________________
૨૦૯
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪
આ સાંભળતાં જ ગુરુ મહારાજે વિસ્મિત થઈ પૂછ્યું “શું કહે છે?” તેણે કહ્યું “સાચું જ કહું છું. મેં સ્થાપન કરેલો સિદ્ધાંત દોષિત નથી. કારણ કે ગરોળી આદિની છૂટી પડેલી પૂંછડી આદિને નોજીવ તરીકે માનવામાં જરાય વાંધો આવતો નથી. સૂત્રમાં ધર્માસ્તિકાય આદિના દશ ભેદ જણાવેલા છે, છતાં ધર્માસ્તિકાયના પ્રદેશની અલગ ગણતરી કરી છે. અન્યથા દશભેદ થઈ શકે નહીં. તેવી જ રીતે ગરોળીની પૂંછડી કે મનુષ્યાદિના છેડાયેલા હાથ-પગ આદિ અવયવ જીવથી તો ભિન્ન જ છે, અને તે હલતા કે તરફડતા જણાય છે, માટે અજીવથી પણ ભિન્ન જ છે. માટે સિદ્ધ થાય છે કે આ વસ્તુ જીવ તેમજ અજીવ બન્નેથી જુદી છે. ને તેને નોજીવ કહેવામાં કશો જ બોધ આવતો નથી.”
આ સાંભળી ચકિત થયેલા ગુરુએ તેને ઘણો સમજાવ્યો ને રાજસભામાં લઈને આવ્યા. ત્યાં સત્યમાર્ગની પ્રરૂપણા કરતાં કહ્યું “શ્રી જિનઆગમમાં જીવ અને અજીવ એમ બે જ રાશિ જણાવેલ છે, ને તે સિવાય કોઈ ત્રીજી રાશિ જણાવેલી નથી. ધર્માસ્તિકાય આદિના પ્રદેશો પણ ધર્માસ્તિકાયથી કાંઈ જુદા નથી તન્મય છે. વિવક્ષાએ કરીને સમજાવવા માટે જ જુદા ગણાવેલ છે. પૂંછડી આદિનો જીવ ગરોળીના જીવથી જુદો નથી, જીવ તો અભિન્ન એક જ છે. શ્રી ભગવતીજી સૂત્રમાં જણાવ્યું છે કે –
પ્રશ્ન - હે ભગવંત! કાચબાની શ્રેણી, ગરોળી, વૃષભ, મનુષ્ય, પાડો કે તેની શ્રેણી, તેના બે ખંડ, યાવતુ અસંખ્ય ખંડ છેદીને કરવામાં આવે તો તે શરીર અને અવયવના અંતરામાં જીવપ્રદેશ હોય છે?
ઉત્તર :- હા, ગૌતમ હોય છે.
પ્રશ્ન:- હે ભગવંત ! અંતરામાં રહેલા તે જીવપ્રદેશને કોઈ પુરુષ હાથ, પગ, કાઇ કે તણશસ્ત્રથી છેદતો અથવા અગ્નિ આદિથી બાળતો તે આત્મપ્રદેશને અલ્પ કે અધિક બાધા-પીડા ઉપજાવી શકે છે?
ઉત્તર:- ના, ગૌતમ! આ અર્થ સમર્થ નથી. અર્થાત્ અંતરે રહેલી આત્મપ્રદેશની શ્રેણિ ઉપર કોઈ આક્રમણ કરી શકે નહીં.
આચાર્યશ્રીએ કહ્યું : ગરોળી અને તેની પૂંછડીના વચ્ચે રહેલા જીવ પ્રદેશો અરૂપી છે માટે - દેખી શકાતા નથી. જેમ દીપકનાં કિરણો કોઈ દેખીતી વસ્તુ પર પડ્યાં હોય તો જ જોઈ શકાય છે પણ એમ ને એમ અધ્ધર કે અવકાશમાં હોય તો જોઈ શકાતાં નથી. તે જ પ્રમાણે તે રોહગુપ્ત ! અંતરામાં રહેલા આત્મપ્રદેશો જોઈ શકાતા નથી. બોલવું, શ્વાસોચ્છવાસ લેવો, દોડવું, વળગવું, ધ્રુજવું ઈત્યાદિ ક્રિયાઓ દેહમાં થઈ જણાય છે, પણ વચમાં જણાતી નથી, માટે સૂક્ષ્મ એવા કાર્મણદેહથી યુક્ત હોવા છતાં તે આત્મપ્રદેશો ઔદારિક દેહથી વિયુક્ત હોઈ ચક્ષુથી જોઈ શકાતા નથી. તે જીવના પ્રદેશો જીવથી તું ભિન્ન માનીશ કે