________________
૨૧૩
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ બોલવું. જેમ કે “સંયો વિપ્રમુવલ્સ' ને બદલે “સંયોજન વિપ્રમુવતર્થ' કહેવું. બીજું પદોને પશ્ચાનુપૂર્વીએ ઊલટા સૂલટા બોલવા, જેમ કે “વિપકુવાસ સંયો' ત્રીજું-સૂત્રાદિમાં હોય તે પદો ન બોલતાં તે જ અર્થવાળા બીજા પર્યાયવાચી શબ્દો બોલવા જેમ કે “સંવંધા વિવજ્ઞિમક્સ' ચોથુંએક વર્ણને બદલે બીજો વર્ણ કહેવો જેમ કે – સંયોગના સકારના બદલે ગમે તે અક્ષર બોલવો, અને પાંચમું અન્યથાકરણ તે વર્ણનું વિપરીતપણું કરવું. જેમ કે સંયોગને બદલે તેથી ઊંધું-વિયોગ શબ્દ બોલવો. આ પ્રમાણે વ્યંજન, અર્થ તેમજ વ્યંજનાર્થમાં અન્યથા કરવાથી, ન્યૂનાધિક કરવાથી ઊપજતા દોષો જાણી લેવા. તેમાં વ્યંજનને અન્યથા કરવાના સંબંધમાં “પ્રાકૃત સૂત્રાદિને સંસ્કૃત ભાષામાં કરવાનું કહેતાં શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજને પારાંચિત પ્રાયશ્ચિત્ત કરવું પડ્યું હતું. તેમનું દષ્ટાંત પ્રથમ કહેવાયું છે.)
વ્યંજન અધિક વાપરવાના સંબંધમાં કુમારપાળ રાજાનું દષ્ટાંત નીચે પ્રમાણે જાણવું.
એકવાર મંત્રી, સામંતાદિ, શ્રેષ્ઠીઓ અને સાર્થવાહોથી ભરેલી સભામાં ગુર્જરપતિ કુમારપાળ રાજા બેઠા હતા. તે વખતે તેમને મહારાજા જયસિંહના વખતના જૂના મંત્રીઓને પૂછ્યું કે “હું મહારાજા સિદ્ધરાજ જયસિંહથી ગુણમાં હીન છું, અધિક છું કે સમાન છું?” મંત્રીઓએ કહ્યું : “મહારાજ! શ્રી સિદ્ધરાજમાં અટ્ટાણું ગુણ અને બે જ દોષ હતા, ત્યારે તમારામાં તો બે ગુણ અને અઠ્ઠાણું દોષ છે.” આ સાંભળી રાજાએ ખિન્ન થઈ ખગ પર દૃષ્ટિ નાખી, ને પરિસ્થિતિને પામેલા વૃદ્ધ મંત્રીએ કહ્યું “સ્વામી! અમારો આશય એ છે કે સિદ્ધરાજના અઠ્ઠાણું ગુણોનો બે દોષોએ નાશ કર્યો હતો.” રાજાએ પૂછ્યું “કયા દોષો?' તેમણે કહ્યું “યુદ્ધમાં કાયરતા અને સ્ત્રીની લંપટતા. ત્યારે આપનામાં કૃપણતાદિ જે અઠ્ઠાણું દોષો છે તે સંગ્રામશૂરતા ને પરનારી સહોદરતા આ બે ગુણોથી ઢંકાઈ ગયા. સત્ત્વ અને શીલ સર્વ ગુણનો આધાર હોઈ આપ સર્વ ગુણીજનોમાં શિરોમણિ છો. ઇત્યાદિ મંત્રીનાં વચનો સાંભળી રાજા સંતુષ્ટ થયા. તે વખતે કોઈ કવિરાજે કવિત ગાયું -
पर्जन्य इव भूताना-माधारः पृथिवीपतिः ।
विकलेऽपि हि पर्जन्ये, जीव्यते न तु भूपतौ ॥१॥ અર્થ :- જીવોને મેઘની જેમ રાજા આધાર છે. મેઘની અવકૃપાએ કદાચ જિવાય પણ રાજાની અવકૃપાથી જિવાતું નથી. આ સાંભળી પ્રસન્ન થયેલા રાજા બોલ્યા : “રાજાને મેઘની ઉપગ્યા આપી સરસ સામ્યતા બતાવી, અહીં રાજા ઉપમાના બદલે ઉપમ્યા બોલ્યા, જે વ્યાકરણની દૃષ્ટિએ અશુદ્ધ શબ્દ હતો. બધા સભાજનોએ પણ રાજાને પ્રસન્નતા બતાવી પણ એક કપર્દી નામના વિદ્વાન મંત્રીને નીચું મુખ કરી જતાં જોઈ રાજાએ કારણ પૂછ્યું. તેણે કહ્યું, “મહારાજ ! આપ શબ્દશાસ્ત્રથી વિરુદ્ધ ઉપમ્યા શબ્દ બોલ્યા તેથી મારું માથું શરમથી નમી પડ્યું.”
નીતિમાં કહ્યું છે કે – રાજા વિનાનું જગત સારું પણ મૂર્ખ રાજા સારો નહીં. મૂર્ખ રાજાથી તો બધે અપકીર્તિ જ ફેલાય છે. ઉપમ્યા ને બદલે ઉપમાન, ઔપચ્ચ કે ઉપમા આદિ શબ્દનો