________________
૧૮૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪
આર્ય સ્થૂલભદ્ર પાટલિપુત્રનગરમાં શ્રમણ સંઘે એકત્રિત થઈ ઋતવ્યવસ્થિત કરવા આગમ વાચનાનું આયોજન કર્યું. કેમ કે મોટો ને ભીષણ દુષ્કાળ ઊતરતાં જ સંઘને સર્વ પ્રથમ જિનાગમની સારસંભાળ જરૂરી લાગી. ઘણા સાધુઓ શ્રત વીસર્યા હતા ને ઘણા જ્ઞાનીઓ અણસણ લઈ સ્વર્ગસ્થ થયા હતા. લગભગ બધા જ વિદ્વાનો અને ગીતાર્થ મુનિઓ ત્યાં એકત્રિત થયા હતા ને તેમણે અગિયાર અંગના અધ્યયન-ઉદેશા-સમુદેશાદિ વ્યવસ્થિત કર્યા. બારમા દષ્ટિવાદ એ અંગના પરિપૂર્ણજ્ઞાતા આર્ય ભદ્રબાહુસ્વામીજી તે વખતે ત્યાં ન હોઈ એ કાર્ય અટક્યું. બારમા અંગને વ્યવસ્થિત કરવા તેમણે આર્ય ભદ્રબાહુસ્વામીજીને બોલાવવા બે સાધુઓને નેપાલ મોકલ્યા. તેમણે વંદનાપૂર્વક વિનંતી અર્જ કરી. આચાર્ય શ્રી ભદ્રબાહુજીએ કહ્યું: “મેં મહાપ્રાણ ધ્યાન આરંભ્ય હોઈ બાર વર્ષ સુધી ત્યાં આવી શકું તેમ નથી. (મહાપ્રાણ ધ્યાન સિદ્ધ થયા પછી તે પૂર્વધર ચૌદ પૂર્વનું પુનરાવર્તન એક મુહૂર્તમાં કરી શકે.) પણ સારી બુદ્ધિ અને ગ્રહણ શક્તિવાળા સાધુઓ અહીં આવે તો હું તેમને પૂર્વની વાચના આપીશ. એક આહાર પછી, ત્રણ કાળ વેળાએ ત્રણ અને સાંજના પ્રતિક્રમણ પછી ત્રણ એમ કુલે સાત વાચના હું આપી શકીશ. સંઘ-શાસનનું પણ કામ થશે અને મારા ધ્યેયની પણ સિદ્ધિ થઈ શકશે. માટે તમે શ્રી સંઘને નમ્રતાપૂર્વક આ વાત જણાવશો.” . પાછા ફરેલા સાધુઓએ યથાર્થ વાત કહી.
એ સાંભળી સંઘ પ્રસન્ન થયો પણ પાંચસો બુદ્ધિશાળી સાધુઓ પણ પૂર્વના અધ્યયન માટે નેપાલ જવા તૈયાર થયા ત્યારે તેના આનંદનો અવધિન રહ્યો. ૫૦૦ સાધુઓ આર્યભદ્રબાહુસ્વામીજી પાસે આવ્યા ને ઉત્સાહપૂર્વક અધ્યયન કરવા લાગ્યા.
ધીરે ધીરે તેમનો ઉત્સાહ મંદ પડવા લાગ્યો. અધ્યયનની ક્લિષ્ટતાથી કંટાળી ધીરે ધીરે સાધુઓ ત્યાંથી ખસવા લાગ્યા. કેટલાક વખત પછી તો માત્ર સ્થૂલભદ્ર વિના બધા પાછા ફરી ગયા. સ્થૂલભદ્ર તીવ્ર બુદ્ધિશાળી હતા. તેમણે આઠ વર્ષમાં આઠ પૂર્વનું અધ્યયન કર્યું. થોડી થોડી વાચના મળવાથી ખિન્ન થયેલા સ્થૂલભદ્ર મુનિને આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું : “ભદ્ર ! નિરાશ ન થા. હવે મારું ધ્યાન પરિપૂર્ણ થવા આવ્યું છે. પછી તો તને જેટલી જોઈશે તેટલી વાચના આપીશ.” સ્થૂલભદ્રે પૂછ્યું: “નાથ ! હવે કેટલુંક બાકી છે?’ તેમણે કહ્યું: “ભાઈ ! ટીપા જેટલું તું ભણ્યો છે અને સમુદ્ર જેટલું બાકી છે.”
આ સાંભળી સ્થૂલભદ્ર આશ્ચર્ય પામ્યા. પછી તો મહાપ્રાણ ધ્યાન પૂર્ણ થતાં વાચનામાં વેગ આવ્યો. સ્થૂલભદ્ર બે વસ્તુ ઓછી એવા દશ પૂર્વ ભણ્યા.
એકવાર શ્રી સ્થૂલભદ્રની બહેન સાધ્વીઓ યક્ષા આદિએ ભદ્રબાહુસ્વામીને વંદનાદિ કરી પૂછ્યું : “ભગવન્! આર્ય સ્થૂલભદ્રજી ક્યાં ?’ તેમણે કહ્યું : “સામે પેલી દેવકુલિકામાં બેઠા અધ્યયન કરતા હશે! સાધ્વીઓ તે તરફ ચાલ્યાં. સ્થૂલભદ્ર મુનિએ બહેન સાધ્વીઓને આવતા