________________
૧૮૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ અર્થ :- જેના રસ (મીઠા) વિના કોઈપણ રસ સ્વાદયોગ્ય થતો નથી એવા છે લવણસમુદ્ર ! સર્વ સમુદ્રમાં તારું પ્રથમપણું ખરેખર સાવ સાચું જ છે.
अशनमात्रकृतज्ञतया गुरोर्न, पिशुनोऽपि शुनो लभते तुलाम् । अपि बहूपकृते सखिता खले, न खलु खेलति खे लतिका यथा ॥३॥
અર્થ:- સ્વામીના અન્ન-ભોજનમાત્રની કૃતજ્ઞતાને લીધે ચાડિયો, કૂતરાની પણ તુલનાને પામી શકતો નથી. અર્થાત્ કૃતજ્ઞતાને લઈ કૂતરો શ્રેષ્ઠતા પુરવાર કરે છે. (ત્યારે) શઠ-ખલ પુરુષ ઉપર અસંખ્ય ઉપકાર કર્યો હોવા છતાં મિત્રતા વિલસતી નથી. જેમ આકાશમાં વેલડી રમતી નથી તેમ.
क्षणं रुष्टः क्षणं तुष्टो, नानापूजां च वाञ्छति ।
कन्याराशिस्थितो नित्यं, जामाता दशमो ग्रहः ॥४॥ અર્થ - થોડીવારમાં રિસાઈ જવું-ક્ષણમાં વળી રાજી થઈ જવું અને પાછો જાત-જાતના સત્કાર-સન્માન કે વસ્તુની અભિલાષા રાખવી. આવી વિચિત્રતા જમાઈમાં હોય છે. આ જમાઈ નથી પણ કન્યારૂપી રાશિમાં પડેલો દશમો ગ્રહ છે. બીજા ગ્રહો એક રાશિમાંથી બીજી રાશિમાં ગતિ કરે છે. પણ આ મહામંદ ગ્રહ કન્યારૂપી રાશિમાંથી ખસતો જ નથી.
લઘુકના આવા તેજીલા ને સોસરાં ઊતરી જાય તેવા જવાબ સાંભળી બાદશાહ રાજી થયો ને કાજી આદિની સામે તેની ઘણી ઘણી પ્રશંસા કરી કહ્યું: “સાચી પંડિતાઈ તો લઘુકની છે. તેમાં જરાય બનાવટ કે દંભ નથી.” આમ લઘુક પાછો આવતો ને ઘડીઓ સુધી બાદશાહને સુભાષિતનો આનંદ કરાવતો થઈ ગયો. એવામાં પાછી કોઈએ ચાડી ખાતાં કહ્યું “બાદશાહ સલામત ! કાફર લઘુકની સાથે વધારે બેસવું-ઊઠવું સારું નહીં. આપણે ત્યાં તો મોટા-મોટા ઉસ્તાદ મુસ્તફા અને ખલીફા છે જે જબાનના જાદુગર છે.' બાદશાહે કહ્યું: “કાલે બોલાવો એ કાબીલોને, હું ફરી બીજા પ્રશ્નો પૂછીશ.” અને તેણે મોટી સભામાં ચાર પ્રશ્નો પૂછ્યા કે “સંસારમાં મોટો દીકરો કોનો? દુનિયામાં મોટા દાંત કોના? જહાનમાં મોટું પેટ કોનું? ને ખલકમાં સૌથી શાણો કોણ? ઘણો વિચાર કરી તેમણે જણાવ્યું કે આલમપનાહ ! દુનિયામાં બાદશાહનો દીકરો જ સહુથી મોટો દીકરો છે. તેમ મોટા દાંત ને મોટું પેટ હાથીનું છે અને આખી ધરતી પર તમારાથી વધી કોઈ શાણો નથી.”
આ સાંભળી રાજાએ મોઢું બગાડ્યું ને આદરમાનપૂર્વક લઘુકને લાવવા ફરમાવ્યું. લઘુક આવ્યો. શાહે તેને બેસાડી આ પ્રશ્નો પૂછ્યા. લઘુકે કહ્યું : “ગરીબનવાજ ! જગતમાં ગાયનો પુત્ર સહુથી મોટો છે, તે ખેતી કરી સહુને જિવાડે છે. મોટા દાંત તે હળના છે, જે આખી પૃથ્વી ખેડે ને દાણા ઉગાડે છે. મોટું પેટ પૃથ્વીનું છે, તેમાં બધું સમાય છે ને પૃથ્વી બધું સહે