________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૨૦૩ ઉપાય કરવો જ જોઈએ અને તેમણે સર્વાનુમતે એ નક્કી કર્યું કે “કોણ સંયમી અને કોણ અસંયમી છે તે આપણે જાણી શકતા નથી - માટે આપણે પરસ્પર પણ આજથી વંદન વિધિ કરવો - કરાવવો નહીં, દોષથી તેમજ અસત્યથી બચવાનો આ જ એક રસ્તો છે. આમ કોઈ દુષ્ટ કર્મના ઉદયે મિથ્યા પરિણામવાળા તે સાધુઓએ “અવ્યક્તવાદ” સ્વીકારી પરસ્પરની વંદનવિધિનો સદંતર ત્યાગ કર્યો. બીજા વૃદ્ધ, ગીતાર્થ અને સ્થવિર સાધુઓએ તેમને હિતશિક્ષા આપતાં ભિન્ન ભિન્ન રીતે સમજાવ્યા કે “જો તમને બધા જ ઉપર સંદેહ છે, તો તે દેવ જેણે કહ્યું કે “હું દેવ છું તેના ઉપર પણ તમને સંદેહ થવો જોઈએ, કે એ અદેવ છે-દેવા નથી.”
તેમણે ઉત્તર આપ્યો - તેણે પોતે જ કહ્યું હતું કે હું દેવ છું, અને દેવનું સ્વરૂપ અમે નજરે જોયું, પછી શંકાનો ક્યાં પ્રશ્ન જ રહ્યો?
વિર - સાચી વાત. તો આ સાધુઓ પણ પોતે જ કહે છે કે અમે સાધુ છીએ, અને તેમનું સ્વરૂપ પણ આપણે નજરે જોઈએ છીએ તો પછી તેમનામાં પણ સંદેહનો પ્રશ્ન ક્યાં રહ્યો? પછી તમે પરસ્પર કેમ વંદન કરતા નથી? શું સાધુ કરતાં દેવનું વાક્ય વધારે સારું હોય છે એમ? તમારે જાણવું જોઈએ કે “ક્રીડા-કુતૂહલાદિના કારણે દેવ તો અસત્ય પણ બોલે, ત્યારે સાધુએ તો અસત્યનો ત્યાગ કર્યો હોઈ તે અસત્ય ન જ બોલે. આશ્ચર્યની વાત છે કે – પ્રત્યક્ષ સાધુઓ ઉપર તમને સંદેહ છે તો પરોક્ષ રહેલા જીવાદિ પદાર્થો ઉપર તમને તો ઘણી શંકા હશે, અનિવેશવાળા મનુષ્યમાં સાધુપણાનો તમે સંદેહ રાખો છો તો શ્રી જિનપ્રતિમાજીમાં તો ખરેખર જ જિનત્વ નથી તો તેની વંદનામાં વાંધો નહિ ને સાધુવંદનનો નિષેધ !!!
અવ્યક્તવાદી-અસંયમી દેવ પ્રવેશ કરેલા યતિવેષને વાંદવાથી તેમાં રહેલા અસંયમરૂપ પાપની અનુમતિ આવે અને આ દોષ પ્રતિમાજીમાં નથી. માટે પ્રતિમાજીને વંદનાદિમાં વાંધો નથી.
સ્થવિર - તો દેવતાથી અધિતિ પ્રતિમાજીના વંદનમાં પણ અનુમતિ દોષ આવશે !
અવ્યક્તવાદી - શુદ્ધ અધ્યવસાયવાળો માણસ પરમાત્માની બુદ્ધિથી જિનપ્રતિમાને વાંદે છે. માટે આ દોષ પ્રતિમાજીના વંદનમાં લાગે નહીં.
વિર - તો પછી શુદ્ધ અધ્યવસાયવાળો મુનિ બુદ્ધિથી મુનિરૂપને વાંદે તેમાં કયો દોષ કે જેથી તમે પરસ્પરને વાંદતા નથી? આ તો વદતો વ્યાઘાત?
અવ્યક્તવાદી - તો તો વિશુદ્ધ પરિણામવાળો વેષમાત્રના ધારક એવા પાર્થસ્થાદિકને પણ મુનિ બુદ્ધિથી વાંદે તો તેને દોષ નહિ પણ લાભ થાય એમ માનવું?
સ્થવિર - ના, તમારી યુક્તિ ઉચિત નથી. કારણ કે પાર્થસ્થાદિમાં નિગ્રંથપણાનો અભાવ રહેલો છે, આહાર-વિહાર અને વ્યવહારાદિથી તેમાં રહેલી ખામી જણાઈ આવે છે, માટે પ્રત્યક્ષ દોષવાળા પાસત્થા આદિ પ્રત્યક્ષ દોષીને વંદનાદિ કરવાથી સાવદ્યાનુજ્ઞાનો દોષ લાગે છે. કહ્યું છે કે :