________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪
૧૬૫
પાલક પુરોહિતનું દષ્ટાંત સ્કંદક શ્રાવસ્તિ નગરીના રાજકુમાર હતા. તીર્થંકર પરમાત્મા શ્રી મુનિસુવ્રતસ્વામી પાસે તેમણે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો હતો. એક દિવસ તેમને ત્યાં કુંભકાર નગરથી પાલક નામનો પુરોહિત આવ્યો. સ્કંદક અને પાલક વચ્ચે ધર્મ અંગે વિવાદ થઈ ગયો. તેમાં પાલકનો પરાભવ થયો. તેણે આ અવહેલના પોતાના મનમાં ભંડારી રાખી.
થોડા સમય પછી રાજકુમાર અંદને દીક્ષા લીધી. મુનિજીવનનું ઉત્કૃષ્ટ પાલન કરતાં એકવાર તેમણે ભગવંતને પ્રાર્થના કરી : “આપ આજ્ઞા આપો તો હું મારી સંસારી બહેનના નગરમાં જાઉં.”
ભગવાન બોલ્યા: “તમે ત્યાં જશો તો ત્યાં તમને ભારે ઉપસર્ગ થશે.”
સ્કંદક મુનિ : “ભગવંત ! આપશ્રી જ તો ફરમાવો છો કે ઉપસર્ગ એ મોક્ષનું કારણ છે. ધર્મના પસાયે તપસ્વીઓને ઉપસર્ગ નડતા નથી. મુમુક્ષુ સાધુને દુઃખ પણ આનંદનું કારણ બને છે. તો હે ભગવંત! કહો, મને આરાધના થશે ને?”
ભગવાન: “તમારા સિવાય બીજા સૌ સાધુને આરાધના થશે અને ભગવાનના આશીર્વાદ લઈને સ્કંદક (અંધક) મુનિ પાંચસો શિષ્યો સાથે વિહાર કરતા કુંભકાર નગરના ઉદ્યાનમાં પધાર્યા. તેમનું આગમન જાણીને પેલા પુરોહિત પાલકને પોતાની અવહેલના યાદ આવી. તેનો બદલો લેવા તેણે કાવતરું ગોઠવ્યું.
પાલકે વિશ્વાસુ માણસો દ્વારા સ્કંદક મુનિ ઊતર્યા હતા તે ઉદ્યાનમાં ચોરીછૂપીથી જીવલેણ શસ્ત્રો સંતાડી દીધાં અને પછી નગરના રાજાના કાન ભંભેર્યા : “અરે ! આ બધા શ્રમણો નથી. શ્રમણના વેષમાં તેઓ બધા તમારું રાજ્ય લૂંટી લેવા અહીં આવ્યા છે. ખાતરી ન થતી હોય તો તેમના ઉતારાના સ્થળની તપાસ કરાવો.”
રાજાએ અનુચરો દ્વારા તપાસ કરાવી. શસ્ત્રોનો મોટો જથ્થો મળ્યો. રાજાએ બધા શ્રમણોને પકડીને એ સૌને જીવતાં ઘાણીએ પીલીને મારી નાંખવાનો હુકમ કર્યો. શ્રમણોએ આ ઉપસર્ગને મહામહોત્સવ માન્યો અને હું પહેલો પીલાઉ “પહેલાં પીલાઉ' એમ ઉત્સાહથી ઊછળવા લાગ્યા. સ્કંદ મુનિ સૌમાં મોટા હતા. આથી સૌનું મરણ સુધરે અને અંત સમયે સૌના શુભ અને શુદ્ધ ભાવ રહે તેવી દરેકને આરાધના કરાવતા રહ્યા. સમતા ભાવથી એક પછી એક એમ ૪૯૯ શિષ્યો નવકાર મંત્રના રટણ સાથે અને સૌ જીવોને ત્રિવિધ મિચ્છામિ દુક્કડ દઈને હસતાં હસતાં પીલાઈ ગયા.
છેલ્લો પાંચસોમો શિષ્ય બાળ મુનિ હતા. તેમને પણ સ્કંદક મુનિએ અંતિમ આરાધના કરાવી. પરંતુ આ સમયે તેમનું મન વિક્ષિપ્ત અને વિચલિત બની ગયું. આથી તેમણે પીલાતાં