________________
૧૭૨
__ _ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ આમ ઘણાં દુઃખ ભોગવાઈ જતાં અકામ નિર્જરાથી તે અગ્નિકુમાર દેવ થઈ મનુષ્યભવ પામશે. આ ભવમાં સાધુના સમાગમથી તેને સમ્યકત્વની પ્રાપ્તિ થશે અને ચારિત્ર્ય લેશે. પરંતુ ચારિત્ર્યની વિરાધના કરશે. આથી મરીને તે દક્ષિણ તરફ અસુરકુમાર નિકાયમાં દેવ થશે.
" ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્ય, ત્યાંથી દક્ષિણે નાગકુમાર દેવ, મનુષ્ય, દક્ષિણે સુવર્ણકુમાર દેવ, મનુષ્ય, દક્ષિણે સ્વનિતકુમાર દેવ થઈ પાછો મનુષ્ય થશે ને સંયમ ગ્રહણ કરશે, પરંતુ તેની વિરાધના કરીને જયોતિષ દેવ થશે.
ત્યાંથી પુનઃ મનુષ્યભવ પામશે. આ ભવે સંયમ સ્વીકારીને તેનું નિરતિચાર પાલન કરશે. ત્યાંથી મરીને મનુષ્ય થશે. ત્યાંથી ત્રીજા દેવલોકે જશે. આમ દેવ-મનુષ્યના અનુક્રમે ભવો કરીને પાંચમા, સાતમા, નવમા અને અગિયારમા દેવલોકે ઉત્પન્ન થશે. પાછો માનવભવ પામીને ચારિત્ર લઈ તેનું વિશુદ્ધ આરાધન કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થશે. ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં સુપ્રતિષ્ઠિત સમૃદ્ધ કુળમાં જનમશે. આ ભવે સંયમધર્મની ઉત્કૃષ્ટ આરાધના કરતાં ગોશાળકના જીવને કેવળજ્ઞાન પ્રાપ્ત થશે અને મોટી પાર્ષદા સમક્ષ પોતાના તમામ ભવોનું વૃત્તાંત કહીને છેલ્લે કહેશે :
“હે ભવ્યો! મારું આ જીવન જાણીને સૌએ મિથ્યાત્વથી દૂર રહેવું. ગુરુ ભગવંતનો કદી અનાદર ન કરવો. તેમની ભૂલથી ય આશાતના ન કરવી.”
આમ ગોશાળકનો જીવ આ ભવે અનેક જીવોને પ્રતિબોધ પમાડીને અંતે નિર્વાણ પદને પામશે.
સાર : સુદેવ અને સુગુરુની આશાતના કદી ન કરવી. સદાય ને સર્વત્ર તેમનો વિનય સાચવવો.
૨૫૬
જ્ઞાનાચારનો પ્રથમ આચાર पठनीयं श्रुतं काले व्याख्यानं पाठनं तथा ।
आचारः श्रुतधर्मस्य, चाद्या यल्लिख्यते बुधैः ॥१॥ અર્થ - યોગ્ય-ઉચિત કાળે શ્રુતજ્ઞાન ભણવું-ભણાવવું, વ્યાખ્યાન-સ્વાધ્યાય કરવો તે શ્રતધર્મનો પ્રથમ આચાર જાણકારોએ કહ્યો છે.
અગિયાર અંગ અને ઉત્તરાધ્યયનાદિ કાલિકશ્રુત કહેવાય છે. તે દિવસે ને રાત્રિએ પ્રથમ