________________
૨૦૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪
૨૬૩
- અનિલવ-પાંચમો આચાર श्रुताक्षरप्रदातृणां, गुरूणां च श्रुतादीनाम् ।
अनिह्नवोऽयमाचारः पञ्चमः श्री जिनेः स्तुतः ॥ અર્થ - શ્રુતજ્ઞાન-શ્રુતજ્ઞાનના અક્ષરને પણ આપનારા ગુરુઓ તેમજ શ્રુત આદિનો અપલાપ ન કરવારૂપ આ અનિદ્ભવ નામનો પાંચમો આચાર શ્રી જિનેશ્વરદેવોએ વખાણ્યો છે.
જે ગુરુ પાસે થોડુંક પણ અધ્યયન કર્યું હોય, તે અપ્રસિદ્ધ હોય કે જાતિ અથવા શ્રુતાદિકથી હીન પણ હોય છતાં તેમને ગુરુ તરીકે માનવા અને લોક સમક્ષ ગુરુ કહેવા. પોતાના ગૌરવ માટે પોતાથી અલ્પ પાંડિત્ય કે પ્રતિભાવાળા ગુરુને ગુરુ કહેતાં લાજવું - શરમાવું નહીં. પણ પંથક નામક શિષ્યની જેમ ગુરુમહારાજનું બહુમાન કરવું તેમના દોષ ગ્રહણ કરવા નહીં. સદા ગુરુથી પરતંત્ર રહેવું પણ સ્વચ્છંદી કે નિઃશંકપણું રાખવું નહીં.
આમ રાજાએ નીચ (ઢઢની) સ્ત્રીનો સ્પર્શ કર્યો એ વાત ગુરુ જાણી ગયા છે એમ રાજાને જણાતાં તેણે વિચાર્યું - અહો મારું હનકૃત્ય ગુરુ જાણી ગયા, હવે મારે મોટું કેવી રીતે બતાવવું? પછી તેણે શુદ્ધિ માટે લોઢાની પૂતળી તપાવી સ્પર્શ કરવાનો નિર્ણય કર્યો. આ વાતની ખબર પડતાં ગુરુશ્રીએ શ્લોકો લખી મોકલી તેને વાર્યો. (સવિસ્તર આ દષ્ટાંત પૂર્વે લખાયું છે.)
એક ઘેવર ખાતાં ખાતાં કુમારપાળ રાજાને પૂર્વે ખાધેલા માંસનો સ્વાદ સાંભરી આવ્યો. તરત વિચાર્યું કે “અરે ! મારી કેવી વિચિત્ર સ્થિતિ? વર્ષોથી જેનો ત્યાગ તે વિચારમાંય કેમ આવે? આ વાતની ગુરુમહારાજને જાણ થશે, તો મારું જીવન ધિક્કારને પાત્ર થશે.” આમ વિચારી રાજા પોતાના દાંત પડાવી નાંખવા તૈયાર થયા. આ જાણી તત્ત્વજ્ઞ પ્રધાનોએ વાર્યા. પછી ગુરુ મહારાજને બધી વાત જણાવી, ને ગુરુ મહારાજે આપેલ પ્રાયશ્ચિત્તાનુસાર ઘેબરના રંગ અને આકારવાળો એક હજાર ને ચૌદ થાંભલાવાળો જિનેશ્વરદેવનો નૂતન મહાપ્રાસાદ કરાવ્યો. ઇત્યાદિ અનેક ઉત્તમ પુરુષોના ચરિત્રથી ગુરનિષ્ઠા જાણવી. અન્ય મતમાં પણ લખ્યું છે કે –
एकाक्षरप्रदातारं, यो गुरुं नाभिमन्यते ।
श्वानयोनिशतं गत्वा, चंडालेष्वभिजायते ॥१॥ અર્થ - એકાદ અક્ષર પણ ભણાવનાર ગુરુને જે માણસ ગુરુ તરીકે જો ન માને તો તે સો વાર કૂતરાની યોનિમાં ઉત્પન્ન થઈ ચાંડાળને ત્યાં અનેકવાર ઉત્પન્ન થાય છે.
તેવી જ રીતે શ્રુતનો પણ અપલાપ ન કરાય. જેની પાસે જેટલું શ્રુત ભણ્યા હોઈએ તેટલું