________________
૧૬૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ નિયાણું બાંધ્યું કે મારા સંયમ અને તપના પ્રભાવથી હું પાલક તેમજ આ ગોઝારું દશ્ય જોનાર આખા નગરને બાળીને ભસ્મ કરી નાંખ્યું. અંતે સ્કંદક (અંધક) મુનિ મરીને અગ્નિકુમાર દેવ થયા અને પૂર્વભવનું વૈર યાદ કરીને તેમણે પાલક સહિત આખા નગરને બાળી નાંખ્યું.
અને મહાપાપી પાલકને અનાદિ અનંત ભાંગાવળું મિથ્યાત્વ હતું. આથી તે મરીને સાતમી નરક ગયો.
સાર જેઓ મિથ્યાત્વ મદિરાથી બચે છે તેઓ મુક્તિવધૂને પામે છે.
૨૫૪
મિથ્યાત્વ છોડવું મુશ્કેલ છે अनन्तज्ञान सम्पूर्ण-दर्शनचरणान्वितम् ।।
गुरुं प्राप्य न मिथ्यात्वं, त्यजन्ति मूढ बुद्धयः ॥ “અનંત તેમજ પરિપૂર્ણ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી યુક્ત એવા ગુરુ મહારાજને પામવા છતાં આત્માઓ મિથ્યાત્વને છોડતા નથી.”
મંખલીપુત્ર ગોશાળકનું દષ્ટાંત તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ વિશાળ શિષ્ય સમુદાય સહિત શ્રાવતી નગરીના ઉદ્યાનમાં સમોસર્યા. એક દિવસ શ્રી ગૌતમસ્વામીએ કહ્યું: “હે ભગવંત! મખલીપુત્ર ગોશાલક આપની સાથે વાદ કરવા અહીં આવી રહ્યો છે. તે અહીં આવે ત્યારે અમારે શું કરવું?”
ભગવાને બધા શિષ્યોને આદેશ આપ્યો: “ગોશાલક આવીને વાદવિવાદ કરે ત્યારે તમારે સૌએ શાંતિ રાખવી. તેનો પ્રતિવાદ કરવાનો કે તેને શાંત કરવાનો કોઈએ પ્રયત્ન ન કરવો.' સર્વ શિષ્યો બોલ્યા : “જેવી આપની આજ્ઞા.”
ગોશાલક આવ્યો. તે લાયઝાય ગુસ્સામાં હતો. સામાન્ય શિષ્ટાચાર પણ બતાવ્યા વિના તે બોલ્યો : “હે કાશ્યપ ! તમે મારી નિંદા કરો છો તે તમને શોભતું નથી. તમે બધાને કહો છો કે હું તમારો શિષ્ય છું. તમારું આ કહેવું જરાય સાચું નથી. હું તમારો શિષ્ય નથી.
તમે સૌ જાણી લો કે હું તો તીર્થકર સર્વજ્ઞ છું. અમારા સિદ્ધાંત અનુસાર કર્મના પાંચ લાખ, આઠ હજાર, છસો ને ત્રણ ભેદ છે. એટલાં કર્મોનો ક્ષય કરીને જીવ સિદ્ધિપદને પામે છે. મેં એ બધાં જ કર્મોનો ક્ષય કરી નાંખ્યો છે.