________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪)
૨૩૧ વિમુખ અને બાહ્યદૃષ્ટિ હોય છે તે બાહ્યપદાર્થોમાં સતત ભમ્યા કરે છે. જે કામાંધ જીવો છે તે ભીના ગોળા જેવા સાટું છે અને તેથી તે કર્મરૂપી કાદવમાં ચોંટી-ખૂંપી જાય છે, એટલે કે કર્મકાદવથી ખરડાય છે. ત્યારે જે ક્ષમાદિ ગુણોના ધારક તથા સંસારના ક્ષણિક સુખની વાસ્તવિકતાના જાણતેથી જ તે સુખોથી પરાશમુખ હોઈ સૂકા ગોળા જેવા આ મુનિઓ છે તેઓ સૂકા ગોળાની જેમ કશે જ ચોંટતા નથી – પ્રતિબંધ પામતા નથી – એટલે કે તેમને પણ કર્મ ચોંટતાં નથી.
एवं लग्गंति दुम्मेहा, जे नरा कामलालसा ।
विरताओ न लग्गंति, जहा से सूक्कगोलए ॥२॥ અર્થ - આ પ્રમાણે કામલાલસાવાળા દુબુદ્ધિ જીવો પ્રતિબંધ પામે છે - ચોંટી જાય છે – પણ તેથી વિરત થયેલા જીવો સૂકા ગોળાની જેમ કશે જ ચોંટતા નથી.
जह खलु सूसिरं कटुं, सूचिरं सूक्कं लह डहइ अग्गी । तह खलु खवंति कम्मं, सम्मं चरणट्ठिया साहू ॥३॥
અર્થ - ખરેખર જેમ પોલાણવાળા અને લાંબાકાળથી સુકાયેલા કાષ્ટને અગ્નિ સહેજે બાળી નાંખે છે તેમ, સમ્યફપ્રકારે ચારિત્રધર્મમાં રહેલા સાધુઓ કર્મને પણ શીઘ જ ખપાવે છે –
આ સાંભળી રાજા ઘણો પ્રભાવિત થયો અને બોધ પામ્યો. બાળમુનિ ચાલ્યા ગયા. જ્યારે ત્યારે રાજા તે સાધુ અને તેમના ધર્મની મંત્રી પાસે ખૂબ ખૂબ પ્રશંસા કરતો, મંત્રીએ રાજાને જે યુક્તિથી ધાર્મિક બનાવ્યો, તે પ્રમાણે બીજાએ પણ સંપર્કમાં આવતા જીવોને ધર્મમાં જોડવા.
જેમ પવિત્ર હૃદયવાળા બાળમુનિએ શૃંગારરસવાળા સમસ્યાના ચરણને નિર્દોષ અને હિતકારી એવી સમસ્યાની પૂર્તિમાં જોડી-શૃંગાર યોગ્ય શબ્દને પણ વૈરાગ્યમય ગાથામાં ગૂંથીસામાન્ય ધર્મશાસ્ત્ર કરતાં જૈનશાસ્ત્રને મહત્ત્વ અપાવ્યું - તે પ્રમાણે વિવેકી અને સમજુ જીવોએ પણ ઉદ્યમ કરવો. કિંતુ મિથ્યાત્વીઓના શાસ્ત્રોની યુક્તિઓથી અથવા એકાંતવાદીના સૂત્રાર્થો પ્રરૂપી અનેકાંત આગમને હાનિ પહોંચાડવી નહીં. કહ્યું છે કે -
मिथ्यात्वशास्त्रयुक्त्याद्यैः, कंथी कार्या न सूत्रवाक् ।।
सूत्रार्थोमयनैन्हव्य-समं पापं न भूतले ॥१॥
અર્થ - સર્વજ્ઞપ્રણીત સૂત્રની વાણી મિથ્યાત્વશાસની યુક્તિ દ્વારા કંથા (ઘણા થીગડાવાળી ગોદડી) રૂપ કરવી નહીં. કારણ કે સૂત્ર તથા અર્થ એ બન્નેના નિદ્ભવ લોપક થવા સમાન બીજું કોઈ મોટું પાપ આ ભૂમિતલ પર નથી. કંથાનો ઉપનય સમજાવવા ભેરીનું દષ્ટાંત આપવામાં આવે છે.
ઉ.ભા.જ-૧૬