________________
૧૯૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ છે કે “ત્યાં તુંગીયાનગરીમાં ઘણા શ્રાવકો વસે છે, તેઓ ઋદ્ધિમંત અને યાવત્ કોઈથી પરાભવ ન પામે તેવા છે. જીવ-અજીવ આદિ નવતત્ત્વના જાણ, નિર્ચન્જ પ્રવચન (જૈન મત)માં શંકા વગરના, શ્રુતના અર્થને પામેલા, અર્થને ગ્રહણ કરનારા, (ભોજન સમયે) ઘરનાં બારણાં ઉઘાડાં રાખનારા તથા પરઘરમાં નહીં જનારા છે.” ઇત્યાદિ.
આ રીતે શ્રાવકોનું વર્ણન ઉપાસકદશાંગ, ઉવવાઈ સૂત્ર તથા સ્થાનાંગ આદિમાં જણાવેલ છે. આગમોમાં જ્યાં જ્યાં શ્રાવકોનું વિશેષણ અપાયું ત્યાં “લદ્ધઢા' કહેવામાં આવ્યું છે. (લદ્ધઢા એટલે પ્રાપ્ત કર્યા છે અર્થ જેણે તે.) પણ કશે જ “લદ્ધસુત્તા' (પ્રાપ્ત કર્યા છે. સૂત્રો જેણે) કહેવામાં આવ્યું નથી. તેમજ સર્વ સ્થાને સિદ્ધાંત = આગમને નિર્ચન્જ પ્રવચન એટલે કે નિર્મન્થ મુનિઓના શાસ્ત્ર' એવું કહ્યું છે પણ શ્રાવકનો નામનિર્દેશ પણ જણાવ્યો નથી. શ્રાવકના ત્રણ પ્રકારના મનોરથમાં સૂત્ર ભણવાનો મનોરથ કહ્યો નથી પણ સાધુ મહારાજ માટે ત્રીજા સ્થાનમાં જણાવ્યું છે કે “સાધુ ત્રણ પ્રકારે મહાનિર્જરા કરી ભવનો અંત લાવે તે એવા મનોરથો રાખે કે હું ક્યારે ઘણું કે થોડું શ્રુત ભણીશ? એકાકી વિચરવાની પ્રતિમા ધારણ કરી ક્યારે વિચરીશ? એ અંત સમયને યોગ્ય સંલેખના ક્યારે આદરીશ?”
શ્રાવક પણ ત્રણ પ્રકારે મહાનિર્જરા કરી ભવનો અંત લાવે. તે વિચારે કે “ક્યારે હું થોડો કે વધુ પરિગ્રહ છોડીશ? હું ક્યારે લોચ કરવાપૂર્વક ઘર છોડીને સાધુપણાને પામીશ? અને ફરીને મરવું ન પડે તેવી સંલેખના આદરી શુભધ્યાનમાં રમણ કરતો, આહાર પાણીના પચ્ચખાણ કરીને મૃત્યુની વાંછા વિના પાદપોપગમ અનશન ધારણ કરીને જ્યારે રહીશ? આમ મન, વચન અને કાયાએ કરીને સદા જાગ્રત રહેતો શ્રાવક મહાનિર્જરા કરે - ભવનો અંત કરે.” શ્રી સૂયગડાંગ સૂત્રના નવમા અધ્યયનમાં કહ્યું છે કે –
गेहे दीवं अपासंता, पुरीसादाणिया नग ।
ते धीरा बंधणमुक्का, नावकंखंति जीविअं ॥१॥ અર્થ - ઘરે-ગૃહસ્થાવાસમાં (ભાવશ્રુતજ્ઞાનરૂપ) દીપકને નહીં જોનારા એવા પુરુષાદાનીય (પુરુષોમાં આદેય નામકર્મવાળા) ધીર પુરુષો (સંસાર રૂ૫) બંધનથી મુક્ત થવા (સંયમ રહિત) જીવનનો અભિલાષ રાખતા નથી અર્થાત્ શ્રુતજ્ઞાનના અર્થી સંયમ જ સ્વીકારે છે.
વળી યોગોદ્ધહન કર્યા વિના જ કોઈ સાધુ શ્રુતાભ્યાસ કરે તો તેને તીર્થકર અદત્તનો દોષ લાગે છે. શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં જણાવ્યું છે કે – “તે સર્વ તીર્થકર ભગવંતનું સુભાષિત દશા પ્રકારનું છે. તે (૧) ચૌદપૂર્વધરોએ પ્રગટપણે જાણ્યું, (૨) મહામુનિઓને આપ્યું તથા (૩) દેવેન્દ્રો તથા નરેન્દ્રોને તેનો અર્થ સમજાવ્યો આદિ.' આ પાઠથી એમ જણાવાયું છે કે પ્રભુજીએ સાધુઓને શ્રત આપ્યું અને સર્વ દેવો તથા માનવોને તેનો અર્થ સમજાવ્યો. માટે શ્રાવકોને સૂત્ર ભણવાનો અધિકાર નથી એમ સમજવું અને જેને શ્રાધ્યયનની ઈચ્છા થઈ હોય તેણે પ્રથમ તો વ્યાકરણમાં