________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪
૨૩૩ આ સાંભળી શ્રીકૃષ્ણ બોલ્યા, “જો કે આ અશ્વરત્ન મારે માટે ઘણી મોટી ને મોંઘી વસ્તુ છે. છતાં નીચ લોકોને ઉચિત હોય તેવું યુદ્ધ હું નહીં કરું. તમે તમારે સુખેથી ઘોડો લઈ જાવ. આવા બળવાન વાસુદેવનું આવું ઊંચું ધોરણ અને અભુત સાહસ જોઈ દેવતા પણ ધન્ય ધન્ય પોકારી ઊઠ્યો. તેણે દેવેન્દ્રના શબ્દો કરતાં ઘણું વધારે જોયું - તેણે પ્રગટ થઈ બધી વાત જણાવી કહ્યું: “દેવોનું દર્શન કદી નિષ્ફળ નથી હોતું, માટે કાંઈક કહો તે આપું” શ્રીકૃષ્ણ મહારાજે કહ્યું : “ઉપદ્રવનું ઉપશમન કરે તેવી ભેરી આપો.” દેવે ચંદનકાષ્ઠની એક ભૂરી આપતાં કહ્યું : “આ ભેરીનો ધ્વનિ જે કોઈ સાંભળશે તેના છ મહિના જૂના રોગાદિ આતંક નાશ પામશે અને છ માસ સુધી નવા થશે નહીં. છ-છ મહિને વગડાવશો જેથી પૂર્વે જેણે નહીં સાંભળી હોય તેને પણ ઉપકારી થશે. આનંદિત થયેલા શ્રીકૃષ્ણ ભેરી લઈ રાજભવનમાં આવ્યા. દર છ મહિને અચૂક રીતે તે દિવ્ય ભેરી વગાડવામાં આવતી.
એકવાર કોઈ મહાજનને દાહવરની પીડા થઈ. ઘણા ઉપચાર કર્યા પણ એક કારગત ન થયો. વર આખા શરીરને બાળતો હતો. તે વણિક ભેરીરક્ષક રાજપુરુષ પાસે આવ્યો. લાખ રૂપિયાની લાલચે તેની પાસેથી તે ભેરીનો કકડો માંગતાં કહ્યું: પૂર્વે ભેરી વાગી ત્યારે હું અહીં ન હતો, અને પ્રાયઃ પાંચ-છ મહિના સુધી આ વર મને જીવતો પણ નહીં રહેવા દે. લોભાધીન થઈ રક્ષકે ભેરીનો કકડો કાપી આપ્યો. વણિકે લાકડાની ભેરીમાં મુખસ્થાને તે ગોઠવ્યો. રક્ષકે કાપેલી જગ્યામાં તેવું જ ચંદન સુતાર પાસે લગાડાવ્યું. લોભ લાગવાથી આ રક્ષકે તે ભેરીના બીજા કકડા પણ સુખશાંતિના ઉપાય તરીકે લોકોને આપ્યા ને પૈસા પડાવ્યા. પણ જ્યાં ત્યાં સુખડના થીગડા લાગવાથી તે ભેરી કંથા જેવી થઈ ગઈ. અવસર આવતાં તે ભેરી મંગાવી શ્રીકૃષ્ણ વગડાવી કિંતુ તેનો ધ્વનિ રાજસભામાં પણ પ્રસર્યો નહીં. તપાસ કરતાં પરિસ્થિતિની જાણ થઈ. રક્ષકને તિરસ્કારી કાઢી મૂક્યો. અઠ્ઠમતપથી દેવ પ્રગટ થયા ને બીજી ભૂરી આપી.
જે સાધુઓ-શિષ્યો-સૂત્ર કે તેના અર્થને પરધર્મીના શાસ્ત્ર સાથે અથવા સ્વમતના બીજા ગ્રંથો સાથે ભેળ-સંભેળ કરીને કંથાસ્વરૂપ કરે – અર્થાતુ અહંકારથી પરમતાદિકની સાથે સંમિશ્રા કરી સૂત્ર કે તેના અર્થને પૂર્ણ કરે તે અનુયોગ અશ્રાવ્ય છે એટલે કે સાંભળવા યોગ્ય નથી. એ પ્રમાણે ગુરુ પણ જો સૂત્ર-અર્થને કંથારૂપ કરે તો તે અનુયોગ પણ અધ્યયનને યોગ્ય નથી. “હું ઘણું અને સારી રીતે ભણેલો વિદ્વાન છું. મારે વળી બીજાને શા માટે પૂછવું જોઈએ ?” આવા અહંકારથી ઘમંડી થયેલા ભુલાઈ ગયેલો પાઠ પોતાની મતિ અનુસાર પૂરો કરે તે પણ જરાય અધ્યયનને યોગ્ય નથી જ.
લોભ, અહંકાર, કદાગ્રહ, હઠ કે શઠતાથી સૂત્ર કે અર્થને કંથારૂપ કરે તો તેને સૂત્રાર્થનો નિદ્ભવ જાણવો. સાધુ-મહારાજ આદિ સુજ્ઞ પુરુષોએ સાવધાનીપૂર્વક દોષથી બચવું અને તીર્થંકર પરમાત્માની વાણીની શ્રેષ્ઠતાને સાચવવી.