________________
૧૬૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ માર્ગસંજ્ઞા, ૪. માર્ગમાં ઉન્માર્ગસંજ્ઞા, ૫. અજીવમાં જીવસંજ્ઞા, ૬. જીવમાં અજીવસંજ્ઞા, ૭. કુસાધુમાં સુસાધુસંજ્ઞા, ૮. સુસાધુમાં કુસાધુસંજ્ઞા, ૯. અમુક્તમાં મુક્તસંજ્ઞા અને ૧૦. મુક્તમાં અમુક્તસંજ્ઞા.
દશ મિથ્યાત્વની વિશેષ સમજ
(૧) શુભ લક્ષણ શુભ પરિણામથી રહિત હોવાથી વેદ આદિ ગ્રંથોનાં ધર્મવાક્યો અનાગમ (આગમ-અમાન્ય) છે. તે વાક્યમાં ધર્મ એટલે આગમબુદ્ધિ રાખવી તે અધર્મ ધર્મસંજ્ઞા કહેવાય.
(૨) સર્વ કર્મનો નાશ કરનાર અને શુદ્ધ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવનાર એવા આગમમાં અધર્મની બુદ્ધિ રાખવી, અથવા માણસો તો બધાં સરખાં જ હોય, તેમાં કોઈ સર્વજ્ઞ ન હોઈ શકે, રાગ-દ્વેષ માણસ સર્વથા ન છોડી શકે એટલે અનુમાન પ્રમાણથી કુતર્ક કરીને કોઈ આપ્ત (વીતરાગસર્વજ્ઞ) પુરુષ છે જ નહિ એમ માનીને આપ્ત પુરુષ પ્રણીત આગમમાં અધર્મ બુદ્ધિ રાખવી તે ધર્મમાં અધર્મ સંજ્ઞા કહેવાય.
(૩) મોક્ષ માટે વિપરીત માર્ગ તે અમાર્ગ. એટલે વસ્તુતત્ત્વની અપેક્ષાએ ઊંચી શ્રદ્ધા યુક્ત જ્ઞાન અને ક્રિયા કરવા તે ઉન્માર્ગ. તેમાં માર્ગબુદ્ધિ રાખવી કે આ મુક્તિ માર્ગ છે. તે ઉન્માર્ગમાં માર્ગ સંજ્ઞા કહેવાય.
(૪) મોક્ષમાર્ગમાં એટલે શુદ્ધ શ્રદ્ધામય જ્ઞાન ક્રિયામાં ઉન્માર્ગપણાની બુદ્ધિ રાખવી તે માર્ગમાં ઉન્માર્ગ સંજ્ઞા કહેવાય.
(૫) આકાશ, પરમાણુ આદિ જે ખરેખર અજીવ છે તેમાં જીવ છે એમ માનવું, શરીરને આત્મા માનવો, અથવા પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ, યજમાન, ચંદ્ર, સૂર્ય એ આઠ મહાદેવની મૂર્તિઓ છે, એમ માનવું તે અજીવમાં જીવ સંજ્ઞા કહેવાય.
(૬) ઘડા કે કપડામાં શ્વાસોચ્છ્વાસ નથી તેમ પૃથ્વી કે વનસ્પતિમાં શ્વાસ નથી માટે તેમાં જીવ ન હોઈ શકે આથી તે અજીવ છે. આવી કુયુક્તિથી જીવમાં અજીવ માનવો તે જીવમાં અજીવની સંજ્ઞા કહેવાય.
(૭) છ કાય જીવોની હિંસામાં પ્રવર્તતા અસાધુમાં આ સાધુ છે, એમ માનવું તે અસાધુમાં સાધુ સંજ્ઞા કહેવાય.
(૮) આ વાંઝિયા છે. સ્નાન સંધ્યાદિ કરતા નથી આથી તેમની સદ્ગતિ નહિ થાય આવી કુયુક્તિઓથી પાંચ મહાવ્રતધારી સાધુઓને અસાધુ માનવા તે સાધુમાં અસાધુ સંજ્ઞા કહેવાય.
(૯) જેઓ કર્મની પરવશતા ભોગવે તેવા કર્મવાળા અને લૌકિક વ્યવહારમાં પ્રવર્તતા અમુક્તાત્માને મુક્ત માનવા એટલે કે આઠ સિદ્ધિ આદિ ઐશ્વર્ય કે લબ્ધિ આદિ પામેલા કુશળ