________________
૨૧૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૨૫
અનિલવ-સાતમો શ્રુતાચાર शब्दार्थानामलोराह्व आचारः सप्तमः शुभः ।
तल्लोपेन महत्पापं, पुण्यं वयं तदाश्रयात् ॥१॥ અર્થ - શબ્દના અર્થનો લોપ ન કરવા રૂપે અર્થાનિદ્ભવ નામનો શ્રુતનો સાતમો શુભકારી આચાર છે. અર્થનો લોપ કરવો તે મહાપાપ છે અને અર્થનો આશ્રય કરવાથી શ્રેષ્ઠ પુણ્યનો સંચય થાય છે.
શબ્દના અર્થને લોપવા ઉપર શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીનું દષ્ટાંત છે. આ સાતમા આચારથી જે મહાપાપ લાગે છે તે વચનથી કહી શકાય તેવું નથી, અર્થાત અતિભીષણ પાપ લાગે છે. આ વિષય ઉપર બારાક્ષરી ભણનાર ભરડાનું દષ્ટાંત છે તેમજ આ આચારનો આશ્રય કરનાર શ્રેષ્ઠ પુણ્યવાન થાય છે તેના ઉપર પણ ભરડાનું દષ્ટાંત છે.
શ્રી હેમચંદ્રસૂરિજીનું દષ્ટાંત અણહિલ્લપુર પાટણમાં રાજા સિદ્ધરાજ જયસિંહના રાજ્યકાળમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ પધાર્યા હતા અને પાંડવ ચરિત્રનું પ્રવચન કરતા હતા. પાંડવો શત્રુંજય ગિરિરાજ પર મુક્તિ પામ્યાનો ઉલ્લેખ સાંભળી કેટલાક અસહિષ્ણુઓએ રાજાના કાન ભંભેર્યા અને કહ્યું: “આ આચાર્ય તો ભગવાન વેદવ્યાસની વાણીને જ દૂષણ આપે છે - તે ઘણું જ અઘટિત કહેવાય.” રાજાએ આચાર્યશ્રીને અવસરે પૂછ્યું કે - “સ્વામી ! આજકાલ શાનું પ્રવચન પ્રસાદ કરો છો?' આચાર્યશ્રીએ કહ્યું: “હાલમાં પાંડવચરિત્ર વંચાય છે.” રાજાએ ફરી પૂછ્યું કે “પાંડવો ક્યાં મુક્તિ પામ્યા?” ત્યારે શ્રી જિનેશ્વર પરમાત્માના આગમના અર્થનો આશ્રય કરનારા આચાર્યશ્રીએ કહ્યું: “નિર્મળ ચારિત્ર અને સત્ત્વપૂર્ણ તપસ્યા દ્વારા અષ્ટ પ્રકારનાં દુષ્ટ કર્મોનો નાશ કરી, અનશન કરી, અનેક મુનિશ્રેષ્ઠો સાથે પાંડવો સિદ્ધગિરિ પર સિદ્ધિ પામ્યા છે. ત્યારે રાજાએ તરત કહ્યું : “પાંડવો હિમાલય ઉપર સિદ્ધ થયા તેને સહુ જાણે છે. તેમજ તે ભગવાન વ્યાસના વાક્યથી પ્રમાણિત હોઈ આપનું વાક્ય અપ્રમાણ ઠરે છે. આચાર્યશ્રીએ કહ્યું : “રાજા સાંભળો, સાંભળવા જેવી વાત છે. મહાભારતની જ આ વાત છે.
ધનુર્ધારી અર્જુનની બાણાવલીથી વીંધાઈને જ્યારે મહાદાનેશ્વરી કર્ણ પૃથ્વી પર પટકાયા ત્યારે તેના દાતૃત્વની પરીક્ષા કરવા શ્રીકૃષ્ણ બ્રાહ્મણનું રૂપ લઈ કર્ણ પાસે યાચના કરવા આવ્યા ને “મને કાંઈક આપો' એમ કહ્યું ત્યારે પોતા પાસે કાંઈ ન હોવાને લીધે કણે પથરો ઉપાડી સોનાની રેખાવાળો પોતાનો દાંત પાડવા માંડ્યો. તરત તેને તેમ કરતાં વારી શ્રીકૃષ્ણ પોતાની ઓળખાણ