________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪
अहो जिनागमे भक्तिः , अहो गुरुषु गौरवम् ।
श्री कुमारमहीभर्तुः, अहो निःसीमसाहसम् ॥१॥ અર્થ:- અહો ! શ્રી કુમારપાલભૂપાલની શ્રી જિનાગમમાં ઉત્કટ ભક્તિ છે, ગુરુમહારાજ ઉપર બહુમાનભર્યું ગૌરવ છે ને તેવું જ અદ્ભુત તેમનું સાહસ પણ નિસીમ છે.
શ્રી કુમારપાળ રાજા પોતાના ઉપવનમાં આવેલ ખરતાડવૃક્ષની સુગંધી દ્રવ્યોથી પૂજા કરી પોતે જાણે મંત્રસિદ્ધ પુરુષ હોય તેમ સ્થિર સંકલ્પપૂર્વક બોલ્યા.
स्वात्मनीव मते जैने, यदि मे सादरं मनः । __ यूयं व्रजत सर्वेऽपि, श्री ताडदुमतां तदा ॥१॥
અર્થ - ઓ ખરતાડ વૃક્ષો ! પોતાના આત્માની જેમ જ મારું મન જો શ્રી જિનમતમાં આદરવાળું હોય તો તમે તાડવૃક્ષપણાને પામો. એમ કહી રાજાએ પોતાનો સુવર્ણ હાર એક વૃક્ષના સ્કંધ ઉપર પહેરાવ્યો અને મહેલમાં આવી ધર્મમાં તત્પર બન્યા. તેમની નિષ્ઠા, ભક્તિ અને સત્ત્વ જોઈ શાસનદેવે ખરતાડવૃક્ષોને તાડવૃક્ષ બનાવી દીધાં.
સવારના પહોરમાં તો વનમાળીએ આ વૃત્તાંત વિસ્મયપૂર્વક રાજાને કહ્યો. રાજા તે જોઈ ખૂબ જ પ્રમુદિત થયા ને વનપાલકને ઉચિત દાન આપી રાજી કર્યો. દેવપૂજાદિથી પરવારી તાડનાં પત્રો લઈ ઉપાશ્રયે આવ્યા ને વંદના કરી ગુરુ ચરણે મૂક્યાં. ગુરુમહારાજના પૂછવાથી રાજાએ વિનયપૂર્વક આખી ઘટના કહી જેથી આખી સભા ચકિત થઈ. રાજા અને સભાસહિત શ્રી હેમચંદ્રસૂરિજી રાજઉપવનમાં પધાર્યા ને કાને પણ નહીં સાંભળી બીના સહુએ નજરે નિહાળી. બ્રાહ્મણાદિ તેમજ બૌદ્ધાદિ અન્યમતાવલંબી પણ ખરતાડનાં વૃક્ષોને શુદ્ધ તાડના વૃક્ષમાં પરિણત થયેલાં જાણી અચંબો પામ્યા. એ અવસરે શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીના મુખથી આ પ્રમાણે શ્લોક સરી પડ્યો.
अस्त्येवातिशयो महान् भुवनविद्धर्मस्य धर्मान्तराद्, यच्छक्त्यात्र युगेपि ताडतरवः श्रीताडतामागताः । श्रीखण्डस्य न सौरभं यदि भवेदन्यद्रुतः पुष्कलं,
तद्योगेन तदा कथं सुरभितां दुर्गन्धयः प्राप्नुयुः ॥१॥
અર્થ - વિશ્વપ્રસિદ્ધ શ્રી જિનકથિત ધર્મનો ધર્માન્તર કરતાં મહાન અતિશય છે, કે જેની શક્તિથી આ કલિયુગમાં પણ ખરતાડનાં વૃક્ષો શ્રી તાડસ્વરૂપ થઈ ગયાં અને તે યોગ્ય જ છે, કારણ કે અન્ય વૃક્ષો કરતાં સુખડના વૃક્ષમાં અધિક સુગંધ ન હોય તો સુખડના સંસર્ગથી દુર્ગધી અન્ય વૃક્ષો