________________
૬૯
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪
“હે શિષ્યો! તમે સૌ મારા સાચા ભક્તો હો તો આમ બોલતા જજો અને મારા પર થુંકતા જજો અને મુખ્ય માર્ગથી મારા મૃતદેહને શિબિકામાંથી બહાર કાઢીને, ડાબા પગે દોરડું બાંધજો. એ પછી મારા મૃતદેહને ઢસડીને સ્મશાનમાં લઈ જઈને તેને બાળી મૂકજો ...”
શિષ્યોએ ગોશાળકની અંતિમ ઇચ્છાને માન આપ્યું. નગરીના મુખ્ય માર્ગો પર ઉપરોક્ત ઘોષણા કરી. તેના પર થૂક્યા. તેના મૃતદેહને ભર બજારે ઢસડતા રહ્યા અને ચિતામાં ચઢાવીને બાળી મૂક્યો.
આ તરફ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા શિષ્ય પરિવાર સહિત વિહાર કરીને મેઢક ગામે પધાર્યા. તેજોવેશ્યાના કારણે તેમને અતિસારનો વ્યાધિ થયો. આ સાંભળી લોકો અંદરોઅંદર વાતો કરવા લાગ્યા: “ગોશાળકે ફેંકેલી તેજોલેશ્યાથી મહાવીર પ્રભુ દાઝી ગયા હોવાથી અને તેના કહેવા પ્રમાણે હવે તે છ મહિનાથી વધુ લાંબું નહિ જીવે.”
બે નગરજનો આવી વાત કરી રહ્યા હતા. તે માર્ગ પર આતાપના કરતા તપસ્વી સિંહ મુનિએ સાંભળી. તેથી તે ભગવાનના સંભવિત વિયોગથી બાળકની જેમ મોટે મોટેથી રડવા લાગ્યા. આથી ભગવાને તેમને બોલાવીને કહ્યું : “હે ભદ્ર ! તું જે શંકા સેવીને રડી રહ્યો છે તે બનવાનું નથી. હજી મારે સોળેક વર્ષ આયુષ્ય કર્મ ભોગવવાનું બાકી છે. તારે મારી સેવા કરવી છે તો તું નગરમાં રેવતી શ્રાવિકાના ઘરે જા. એણે આપણા મુનિઓની વૈયાવચ્ચ માટે કોળાપાક બનાવ્યો છે અને ઘોડાની સારવાર માટે બીજોરાપાક બનાવ્યો છે. તું આ બીજોરાપાક વહોરી લાવ. એથી મારા રોગનું નિવારણ થશે.”
રેવતી શ્રાવિકાએ અપૂર્વ ભક્તિભાવથી સિંહમુનિને બીજોરાપાક હોરાવ્યો. તેના સેવનથી ભગવાન પુનઃ નીરોગી બન્યા.
બીજા દિવસે પર્ષદામાં શ્રી ગૌતમસ્વામીએ ભગવાનને વિનયથી પૂછ્યું: “હે ભગવંત! તેજોલેશ્યાથી બળી મરીને સર્વાનુભૂતિ મુનિ કઈ ગતિ પામ્યા હશે ?' ભગવાન બોલ્યા : “હે ગૌતમ ! તે સહસ્રર નામના આઠમા દેવલોકમાં અઢાર સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા છે. ત્યાંથી ચ્યવીને તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યભવ પામશે અને સંયમની આરાધના કરી એ જ ભવે મુક્તિ પામશે.”
શ્રી ગૌતમસ્વામીએ પુનઃ વિનયથી પૂછ્યું: “હે ભગવંત ! સુનક્ષ મુનિ ક્યાં ઉત્પન્ન થયા છે. ભગવાન બોલ્યા : “હે ગૌતમ ! તે અશ્રુત દેવલોકમાં દેવ થયા છે. તે પણ ત્યાંથી અવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યભવ પામશે અને એ જ ભવે મુક્તિ પામશે.”
અને હે ભગવંત! મંખલી પુત્ર ગોશાળકની શી ગતિ થઈ હશે?” ભગવાને કહ્યું: “હે ગૌતમ ! અંતિમ સમયે તેને સમ્યક શ્રદ્ધા થવાથી તે બારમા દેવલોકમાં બાવીશ સાગરોપમના આયુષ્યવાળો દેવ થયો છે.” ગ્રંથકારશ્રી કહે છે :