભળ્યું છે, કેવળજ્ઞાનીઓને પણ પ્રથમ સમયે જ્ઞાન એટલે કે વિશેષાત્મક ઉપયોગ હોય છે અને બીજે સમયે દર્શન એટલે સામાન્યાત્મક ઉપયોગ હોય છે. એક જ સમયે જ્ઞાન અને દર્શન સાથે હોતા નથી.
તો તમે શું ભગવાન મહાવીરસ્વામી કરતાં પણ અધિક જ્ઞાની છો? કે જેથી ભગવાનનું વચન મિથ્યા કરવા તત્પર થયા છો. તમે આ દુષ્ટતા છોડી દો ને પ્રભુના વચનાનુસાર શુદ્ધ પ્રરૂપણા કરો. નહીં તો મુગરથી શિક્ષા કરીશ. પ્રત્યક્ષ રીતે જ સિદ્ધ અર્થને અન્યથા કહેવો એ કેવી ધૃષ્ટતા કહેવાય?” જેમ કોઈને અષ્ટાવધાન સાધ્ય હોય તેથી તે પ્રાજ્ઞપુરુષ શ્લોક-કાવ્ય રચતી વખતે નૂતન શ્લોક-કાવ્ય રચે, તાલ માત્રા ગણે, કોઈ સાથે વાત કરે-સાંભળે, કાગળ પર અક્ષર લખે-લખેલા વાંચે. આ રીતે આઠ પ્રકારના અવધાન વિચક્ષણ પુરુષો સાથે છે.
આ બધું ત્વરિત ગતિવાળા મનોવિજ્ઞાનના આશરે જ બને છે. પણ બિચારા અજ્ઞાની અને બાળજીવો આશ્ચર્ય પામી કહે છે કે “અહો આપણે આ બધું સમકાળે જ સાધ્યું પણ આ કહેવું યુક્ત