________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
( ૧૭૯
સ્વાધ્યાય થઈ શકે, પણ જો ઈંડુ ફૂટી ગયું હોય તો ત્રણ પ્રહર સ્વાધ્યાય તે જગ્યામાં કરવો ન કલ્પે. તેમાં પણ ઈંડુ ફૂટી ગયા પછી કલલ (અંદરનું પાણી આદિ)નું ટીપું જમીન પર પડ્યું હોય તો તે સાઠ હાથ બહાર લઈ જઈ ભૂમિ શુદ્ધ કર્યા પછી સ્વાધ્યાય કરી શકાય. માખીના પગ જેટલું પણ ઈંડાનું પ્રવાહી-રુધિર આદિ ભૂમિ પર પડ્યું હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન થાય. ગાય આદિનું જરાય (વિયાયા પછી ઓર પડે છે તે) જ્યાં સુધી લાગેલું હોય ત્યાં સુધી અને પડી ગયા પછી પોરિસી સુધી અસ્વાધ્યાય. બિલાડી આદિએ ઉંદર વગેરે જ્યાં માર્યો હોય ત્યાં એક દિવસ-રાત્રિનો અસ્વાધ્યાય. તેટલો સમય નંદીસૂત્ર ભણાય-વંચાય નહીં. તે જ પ્રમાણે મનુષ્ય બાબત જાણવું. પણ મનુષ્ય શરીરના અંગ-ઉપાંગ કે ચામડી-માંસ-લોહી-હાડકું આદિ પડ્યા હોય તો અસ્વાધ્યાય પણ ઉપાશ્રય અને તે અંગ આદિના વચ્ચે માર્ગ હોય તો સ્વાધ્યાય કરવામાં બાધ નથી. સ્ત્રીઓને ઋતુકાળના ત્રણે દિવસ સ્વાધ્યાય ન કહ્યું, પણ પ્રદર આદિ રોગ કારણે શુદ્ધિનું ધ્યાન રાખી સ્વાધ્યાય કરવો જોઈએ. કોઈ સગર્ભાએ પુત્રપ્રસવ પછી સાત દિવસ અને પુત્રીપ્રસવથી તેમજ વધારે રક્ત જતું હોય તો આઠ દિવસ સ્વાધ્યાય ન કરાય. નવમા દિવસથી સ્વાધ્યાય કલ્પે. વસતિની સો હાથની મર્યાદામાં કોઈ બાળક આદિનો દાંત પડ્યો હોય તો સાવધાનીથી શોધી દૂર કરવો ને તેમ છતાં ન મળે તો “દંત ઓહડાવણીયં કરેમિ કાઉસ્સગ્ગ” કહી એક નવકારનો કાઉસ્સગ્ન કર્યા પછી સ્વાધ્યાય થાય. અસ્વાધ્યાય કાળમાં પણ અર્થ-વિચારણા-ચિંતનાદિનો કશે નિષેધ નથી. આદ્ર નક્ષત્રથી સ્વાતિ-નક્ષત્ર સુધી વીજળી કે મેઘગર્જના થાય તો સ્વાધ્યાયનો નિષેધ નથી. ભૂકંપ થયે આઠ પ્રહર ને અગ્નિનો ઉપદ્રવ રહે ત્યાં સુધી ચંદ્રગ્રહણથી ઉત્કૃષ્ટ બાર પ્રહર, સૂર્યગ્રહણથી સોળ પ્રહર તેમજ પાખીની રાત્રિએ સ્વાધ્યાય કરવા કહ્યું નહીં. ઇત્યાદિ અસ્વાધ્યાયનું સ્વરૂપ સંપ્રદાય અનુસાર જાણી સ્વાધ્યાયાદિમાં તત્પર રહેવું. અયોગ્ય કાળે સ્વાધ્યાયાદિ કરવાથી મૂર્ખત્વ પ્રાપ્ત થાય છે. તે બાબત ઉદાહરણ આપે છે કે :
કોઈ એક સાધુ મહારાજ, સંધ્યા વખત વીત્યે-કાલિકશ્રુતના પઠનકાળ વ્યતીત થયે તે કાળનો ખ્યાલ નહીં રહેતાં સૂત્રનું પરાવર્તન કરતા હતા. આ જોઈ સમ્યગુદૃષ્ટિ દેવને વિચાર આવ્યો કે “આ સંધિકાળમાં કોઈ દુષ્ટ દેવતા આ મહાત્માને છળે નહીં તે માટે આમને થોડી સમજણ આપું.” એમ વિચારી તેણે મહિયારણનું રૂપ કર્યું ને માથે છાશની માટલી લઈ છાશ લો છાશ એમ મોટેથી રાડ નાંખતી સાધુની સામે જા-આવ કરવા લાગી. એની રાડથી ઉદ્વેગ પામેલા મહારાજે કહ્યું “અરે ! આ તે કાંઈ છાશ વેચવાનો સમય છે?' ત્યારે બાઈએ સામે પૂછ્યું “તો આ સ્વાધ્યાયનો સમય છે?” આ સાંભળી સાધુને અચરજ થયું. ઉપયોગથી અકાળની વેળા જાણી મિચ્છામિ દુક્કડ દીધું. દેવે પણ યથાર્થતા જણાવી કહ્યું “અકાળમાં સ્વાધ્યાય કરવાથી દુષ્ટ દેવતા છળ કરે છે, માટે ફરી આમ ન કરશો.” અર્થાત્ યોગ્ય સમયે જ સ્વાધ્યાય કરવો જોઈએ.
| ઉચિત સમયે કરેલી ક્રિયાઓ અવશ્ય સફળ થાય છે. ક્રિયા બે પ્રકારની છે. એક પ્રશસ્ત અને બીજી અપ્રશસ્ત. તેમાં સિદ્ધાંતમાં જણાવેલી આત્મહિતકર સર્વ પ્રવૃત્તિ પ્રશસ્તક્રિયા કહેવાય