________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ આ સાંભળી તાપસે વિચાર્યું “આ સાધુઓ અદ્ભુત વિદ્વાન હોય છે. તેમની સાથે વિવાદ કરી ફાવવા જેવું તો છે જ નહીં. એમને જીતવાનો એક જ રસ્તો કે એમને સંમતપક્ષ તેમની સામે સ્થાપવો, પોતાના મતનું એ ખંડન કરી શકે નહીં ને થાપેલો મત ન ઉથાપવાથી તે હારે જ. ઇત્યાદિ વિચારી તેણે પૂર્વપક્ષ માંડતાં કહ્યું : “આ સંસારમાં જીવ અને અજીવ એમ બે જ રાશિ છે. આ સંસારમાં તે પ્રમાણે જ જોવામાં આવે છે, માટે ધર્મ અને અધર્મ-દ્રવ્ય અને ભાવ આદિ બે બે રાશિ છે તેમ, (અહીં વાદીનાં ત્રણ વાક્યો છે. તેમાં જીવ-અજીવ એ જ રાશિ છે તે પક્ષ. તે જ પ્રમાણે જોવામાં આવે છે તે હેતુ અને ધર્મ અને અધર્મ આદિની જેમ તે ઉદાહરણ. આ ત્રણે મળવાથી અનુમાન પ્રમાણ થાય.)
આ સાંભળીને રોહગુપ્ત વાદીની ધીઠતાનું માપ કાઢ્યું કે “આ તો જબરો છે. અમારી વસ્તુથી જ અમને જીતવા માંગે છે. પણ આજે તો તેને પાઠ ભણાવું તો જ ખરો. માત્ર વાદીનો પરાભવ કરવાની જ અભિલાષાથી સત્ય વાતને જુદી સાબિત કરવા રોહગુખે કહ્યું ખોટી વાત. તમે આપેલા હેતુ અસિદ્ધ છે, કારણ કે તે બીજી રીતે જોવામાં આવે છે. સંસારમાં બે નહીં પણ જીવ-અજીવ અને નોજીવ એમ ત્રણ રાશિ સ્પષ્ટ જણાય છે. માનવ-પશુ આદિ જીવ, પરમાણુ ત્રસરેણુ-ઘટ આદિ અજીવ તથા ગરોળીની કપાઈ ગયેલી પૂંછડી નોજીવ છે. તેથી સિદ્ધ થાય છે કે જીવ, અજીવ અને નોર્જીવ એમ ત્રણ રાશિ છે, તે જ પ્રમાણે દેખાય છે માટે. અધમ, મધ્યમ અને ઉત્તમ રાશિની જેમ. ઇત્યાદિ તર્કબદ્ધ અને પાંડિત્યપૂર્ણ ઉત્તર આપી પોતાની અકાટ્ય યુક્તિઓથી તે તાપસનો પરાજય કર્યો. તેથી ક્રોધિત થયેલા તાપસે રોહગુપ્ત પર વિદ્યાના બળે અનેક વીંછી વિકર્વી ઉપદ્રવ કર્યો. રોહગુપ્ત મયૂરી વિદ્યાથી તેનો નાશ કર્યો. તાપસે સર્પ વિકવ્ય ને રોહગુપ્ત નોળિયા, આમ ઉંદરનો બિલાડા, મૃગનો વાઘ, ડુક્કરનો સિંહ ને કાગડાનો ઘુવડથી રોહગુપ્ત પ્રતિકાર કર્યો. આથી ખીજવાયેલા તાપસે ધસમસતી સમળી વિકર્વી ને રોહગુપ્ત તરત બાજ મૂકી બધી નસાડી મૂકી. તાપસ ક્રોધથી ધ્રૂજતો ગર્જના કરવા લાગ્યો ને તેણે ગર્દભી વિદ્યાનો પ્રયોગ કર્યો. રોહગુપ્ત ગુરુ મહારાજે જણાવ્યા પ્રમાણે તરત પોતાનો ઓઘો શરીર ફરતો ફેરવવા માંડ્યો. તેથી ગભરાઈ ગયેલી ગર્દભી (ગધેડી) તાપસ ઉપર મૂત્રાદિ કરી નાસી ગઈ.
અંતે તાપસ થાકી નિરુપાય થઈ ગયો. રોહગુપ્ત સાધુનો જયકાર થયો ને તાપસ પલાયન કરી નાઠો. મોટા આડંબરપૂર્વક જનસમૂહરોહગુપ્તને ઉપાશ્રયે મૂકવા આવ્યો. બધી વાત સાંભળી આચાર્યશ્રીએ કહ્યું : “તાપસને જીત્યો એ તો ઠીક, પણ તે ત્રણ રાશિની સ્થાપના કરી તે ઘણું ખરાબ કહેવાય. કાંઈ નહીં તો પાછા ફરતાં સભામાં કહી દેવું હતું કે આ વિતંડાવાદીને જીતવા ખાતર ત્રણ રાશિની વાત કરી હતી, વસ્તુતઃ જીવ અને અજીવ એ બે જ રાશિ છે. જે બન્યું તે પણ હવે તું જલદી જા અને રાજસભામાં સાચી વાત કહીને પાછો આવ. પહેલાં તો તેણે ગણકાર્યું નહીં, પણ વારે વારે કહેવાથી તેણે કહ્યું કે “હવે એ મારાથી નહીં બને.” ગુરુએ કહ્યું “કેમ ન બને? ચાલ હું સાથે આવું.” રોહગુખે કહ્યું “મેં કહ્યું તે બરાબર કહ્યું છે. મારે જવાની કશી આવશ્યકતા નથી.”