________________
૧૯૯
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
વશે જેઓ ઉપધાન તપ આરાધતા નથી તેમનો નવકાર ગણવો, દેવવંદન કરવું, ઇરિયાવહી પડિક્કમવી તથા પ્રતિક્રમણાદિ ક્રિયા આખા જન્મારામાં પણ નિર્દોષ નથી કહેવાતાં, ભવાંતરમાં પણ તેમને તે તે ક્રિયાનો નિર્દોષ લાભ મળવામાં પણ કઠિનાઈ પડે, માટે ક્રિયાની શુદ્ધિ અને અધિકારિત્વ માટે શ્રાવક-શ્રાવિકાઓએ અવશ્ય છએ ઉપધાન વહન કરવાં જોઈએ. જેથી સર્વત્ર સુખની પ્રાપ્તિ થાય.
૨૬૧
યોગનું બહુમાન
योगक्रियां विना साधुः, सूत्रं पठेन्न पाठयेत् । दुष्कर्माणि विलीयन्ते श्रुतदेवी वरदा सदा ॥१॥
?
અર્થ :- યોગક્રિયા કર્યા વિના સાધુએ સૂત્ર ભણાય નહીં ને ભણાવાય નહીં. યોગ કરવાથી માત્ર તે તે સૂત્રોને અધિકાર જ નથી મળતો, પણ તેથી દુષ્કર્મનો નાશ-ક્ષયોપશમ થાય છે તેમજ શ્રુતદેવતા સદા ઇચ્છિતને આપનાર થાય છે. આ બાબત શ્રી માસતુસમુનિનું દૃષ્ટાંત આ પ્રમાણે છે :
ઉ.ભા.-૪-૧૪
પાટલીપુત્રમાં બે ભાઈઓ વેપાર વાણિજ્ય કરી જીવિકા ચલાવતા હતા. તેમણે એકવાર ગુરુમહારાજ પાસે ધર્મની શ્રેષ્ઠતાનું પ્રવચન સાંભળ્યું, વૈરાગ્યભાવ વૃદ્ધિ પામતાં તેમણે દીક્ષા લીધી. તેમાં એક ભાઈએ ભણવાનો પ્રયત્ન જ ન કર્યો ને બીજા ક્ષયોપશમ સારો હોઈ બહુશ્રુત થયા અને આચાર્યપદવી પણ પામ્યા. તેઓ પાંચસો શિષ્યસમુદાયના નાયક થયા. સાધુઓને તેઓ વાચના આપતા, તેમાં કોઈ શંકા-સંદેહ થતાં અવારનવાર તે સાધુઓ તે તે સૂત્રાદિ સમજવા આવતા. આમ થવાથી ક્રિયા અને પઠન-પાઠનમાં સઘળો સમય વીતી જતાં વિશ્રાંતિ મળતી નહીં. કોઈવાર તો રાત્રે પણ નિદ્રાનો અવકાશ ન મળતો. આમ કરતાં ભાગજોગે તેમને જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થતાં વિચાર આવ્યો કે હું શાસ્ત્રોનો પાર પામ્યો એનું જ આ દુઃખ છે. ક્ષણવાર પણ નિરાંત નથી. ધન્ય જીવન તો મારા અભણ ભાઈનું, છે જરાય ચિંતા કે ભાર ? એય નિરાંતે આહાર કરીને ઊંઘે છે. ઇત્યાદિ વિચાર કરતાં મૂર્ધન્વં હિ સહે ? મમાપિ વિત' એ શ્લોકનું ચિંતન કરી, હું હવે આ ક્લેશથી છૂટું, એવો વિચાર તો કર્યા જ કરતા હતા. ત્યાં એક વખત બધા સાધુઓ ખાસ કારણે કશે બહાર ગયા હતા. ત્યારે છટકી જવાનો અવસર મળ્યો જાણી તેઓ નગર બહાર ચાલી આવ્યા. કૌમુદી પર્વ ચાલતું હોઈ ગામની સીમામાં એક મોટો સ્તંભ રોપી લોકોએ શણગાર્યો હતો ને તેના ફરતા સારાં કપડાં પહેરી લોકો બેઠા હતા ને ગીત-સંગીતની રંગીન સભા જામી હતી. આચાર્ય એક તરફ ઊભા રહી આ કૌતુક જોતા હતા, ત્યાં ઉત્સવ પૂરો થતાં થાંભલા પરથી