________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૧૮૭
એમ વિચારી તેઓ ધ્યાન માટે એકાંત સ્થાનમાં આવી બેઠા. થોડી જ વારમાં અવંતિનો જ રહેવાસી તરતનો પરણેલો શ્રેષ્ઠીપુત્ર પોતાના મિત્રો સાથે ફરતો ત્યાં આવી ચડ્યો. હજી તો પીઠીનો રંગ ને હાથના મીંઢળ પણ તરત નજરે પડતા હતા. સાથીઓએ આચાર્ય મહારાજને જોઈ કહ્યું “ભગવન્! આ અમારા મિત્રને સંસાર કડવો ઝેર જેવો લાગે છે, અતિ વૈરાગ્ય પામ્યો હોઈ એ અત્યારે જ આપની પાસે દીક્ષા લેવા ઇચ્છે છે વારે વારે એક જ વાત સાંભળી ખિજાયેલા આચાર્યશ્રીએ કહ્યું કે “જો એમ જ છે તો રાખ લઈ આવો.' ને તેઓ મશ્કરીમાં જ રાખ પણ લઈ આવ્યા. તે જોઈ આચાર્ય ઊઠ્યા ને રાખ લઈ નવપરિણીતને બેસાડ્યો. તે પણ એવો લઘુકર્મી કે તરત બેસી ગયો. ગુરુએ ઝપાટાબંધ લોચ કરવા માંડ્યો.
આ જોઈ બધા સાથીઓ ગભરાઈને નાસી ગયા. લોચ થઈ રહ્યો ને તે યુવાન વિચારતો હતો કે “આમાં ગુરુ મહારાજનો જરાય દોષ નહીં, મોટો ઉપકાર છે. હું જાતે જ અહીં આવ્યો છું ને દીક્ષાની માગણી કરી છે. ઈન્દ્ર જેવા સમર્થને પણ દુર્લભ એવું ચારિત્ર મને વિના પ્રયત્ન પ્રાપ્ત થયું છે. આવા જ્ઞાની આચાર્યશ્રીના શ્રીહસ્ત મને મળ્યું છે, માટે તેનો ત્યાગ ન જ કરાય. કહ્યું છે કે -
प्रमादसङ्गतेनापि, या वाक् प्रोक्ता मनस्विना ।
सा कथं दृषदुत्कीर्णा-क्षरालीवान्यथा भवेत् ॥१॥ અર્થ:- પ્રમાદમાં (કે મશ્કરીમાં પણ) કહેલી મનસ્વી મહાનુભાવોની વાણી પથ્થરમાં કોતરેલી અક્ષરપંક્તિ જેવી હોય છે તે ખોટી કેમ થાય?
આમ વિચારી ત્યાં ઊભેલા કેટલાક મિત્રોને કહ્યું કે હવે તમે પણ જઈ શકો છો. હવે તો મારું કામ થઈ ગયું. મને હવે કોઈનું પ્રયોજન ન રહ્યું. મિત્રોએ તેને તેની નવોઢાની સ્થિતિ જણાવતાં ઘણું સમજાવ્યો પણ તેણે કહ્યું “હવે મેં દીક્ષા સ્વીકારી છે ને સર્વ સંગ છોડી દીધો છે.” એટલે રહેલા મિત્રો પણ ગામ ભણી ચાલ્યા.
નવદીક્ષિત મુનિ પોતાના પરિણામે અને સમજણે અતિ પ્રૌઢ જણાવા લાગ્યા. તેમણે ગુરુજીને કહ્યું “ભગવન્! મારા પૂર્વ સાથીઓ નગરમાં ગયા છે. તેમનાથી મારા ખબર મેળવી મારા સ્વજનો અહીં આવશે ને મને તેમજ આપને પણ ઉપદ્રવ થશે. માટે આપણે કશે બીજે ઠેકાણે ચાલ્યા જઈએ.” ગુરુ મહારાજે કહ્યું “વત્સ ! તારી વાત તો સાચી છે પણ હવે રાત પડવા આવી ને હું રાતે જોઈ શકતો નથી. તું પહેલાં રસ્તો જોઈ આવ. માર્ગ સારો હોય તો આપણે નીકળી જઈએ.”
તે સાંભળી નવા મુનિ શીવ્ર રસ્તો જોઈ પાછા આવ્યા ને કહ્યું “ગુરુજી! પધારો.” એટલે તરત બને ચાલી નીકળ્યા. અંધારું વધતું ગયું ને રસ્તો પણ બગડતો ગયો. ઊંચા-નીચા, વાંકા