________________
૧૮o
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ અને ખેતી, વ્યાપાર આદિ સાંસારિક સર્વ પ્રવૃત્તિ અપ્રશસ્તક્રિયા કહેવાય. ચર્ચા-જવું, આવવું, બોલવું આદિ સર્વ ક્રિયાઓ કાળે કરી હોય તો જ સફળ થાય. નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે –
अकालचर्या विषमा च गोष्ठिः कुमित्रसेवा न कदापि कार्या । पश्याण्डजं पद्मवने प्रसुप्तं, धनुर्विमुक्तेन शरेण ताडितम् ॥१॥
અર્થ :- અકાલચર્યા, વિષમ વાર્તા અને કુમિત્રની સેવા આ ત્રણ વાનાં કદી ન કરવાં. જુઓ, નીચની સંગતિના કારણે કમળવનમાં સૂતેલો હંસ ધનુષથી છૂટેલા બાણ દ્વારા હણાયો.
તેનું દૃષ્ટાંત આ પ્રમાણે છે :
કોઈ વનના પદ્મ સરોવરમાં મંદરક્ત નામક હંસ રહેતો હતો. ત્યાં કોઈ ઘુવડ આવીને બેઠું. હંસે તેનો પરિચય પૂછતાં તેણે કહ્યું. “હું આ વનખંડમાં દૂર રહું છું. તમારા ગુણો સાંભળીને તમારા દર્શને આવ્યો છું. મિત્રતા માટે હાથ લંબાવું છું. આપણી મિત્રતા દિવસો દિવસ વધતી રહેશે.” એમ કહી તે ત્યાં વસી ગયું ને સાથે રહેતાં ફરતાં હંસની તેની સાથે મિત્રતા થઈ. પણ હંસને આ વિચાર ન આવ્યો કે નીચની સંગતનાં સદા માઠાં જ ફળ આવે છે. કહ્યું છે કે –
હું તુહી વારું સાધુ જણ, દુજણ સંગ નિવાર, હરે ઘડી જલ જલ્લરી, મત્યે પડે પહાર.
એટલે કે હે સાજણ-ભલા માણસ! હું તને વારું છું કે દુર્જનની સંગત નિવાર. કેમ કે જળને હરે (લઈ જાય) ઘડી, ને પ્રહાર પડે ઝાલરને માથે.
નીચ સરિસ જો કીજે સંગ, ચડે કલંક હોય જસભંગ; હાથ અંગાર રહે જો કોઈ, કે દાઝે કે કાળો હોય
કેટલાક દિવસે હંસની રજા લઈ ઘુવડ પોતાને ઠેકાણે આવ્યું. જતાં પહેલાં આગ્રહપૂર્વક પોતાને ત્યાં આવવાનું હંસને આમંત્રણ આપ્યું. ભોળો હંસ એક દિવસે ઘુવડે બતાવેલા સ્થાને પહોંચ્યો પણ ઘુવડભાઈ કશે દેખાણા નહીં.ચારે તરફ ઘણી શોધ કર્યા પછી એક વૃક્ષની બખોલમાં માત્ર ગરદન બહાર કાઢી બેઠેલું દેખાયું. હંસે કહ્યું “અરે ભાઈ ! તને ગોતી-ગોતીને થાકી ગયો. હું હંસ તને મળવા દૂરથી આવ્યો છું; બહાર તો આવ.” ઘુવડે કહ્યું “હું દિવસના બહાર નીકળી શકું તેમ નથી. માટે તું અહીં રોકાઈ હર-ફર. આપણે રાત્રે વાર્તા-વિનોદ કરશું.” હંસે વાત માની અને રાત પડતાં બન્ને મળ્યા. કુશળ-ક્ષેમ પૂછી સુખ કે દુઃખની વાતે વળગ્યા. મોડી રાતે બન્ને સાથે જ સૂઈ ગયા. હંસ તો સૂઈ ગયો પણ ઘુવડને રાત્રે નિરાંત ક્યાં? તે વનમાં કોઈ સાર્થવાહ પડાવ નાંખેલો ને પાછલી રાતે પ્રસ્થાન માટે તે તૈયાર થયો. બરાબર તે જ વખતે ઘુવડ મોટો ચિત્કાર (અવાજ) કરી નદી પાસેના કોતરમાં ભરાઈ ગયો. ઘુવડના કર્કશ શબ્દ અપશુકનની આશંકાથી ખિજાયેલા સાર્થવાહે તરત અવાજની દિશામાં બાણ છોડ્યું, તેથી બિચારો હંસ વીંધાઈ