________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪
૨૧૯ આપતાં કહ્યું: “તમે સાચા ઊતર્યા છો, હું તમારા પર પ્રસન્ન છું.” કર્ણે કહ્યું “નાથ ! આપનાં દર્શન થયાં છે માટે મુક્તિ તો મળશે જ, પણ આપની પ્રસન્નતા છે માટે એક યાચના કરું છું કે જે જગ્યાએ કોઈના પણ અંતિમ સંસ્કાર ન થયા હોય ત્યાં મારી દાહક્રિયા કરવામાં આવે અને થોડી વારે કર્ણ મૃત્યુ પામતાં શ્રી કૃષ્ણ તેના શરીરને લઈ તેવા સ્થાનની તપાસમાં ચાલ્યા. ક્યાંય એવું સ્થાન ન મળવાથી સમુદ્ર મધ્યના કોઈ પર્વતની ટોચ પર આવ્યા. યોગ્ય સ્થાન માની તેમણે અંતિમક્રિયા માટે ચિતા રચવા માંડી ત્યાં આકાશવાણી થઈ કે -
अत्र द्रोणशतं दग्धं, पाण्डवानां शतत्रयम् ।
दुर्योधनसहस्त्रं च, कर्णसंख्या न विद्यते ॥१॥ અર્થ:- અહીં એકસો દ્રોણ, ત્રણસો પાંડવ અને એક હજાર દુર્યોધનોને અગ્નિદાહ આપવામાં આવ્યો છે, ત્યારે કર્ણો તો એટલા બધા અહીં બાળવામાં આવ્યા છે કે તેની સંખ્યા જ નથી.
માટે હે ભલા રાજા ! જો ત્રણસો પાંડવો ત્યાં બાળવામાં આવ્યા હોય તો અમારા પાંચ પાંડવો શત્રુંજય ગિરિરાજ પર સિદ્ધ થયા અને આપના પાંચ પાંડવો હિમાલયમાં સિદ્ધ થયા. એમ માનવામાં કશું જ ખોટું નથી. આચાર્યદેવની યુક્તિસંગત વાણી સાંભળી રાજા આનંદ પામ્યો, સૂત્ર-સિદ્ધાંતની તેમની વફાદારી અને ઊંડું પરિશીલન જોઈ રાજાને તેમના ઉપર બહુમાન થયું.
તાત્પર્ય એ છે કે મોટું કષ્ટ આવી પડે તો પણ બુદ્ધિશાળી મનુષ્ય સિદ્ધાંતના શબ્દના અર્થને દૂષણ ન લગાડવું જોઈએ. યથાર્થ જે અર્થ થતો હોય તે જ કહેવો જોઈએ. પરમ મુનિઓએ આ પ્રમાણે પરમ રહસ્ય નિર્મીત કર્યું છે ને તેનો પરમ આદર કરવો જોઈએ.
ભરડાનું દૃષ્ટાંત ધનસાર નામે ગામે ઘણાં મૂર્ખ ભરડા વસે. આપણામાં કોઈ જ ભણેલો કે પંડિત નથી. માટે એકાદ જણને તૈયાર કરવો એવું તેમણે એકઠા મળી નક્કી કર્યું અને એક નંદન નામના ચતુર જણાતા છોકરાને કોઈ પંડિત પાસે ભણવા મોકલ્યો. તે ભરડો હોવાથી મૂર્ખ જ હતો. ઘણા પરિશ્રમે ત્રણ વર્ષમાં તે માત્ર બારખડી-બારાક્ષરી ભણ્યો. અંતે પંડિતે છોકરો પાછો સોંપતાં કહ્યું
આ નંદન વેદમાતા ભણી ચૂક્યો છે.” પેલા મહાજડ ભરડાઓ પણ ઘણા પ્રસન્ન થયા અને વેદમાતા ભણેલા નંદનનું બહુ આદર માન કરવા લાગ્યા. તે ત્યાં સુધી કે નંદન જે કાંઈ કહે તે તેઓ વિના વિચાર્યું દોડીને કરવા લાગતા. એક વાર તે ગામમાં અચાનક આગ લાગી. એક ઝાડ સળગી જતાં તેના ઉપરના કાગડા બળી બળીને નીચે પડ્યા હતા, તે જોઈ ભરડાઓએ નંદનને પૂછયું “પંડિત ! આ બળી ગયેલા કાગડા ખવાય કે નહીં ?' નંદને કહ્યું કે “વેદમાતામાં લખ્યું છે કે “ક એટલે કાગડા અને ખ એટલે ખાવા યોગ્ય છે. માટે તમે ખાઈ શકો છો, તેઓ ખાવા તૈયાર થયા એવામાં બહારથી ચાલ્યા આવતા કોઈ વિદેશી વિદ્વાને પૂછયું “અરે ! આ શું કરો છો ?' તેમણે નંદન પંડિતે કહ્યા પ્રમાણે કહ્યું. તેણે વિચાર્યું કે “આ મહામૂર્ખાઓ જણાય છે.' પછી નંદનને પૂછ્યું