________________
૧૯૭
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ) બતાવેલ ભેદ જાણવા જોઈએ. આ બાબત પ્રશ્નવ્યાકરણમાં સત્ય કેવી રીતે બોલવું? એવો પ્રશ્ન ઉપસ્થિત કરી તેના ઉત્તરમાં દ્રવ્યથી સત્ય બોલવું, પર્યાયથી સત્ય બોલવું. ઇત્યાદિ. પાઠમાં આગળ જણાવાયું છે કે નામ, આખ્યાન, ઉપસર્ગ, નિપાત, તદ્ધિત, સમાસ, સબ્ધિ, પદ, હેતુ, યૌગિક, ઉણાદિ, ક્રિયાવિધાન, ધાતુ, સ્વર, વિભક્તિ અને વર્ણ આ સર્વ ભેદને જાણે તે જ સાચો વક્તા કહેવાય. અન્ય નહીં. વળી જે વિગય ખાવામાં આસક્ત હોય તે શ્રુત ભણવામાં અનધિકારી કહેવાય છે. શ્રી સ્થાનાંગસૂત્રમાં જણાવ્યું છે કે આ ત્રણ આત્માઓ વાચનાને અયોગ્ય છે. (૧) વિનયરહિત, (ર) વિગય વાપરવામાં આસક્ત અને (૩) ક્રોધયુક્ત ચિત્તવાળા. આ ત્રણ ગુણવાળા જીવો વાચના માટે યોગ્ય છે; (૧) વિનયી, (૨) વિગયમાં અનાસક્ત તથા (૩) ક્રોધના ત્યાગી. તથા અઢાવીશ અસ્વાધ્યાયકાળ કહ્યાં છે, તે સમયે સાધુ-સાધ્વીએ શ્રુત અધ્યયન ન કરાય.
ત્યાં પણ સાધુ-સાધ્વીને ઉદેશી કહ્યું પણ શ્રાવકને ગણ્યા નથી. તે જ બાબત શ્રી ઠાણાંગ સૂત્રમાં સમજાવી છે કે સાધુ-સાધ્વીને ચાર મહાપડવાના દિવસે સ્વાધ્યાય ન કહ્યું. તે (૧) આષાઢ માસનો પડવો, (૨) કાર્તિક માસનો પડવો, (૩) ફાગણ માસનો પડવો અને (૪) આસો માસનો પડવો. તથા ચાર સંધ્યા સમયે પણ સ્વાધ્યાય કહ્યું નહીં, (૧) પ્રભાત કાળે, (૨) સંધ્યા કાળે, (૩) મધ્યાહ્ન સમયે અને (૪) મધ્યરાત્રે. દશ પ્રકારે અંતરિક્ષ અસ્વાધ્યાય તથા દશ પ્રકારે ઔદારિક અસ્વાધ્યાય પણ જણાવેલ છે. આમ એકંદર સર્વ મળી અઢાવીશ પ્રકારનો અસ્વાધ્યાય જાણવો. ઇત્યાદિ. અનેક સ્થાને અસ્વાધ્યાયમાં શ્રત ભણવાનો નિષેધ સાધુઓને ઉદ્દેશીને કર્યો છે. ત્યાં પણ શ્રાવકને ગણ્યા નથી. તેમજ નિશીથસૂત્રમાં શ્રાવકોને વાચના આપનાર સાધુઓને માટે પ્રાયશ્ચિત્તનું વિધાન છે કે “જે સાધુ અન્ય તીર્થી અથવા ગૃહસ્થ શ્રાવકને વાચના આપે તેને પ્રાયશ્ચિત્ત લાગે.” માટે સૂત્ર-સિદ્ધાંત-જિનાગમના અધિકારી સાધુઓ જ છે તેમ જાણવું.
કોઈને એવો વિચાર આવે કે – યોગોદ્વહન કરીને જ સૂત્ર ભણવામાં આવે તો ઘણો સમય એમ જ ચાલ્યો જાય. ત્યારે ધન્ના નામના અણગાર થોડા જ સમયમાં અગિયાર અંગના અભ્યાસી થયા એમ કહેવાયું છે. તો આમાં યોગોદ્વહનનો નિયમ ક્યાં રહ્યો? પણ આ વિચાર સિદ્ધાંતના પરમાર્થને નહીં જાણતા આત્માને જ આવે. કારણ કે શ્રી જિનેશ્વરદેવોએ સિદ્ધાંતમાં પાંચ પ્રકારના વ્યવહાર બતાવ્યા છે. તેમાંથી જે કાળે જે વ્યવહાર પ્રવર્તતો હોય તે કાળે તે વ્યવહાર અનુસાર પ્રવર્તવું અનિવાર્ય હોય છે. અન્યથા શ્રી જિનેશ્વરદેવની જ આજ્ઞાનો ભંગ ઊભો થાય છે. તે ધન્ના અણગાર આદિ આગમ વ્યવહારી હતા, આવા સુજ્ઞ આત્માની વર્તમાનમાં તુલના કરવી સમુચિત નથી. કેમ કે વર્તમાનમાં શ્રુતકેવળી આદિનો અભાવ હોઈ જિતવ્યવહાર જ મુખ્ય છે. શ્રી નેમિનાથ ભગવાને ગજસુકુમાલમુનિને દીક્ષાના દિવસે જ એકાકી પ્રતિમા વહન કરવાની આજ્ઞા લાભ જાણીને આપી હતી. તેથી તે ઉદાહરણ બધાય માટે ન જ હોઈ શકે. “ક્રમે કરીને ક્રિયા કરવાથી ગુણ વધે છે.” ઇત્યાદિ વિચારી અન્યથા યુક્તિઓ કરવી યોગ્ય નથી.
કોઈને શંકા થાય કે શાસ્ત્રમાં શ્રાવકોને “સુપરિદિગા' એટલે “સૂત્રને ગ્રહણ કરનારા