________________
૨૧૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ પ્રયોગ થઈ શકે જેને સંસારમાં કોઈ અશુદ્ધ કહે તેમ નથી. વિદ્વાન, મંત્રીના કથનથી પ્રેરાઈ પચાસ વર્ષની વયે પહોંચેલા મહારાજા કુમારપાલે શબ્દશાસ્ત્રની શુદ્ધ વ્યત્પત્તિ માટે શ્રી દેવ-ગુરુના અર્ચનપૂર્વક-ગુરુ મહારાજે કૃપા કરી આપેલ સિદ્ધસારસ્વત મંત્રની આરાધના કરી અને સરસ્વતી દેવીની કૃપાથી તેઓ એક વર્ષમાં વ્યાકરણ તેમજ યાશ્રય આદિ કાવ્ય ભણ્યા તથા ચોવીશ તીર્થકર પરમાત્માઓની સ્તુતિમય બત્રીશીની સંસ્કૃત ભાષામાં પોતે રચના કરી. તેનો પ્રથમ શ્લોક આ પ્રમાણે છે.
यत्राखिलश्रीश्रितपादपद्मं युगादिदेवं स्मरता नरेण । सिद्धिर्मयाप्या जिन ! तं भवन्तं युगादिदेवं प्रणतोऽस्मि नित्यम् ॥१॥
અર્થ - હે જિનેન્દ્ર દેવ ! સમસ્ત લક્ષ્મી જેના ચરણકમળમાં આશ્રય પામી છે એ શ્રી યુગાદિદેવ-આદિનાથને સ્મરતો માણસ મુક્તિ મેળવે છે. ને તે મુક્તિ માટે પણ મેળવવી છે. માટે હે ભગવંત! હું નિરંતર આપને નમેલો છું – પ્રણામ કરું છું.
પછી તો શાસ્ત્રના વિચારમાં રાજા ઊંડાણથી અવલોકન કરતા થયા. તેથી તેમને શાસ્ત્રવિવારવતુર્મુd' નું બિરૂદ આપવામાં આવ્યું. હવે વ્યંજનના આધિક્સથી થતો અનર્થ સમજાવવા સમ્રા અશોક અને કુણાલનું દૃષ્ટાંત જણાવે છે.
સમ્રા અશોક અને કુણાલ ચતુર ચાણક્યની સહાયથી નવમા નંદરાજાને જીતી ચંદ્રગુપ્ત પાટલીપુત્રનો રાજા અને આગળ જતાં સમ્રાટ્ બન્યો. તેણે મૌર્યવંશની સ્થાપના કરેલી. તેનો પુત્ર બિંદુસાર, ને બિંદુસારને અશોક નામે પુત્ર થયો. અશોક મહાસામ્રાજ્યનું આધિપત્ય ભોગવતો ને સમ્રાટ્ કહેવાતો. તેણે કુણાલ નામનો સુંદર પુત્ર થયો. કુમારભૂક્તિ (હાથ ખર્ચ માટે તેને અવંતીનગરીની આવક આપવામાં આવી અને કુમાર માટે નિરુપદ્રવ સ્થાન જાણી તેને (કુણાલને) પણ અવંતીમાં જ રાખ્યો. ત્યાં રાજયના માણસોએ જીવની જેમ કુમારનું જતન કર્યું. ક્રમે કુમાર આઠેક વર્ષનો થતાંકુમાર હવે વિદ્યાગ્રહણને યોગ્ય થયો છે એમ સમજી સમ્રા અશોકે પુત્ર પર પત્ર લખી મોકલ્યો કે “કુમાર ? રૂપIત ત્વચાથતવ્યનિતિમલાણાવિ વિધેયા !' (હકુણાલકુમાર, તારે હવે અભ્યાસ કરવો એવી આ મારી આજ્ઞા તારે શીઘ અમલમાં મૂકવી). રાજા પત્ર લખી બંધ કરવાનો હતો ત્યાં કોઈ અગત્યના કામે ક્ષણનો વિલંબ થયો. એવામાં કુણાલની ઓરમાન માતાએ તે વાંચી મધીતવ્ય ના ગ ઉપર કાજળથી અનુસ્વારનું ટપકું કરી નાંખ્યું. તેથી કંથીતવ્ય થઈ ગયું. અનુસ્વાર સ્વરૂપ એક જ માત્રા વધી જવાથી મહાઅનર્થ સર્જાયો.
પછી રાજાએ એ પત્ર બીડી અંગત માણસ સાથે અવંતી મોકલ્યો. કુમારે પોતાના પિતાના નામ-મુદ્રા અને અક્ષરથી અંકિત એ પત્ર તેણે બે હાથે લઈ માથે ચડાવ્યો ને આનંદપૂર્વક ઉઘાડીને