________________
૧૮૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
न पख्खओ न पुरओ, नेव किच्चा ण पिट्टओ । ન ખુબ્ને કળા કરું, સયળે નો કિસ્સુને પ્રા
અર્થ :- નમસ્કરણીય અને પૂજ્ય એવા ગુરુ મહારાજની પાસે આગળ કે પાસે પીઠ કરી બેસવું ન જોઈએ. ઢીંચણથી ઢીંચણ અડે તેમ પણ ન બેસાય અને શય્યા-આસને રહીને ગુરુવાક્ય ન સંભળાય-ઉત્તર ન અપાય. અર્થાત્ ગુરુવાક્ય સાંભળતાં જ ઊભા થઈ ઉત્તર આપવો જોઈએ.
ગુરુ મહારાજની ડાબે કે જમણે પડખે ન બેસાય. કારણ કે તેમ બેસવાથી ગુરુ મહારાજના સરખે આસને બેસવા રૂપ અવિનય થાય. ગુરુશ્રીના સન્મુખ પણ ન બેસાય, કેમ કે તેથી વંદના માટે આવનારને ગુરુમહારાજનું મુખદર્શન ન થાય. આ અપ્રીતિનું કારણ છે. ગુરુની પાછળ પણ ન બેસાય, તેથી ગુરુ શિષ્ય ઉભય એકબીજાનું મુખ જોઈ શકતા નથી. પોતાના ઢીંચણ સાથે ગુરુનો ઢીંચણ અડવો જોઈએ નહીં તથા શય્યામાં સૂતાં સૂતાં કે આસન પર બેઠાં બેઠાં ઉત્તર આપવો નહીં પણ ગુરુશ્રી બોલે કે તરત તેમની પાસે ઉપસ્થિત થાય. મનમાં માને કે મારા પર ગુરુમહારાજની મોટી કૃપા છે.’ તેથી તેમનાં ચરણોમાં નમવાપૂર્વક પૂછે કે ‘ભગવાન ! ઇચ્છામો અણુસઢું' અર્થાત્ ભગવાન્ ! શી આજ્ઞા છે ?’ આમ વિનય ગુણથી ગુરુને સુપ્રસન્ન રાખવા. ગુરુને પ્રસન્ન કરવાનો આ જ એક મુખ્ય માર્ગ છે. કહ્યું છે કે
अणासवा थूलवया कुसीला, मिउं पि चंडं पकरंति सीसा । चित्ताणुआ लघुदक्खोववेआ, पसायए ते हु दुरासयपि ॥१॥
અર્થ :- ગુરુ વચનને નહીં માનનારા, વગર વિચાર્યે બોલનારા અને ખરાબ શીલવાળા શિષ્યો મૃદુસ્વભાવના ગુરુને પણ ઉગ્ન કરે છે ત્યારે ગુરુના ચિત્તને અનુસરનારા ને દક્ષતાવાળા નમ્ર શિષ્યો દુરાસદ એટલે અતિ ક્રોધી ગુરુને પણ પ્રસન્ન કરી શકે છે. આ બાબતમાં ચંડુદ્રાચાર્ય મહારાજનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે.
આચાર્ય શ્રી ચંડરુદ્રાચાર્યનું દૃષ્ટાંત
શ્રી ચંડ ુદ્રાચાર્યનું મૂળ નામ તો રુદ્રાચાર્ય હતું. પણ તેઓ શીઘ્ર ઉગ્ર થઈ જતા હોવાથી ચંડાચાર્ય નામે પ્રસિદ્ધ થયા.
તેઓશ્રી પોતાના સમુદાય સાથે એકવાર અવંતીનગરીમાં પધાર્યા. તેઓશ્રી પોતાના શિષ્યની સામાન્ય ક્ષતિ પણ ચલાવી લેતા નહીં અને ન્યૂનાધિક ક્રિયાના સામાન્ય દોષથી ચિડાઈ જતા અને વારંવાર ઠપકો આપતા. તેમની પ્રકૃતિ જ ઉગ્ર હતી. એકવાર એ મહાન્ આચાર્યે વિચાર્યું ‘આ બધા ય શિષ્યોનું કે અન્યોનું નિવારણ માત્ર હું એકલો કરી શકવાનો નથી. જીવમાં પડેલો પ્રમાદ પણ માત્ર વઢ વઢ કરવાથી જઈ શકશે નહીં. વધારે રોષ કરવાથી એમનું સુધરે તે કરતાં વધારે મારું બગડે છે.’