________________
ઉપદેશપ્રાસાદ મધ્યગ્રંથ : ભાગ-૪
૧૮૩ પણ છે અને હજૂર ! સહુથી ડાહ્યો એ છે જે સમય-પ્રસંગને અનુરૂપ સુંદર ભાષણ કરી શકે છે.' આ સાંભળી શહેનશાહ ઘણો ખુશ થયો. લઘુક સાથે તેને ઘનિષ્ટ મિત્રતા બંધાઈ. આ દષ્ટાંત વિષયને અનુરૂપ હોઈ અત્રે આલેખ્યું છે.
અર્થાત્ આચારના પ્રહરી સાધુ પુરુષોએ જ્ઞાનાચારનું પાલન કરવું અને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનુસારે સર્વ ક્રિયાઓ યોગ્ય કાળે જ કરવી. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને અનુસાર અસ્વાધ્યાયનું વર્ણન સાંભળી સ્વાધ્યાયકાળમાં જ શ્રુતનો અનુયોગ આચરવો-આદરવો.
O
૨૫૮
બીજો આચાર-વિનયાચાર श्रुतस्याशातना त्याज्या, तद्विनयः श्रुतात्मकः ।
शुश्रूषादिक्रियाकाले, तत् कुर्यात् ज्ञानिनामपि ॥१॥ અર્થ - શ્રુતજ્ઞાનની આશાતના દૂરથી વર્જવી. કેમ કે તેનો વિનય એ શ્રુતસ્વરૂપ છે. માટે શુશ્રુષાદિ ક્રિયા વખતે શ્રુતજ્ઞાનીનો પણ વિનય કરવો.
દ્રવ્ય અને ભાવભેદે શ્રુત બે પ્રકારના છે. પુસ્તક-અક્ષર આદિ દ્રવ્યશ્રુત કહેવાય. એનો અનાદર કરવો, પગ લગાડવા, ઘૂંકાદિ લગાડવા આ બધી દ્રવ્યૠતની આશાતના સમજવી અને પરમાત્માએ કહેલા પદ-પદાર્થોમાં સ્વયંની દુર્બુદ્ધિથી વિપરીત અર્થ કરવો તે ભાવકૃતની આશાતના જાણવી. પ્રતિક્રમણ-આવશ્યકમાં તેત્રીશ આશાતનાનું વર્ણન કરતાં જણાવ્યું છે કે “સુમસ માસાયUTIસુવિયા સાયપાણ” શ્રુતની આશાતના કૃતના અધિષ્ઠાયકદેવની આશાતના ઈત્યાદિ, અહીં કોઈ એમ વિચારે કે મૃતદેવતા જેવી કોઈ વસ્તુ જ નથી તો પછી તેની આશાતના ક્યાંથી થાય?” તો તેના સમાધાનમાં સમજવું કે જિનેન્દ્રદેવનાં ગમોના અધિષ્ઠાયક હોય છે જ, અધિષ્ઠાતા વિનાનાં આગમ હોતાં જ નથી. શ્રુતદેવતા પણ ઘણા ઉપયોગી છે. કારણ કે તેના આલંબનથી નિર્મળ બુદ્ધિ અને પ્રશસ્ત અધ્યવસાયવાળા જીવો કર્મક્ષય કરી શક્યા છે.
શ્રત-આગમમાં કહેલા વચનનું ઉલ્લંઘન કરવું તે ભાવશ્રુતની આશાતના છે. શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવ્યું છે કે “મંત્રાદિ વિદ્યા શાસનનું કોઈ મહાન કાર્ય આવી પડ્યું હોય તો જ ઉપયોગમાં લેવાય. શાસનકાર્ય સિવાય તેનો ઉપયોગ થાય નહીં. પ્રમાદાદિ કારણે કે સ્વયંનું મહત્ત્વ દેખાડવા કે આશ્ચર્ય-કૌતુક ઉપજાવવા લબ્ધિ કે વિદ્યાનો ઉપયોગ કરનાર શ્રુતની આશાતના કરે છે અને આર્ય સ્થૂલભદ્ર મુનિની જેમ પોતાનો વિકાસ અટકાવે ને હાનિ પામે છે.