________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ અહીં કોઈને શંકા થાય કે “મોક્ષના હેતુ સ્વરૂપ શુભધ્યાન સદા ને સર્વકાળે થઈ શકે ને કરવું જોઈએ. તો શ્રુતજ્ઞાન પણ મોક્ષનો હેતુ જ છે તો તે સર્વકાળે કેમ ન થઈ શકે ? મોક્ષમાર્ગના નિમિત્તમાં વળી કાળ ને અકાળ શા ?” તેનું સમાધાન કરતાં આચાર્યશ્રી કહે છે કે; “સમસ્ત ધર્મક્રિયામાં રહેલું શુભધ્યાન મનોવ્યાપારનો એક પ્રકાર છે, માટે શુભધ્યાન વડે કોઈપણ ક્રિયાનો બાધ થતો નથી. એટલું જ નહીં, ઉપરથી સર્વ ક્રિયાને પુષ્ટિ મળે છે. ત્યારે શ્રુતજ્ઞાન તો ભણવા, ગણવા કે ગોખવા આદિથી પ્રાપ્ત થાય છે. તેથી તે સાંજ-સવારના પ્રતિક્રમણની જેમ નિયતકાળે જ કરવા યોગ્ય છે.
૧૭૪
જો સદાકાળ જ શ્રુતાભ્યાસ કરવામાં આવે તો અન્યાન્ય ઉત્તમક્રિયાનો બાધ થાય, ને તેમ થવું ઉચિત નથી જ. તથા મોક્ષના હેતુભૂત પ્રકારોમાં કાળનો વિભાગ શા માટે કરવો ? આ વિચાર પણ અયુક્ત છે. કારણ કે સાધુઓને તો આહાર-વિહાર આદિ પણ મોક્ષના જ હેતુ છે. છતાં ત્યાં કાળનો વિભાગ ચોખ્ખો જણાવ્યો છે. આગમમાં કહ્યું છે કે ‘તવાદ્ પોરસીય્ મત્તપાાં વેસ' એટલે કે ત્રીજી પોરિસીએ આહાર-પાણીની ગવેષણા કરવી ઇત્યાદિ તથા;
अकाले चरसि भिक्खु, काले न पडिलेहसि । अप्पाणं च किलामेसि, संनिवेसं च गरिहसि ॥१॥
અર્થ :- “હે સાધુ ! તમે અકાળ વેળાએ વિચરો છો, ઉચિત કાળે પ્રતિલેખન કરતા નથી. આમ થવાથી (સમયે આહારાદિ ન મળવાથી) સ્વયંને ક્લેશ પમાડો છો ને (પછી) આખા ગામનો વાંક કાઢો છો - ગામને નિંદો છો.’
અર્થાત્ શ્રુતનું પઠન-પાઠન આદિ ઉચિત વેળાએ જ કરવું. કોઈ અહંકારાદિકને લઈ તેનો વ્યત્યય-ઉલ્લંઘન કરે તો સાગરઆચાર્યની જેમ લાજવું પડે છે.
શ્રી સાગરાચાર્યનું દૃષ્ટાંત
ઉજ્જયિનીનગરમાં આચાર્ય શ્રી કાલિક પધાર્યા હતા. તેઓ ઉગ્રવિહારી તરીકે પંકાયેલા હતા. તેમનો શિષ્યવર્ગ શિથિલાચારી પાસસ્થા થઈ ગયો હતો. આચાર્ય શ્રી તેમને ઘણી શિખામણ આપતા પણ પરિણામ કાંઈ આવતું નહીં. કંટાળીને એક દિવસ આચાર્યે વિચાર્યું. “આટ-આટલું કહેતાં ને ઉપાયો કરવા છતાં કોઈ લાભ થયો નથી. આ વિચિત્ર શિષ્યોને સારણાદિ કરતાં મારા સ્વાધ્યાયમાં વ્યાઘાત થાય છે. પણ ગુણ તો કશો જણાતો નથી. હવે કોઈ બીજો વિચાર કરવો પડશે.”
એમ કહેવાય છે કે એકવાર ઇન્દ્રે શ્રી સીમંધરસ્વામીનેપૂછ્યું કે ‘ભગવન્ ! હાલમાં કોઈ ભરતક્ષેત્રમાં એવા સમર્થજ્ઞાની આચાર્ય છે કે જેને પૂછવાથી આપના કહ્યા પ્રમાણે જ યથાર્થ નિગોદનું સ્વરૂપ વર્ણવી શકે ?' ત્યારે પ્રભુજીએ ફરમાવ્યું કે ‘હે ઇન્દ્ર ! તારા કહ્યા પ્રમાણે હાલમાં