________________
૨૦૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪
जह वेलंबगलिगं, जाणत्तस्स नमिउं हवइ दोसो ।
निद्धंधसं पि नाऊण, वंदमाणे धुवो दोसो ॥१॥ અર્થ - ભવાઈ આદિમાં લેવાતા સાધુવેશવાળાં વિદુષકાદિને વાંદવાથી દોષ લાગે છે તેમજ નિર્ધ્વસ પરિણામી વેશધારી મુનિને જાણવા છતાં વંદન કરવામાં આવે તો પણ અવશ્ય દોષ લાગે છે.
વિશેષ સમજણ આપતાં સ્થવિરોએ તેમને કહ્યું કે - શ્રી જિનપ્રતિમાને વંદન કરવામાં પણ તમને સર્વત્ર શંકા જ રહેશે. તેમજ આહાર, ઉપધિ, શયા આદિ પણ દેવતા વિદુર્વેલા હશે કે નહીં? તેનો નિશ્ચય ન હોવાથી આહારાદિક પણ તમારા માટે ગ્રહણ યોગ્ય ન રહ્યા અને આમ અતિશંકાના પ્રતાપે તમારા સમગ્ર વ્યવહારનો ઉચ્છેદ થશે, કારણ કે નિશ્ચયકારી જ્ઞાન વિના કોણ જાણી શકે કે આ પદાર્થ ખાદ્ય પદાર્થ છે કે કીડા છે? ઢાંકેલી વસ્તુઓમાં રત્નાદિ છે કે સર્પાદિ છે? તેનો પણ ભ્રમ અને તેના વિશે સતત સંદેહ રહ્યા જ કરવાનો. પરિણામે વસ્ત્રાદિ કે ભોજનાદિ પણ ગ્રહણ કરી શકાશે નહીં. તેમ આર્ય આષાઢદેવે કરેલું મુનિરૂપ જોયું તેવું બીજે ક્યાં ક્યાં જોયું? કે માત્ર એક જ દષ્ટાંતથી શંકાશીલ થયા છો? કારણ વિશેષે કોઈવાર કોઈ સ્થળે દેવ આદિની આવી વર્તણૂક જોઈ સર્વત્ર શંકા રાખવી કોઈ રીતે ઉચિત નથી. અંતે તમને અમારી આટલી ભલામણ ને સાચી સલાહ છે કે તમારે વ્યવહારનયાશ્રિત થઈ મોટા-નાનાનો વંદનવ્યવહાર બરાબર સાચવવો. કારણ કે છબસ્થની સમસ્ત પ્રવૃત્તિ વ્યવહાર પર જ આધારિત છે. વ્યવહારના ઉચ્છેદે તીર્થના ઉચ્છેદનો પ્રસંગ ઊભો થાય છે. સર્વજ્ઞ પરમાત્માઓ પણ વ્યવહારમાર્ગનો લોપ નથી કરતા. મહાભાષ્યમાં શ્રી જિનભદ્ર ગણીએ કહ્યું છે કે -
શ્રુતવ્યવહાર પણ બળવાન છે. શ્રતવિધિ પ્રમાણે છદ્મસ્થમુનિએ ગ્રહણ કરેલા આહારને જો તે કેવળી ભગવંતની દષ્ટિએ અશુદ્ધ હોય છતાં સર્વજ્ઞ તેને દૂષિત કહેતા નથી. અર્થાત્ તેને પ્રમાણિત માને છે.
ઈત્યાદિ ઘણી યુક્તિઓપૂર્વક સ્થવિર મુનિઓએ તેમને સમજાવ્યા પણ તેમણે પોતાનો હઠાગ્રહ છોડ્યો નહીં. તેથી તે સ્થવિરોએ તે અવ્યક્તવાદીઓને ગચ્છ બહાર કર્યા.
તે અવ્યક્તવાદીઓનો સમુદાય વિચરણ કરતો રાજગૃહી પહોંચ્યો. ત્યાંના મૌર્યવંશી જિનેન્દ્રો પાસક ધર્મનિષ્ઠ બલભદ્ર નામના રાજાએ સાંભળ્યું કે અહીં ગુણશીલ ચૈત્યમાં અવ્યક્તવાદી નિદ્વવોનો સંઘાડો આવ્યો છે તેમને બોધ થાય તે ઉદ્દેશથી રાજાએ કૃત્રિમ કોપ કરી સુભટોને આજ્ઞા કરી કે “તે સાધુઓને અહીં પકડી લાવો’ તેઓ પકડી લાવ્યા. રાજાએ તરત બીજી આજ્ઞા કરી કે “આમને ઊકળતા તેલમાં તળી હાથીના પગ તળે કચડી નાંખો.” સુભટો તે પ્રમાણે કરવા દોડ્યા. આથી ભયભીત થઈ સાધુઓ રાજાને કહેવા લાગ્યા કે “તમે શ્રાવક થઈ તમારા સાધુઓને જ