________________
૨૨૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ નવાનવા અર્થ કર્યા પરંતુ સારા શ્રાવકે તે યોગ્ય આચાર્યમાં અર્થનિદ્ભવ નામનો સાતમો આચાર જાગતો કર્યો.
સહુએ આચારવાન થવા પ્રયત્ન કરતા રહેવું.
૨૬૬
શ્રુત-અર્થ-અનિલવ-આઠમો શ્રુતાચાર सूत्रार्थयोर्द्वयो व निह्नवं कुरुते सुधीः ।
अष्टमः स्यात्तदाचारः श्रुतवद्भिः श्रुते स्तुतः ॥१॥ અર્થ - સારી બુદ્ધિવાળો આત્મા, સૂત્ર અને અર્થ એ બને (ની યથાર્થતાને) ગોપવવારૂપ નિદ્ભવ કરતો નથી. આ આઠમો આચાર છે અને શાસ્ત્રકારોએ શાસ્ત્રમાં તેની પ્રશંસા કરી છે. આને ઉદાહરણથી સમજાવે છે.
શ્રી અભયદેવસૂરિજીનું ઉદાહરણ શ્રી અભયદેવસૂરિજી મહારાજ સોળ વર્ષ જેવી ઊગતી વયમાં જ જૈન-જૈનેતર સકલ શાસ્ત્રના પારગામી થયા હતા. તેઓ વ્યાખ્યાનમાં રસનું નિરૂપણ એવું અદ્ભુત કરતા કે સાંભળનાર સામે તાદશ ચિતાર ઊભો થતો. એકવાર શ્રી ભગવતીસૂત્રમાં વર્ણવેલાં ચેડારાણા અને કોણિકના મહાસંગ્રામનો વિષય ચાલતો હતો. રથકટક અને મુશલની સંહારકતાનું વર્ણન કરતાં તેમાં રૌદ્રવિરરસનું એવું તો વર્ણન કર્યું કે સાંભળનારા શસ્ત્રધારી ક્ષત્રિયો તો યુદ્ધ માટે સન્નદ્ધ થઈ ગયા ને હાકોટા પણ કેટલાક કરવા લાગ્યા. આ જોઈ અવસરના જાણ અભયદેવસૂરિજીના ગુરુ જે પાસે જ બેઠા હતા તેમણે નાગનતુઓનું વર્ણન કરતાં એવો શાંતરસ વહાવ્યો કે સહુ પરમ શાંતિ પામ્યા ને વિચાર્યું અમારી અધીરતાને ધિક્કાર છે, વ્યાખ્યાનમાં પણ અમે પ્રમાદથી ઉન્મત્ત થયા. ધન્ય તો ગુરુએ વર્ણવેલા નાગનતુક શ્રાવકને છે, જેણે રણસંગ્રામમાં પણ પોતાના આત્મધર્મની પુષ્ટિ કરી. પછી અવસરે ગુરુ મહારાજે શ્રી અભયદેવને કહ્યું “વત્સ! તારી પ્રતિભા-વર્ણનશક્તિ અને બુદ્ધિની તીક્ષ્ણતા અદ્ભુત છે, પરંતુ તારે લાભાલાભનું ધ્યાન રાખી વર્ણન-વિવરણ કરવું જોઈએ.” શ્રી અભયદેવમુનિએ આદરથી “તહત્તિ” કહ્યું.
કેટલાક દિવસ પછી સાંજનું પ્રતિક્રમણ કરી સાધુઓ સ્વાધ્યાય-પુનરાવર્તન કરતા હતા. કોઈ સાધુ મહારાજ શ્રી અભયદેવ મહારાજ પાસે “અંબરતરવિઆરણિઆહિં” ઇત્યાદિ શ્રી અજિતશાંતિની આ ચાર ગાથાનો અર્થ સમજવા આવ્યા. તેમણે શ્રી જિનેશ્વર અજિતનાથજીને વંદન કરવા આકાશથી ઊતરતી સુંદર દેવાંગનાઓની સુંદરતા અને ભાવનાનું વર્ણન કર્યું. તેમાં