________________
૧૫૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ જાતિસ્મરણ જ્ઞાન થયું અને આર્તસ્વરે બે...બેં કરવા લાગ્યો. તેને જોઈને ત્યાંથી પસાર થતા જ્ઞાની શ્રમણે કહ્યું: “હે ભાઈ ! તેં જ આ તળાવ બંધાવ્યું તેના કાંઠે યજ્ઞ કરાવ્યો. તેમાં તેં જ બકરાંઓ હોમી દીધાં અને તું પોતે બકરો થયો ત્યારે હવે બેં...બેં... કરી રડવાનો શું અર્થ છે?”
શ્રમણને આમ બોલતાં જોઈ બ્રાહ્મણપુત્રોએ બકરાંનો પૂર્વભવ પૂક્યો. તે જાણીને તેમણે કહ્યું: “આ બકરો જ જો અમારો પૂર્વભવનો બાપ હોય તો એમણે ધન ક્યાં દાઢ્યું છે તે અમને બતાવે તો જ અમે તે સાચું માનીએ.”
બકરાએ આ સાંભળ્યું. તે પુત્રોને અમુક સ્થળે લઈ ગયો અને પોતાની ખરીથી જમીન ખોદી. પુત્રોએ એ જમીનમાંથી પછી દાટેલું ધન કાઢી લીધું અને ગુરુ મહારાજના ઉપદેશથી હવે પછી ક્યારેય હિંસક યજ્ઞ ન કરવાની પ્રતિજ્ઞા લીધી. બકરો પણ પ્રતિબોધ પામ્યો અને મરીને તે સ્વર્ગે ગયો.
તરણ તારક! પેલા બ્રાહ્મણે માન્યું કે હિંસક યજ્ઞ કરવાથી પોતાની દુર્ગતિ થશે. પરંતુ એ જ યશ તેના માટે તિર્યંચગતિનું કારણ બન્યો. તેમ મેં પણ આ જંગલથી ભય પામીને તમારું શરણ શોધ્યું છે. તો શું તમે મારા રક્ષક મટીને ભક્ષક બનશો?”
તેનો જવાબ આપવાના બદલે અષાઢાચાર્યે તેને પણ ગૂંગળાવીને મારી નાંખ્યો અને ઘરેણાં ઉતારી લઈને પાતરામાં મૂકી દઈ ફરીથી ઝડપથી આગળ ચાલવા લાગ્યા. આગળ જતાં રસ્તામાં તેમને એક યુવાન રૂપાળી સાધ્વી મળી. આચાર્ય જોયું તો એ સાધ્વીએ વેષ તો સાધ્વીનો પહેર્યો હતો. પરંતુ હોઠ પર લાલી લગાડી હતી. આંખમાં અંજન કર્યું હતું. ગળે સુગંધી ફૂલોનો હાર પહેર્યો હતો. હાથે ગજરો બાંધ્યો હતો. તેના આવા દિદાર જોઈને અષાઢાચાર્ય તાડૂકીને બોલ્યા :
“અરે ઓ નિર્લજ્જ ! સાધ્વીનો વેષ પહેરીને તને આવાં નખરાં કરતાં શરમ નથી આવતી ? જાણે છે તું આમ કરીને જિનશાસનની કેવી મોટી હીલના અને હાંસી કરી રહી છે તું? કોણ છે તું? કોણ છે તારા ગુરુ? કયા ગચ્છની છે તું?
સાધ્વી પણ એટલા જ ઊંચા અવાજે બોલી : “મને નિર્લજજ કહેતાં પહેલાં તમે તમારું ચારિત્ર્ય તો જુઓ ! તમારા પહાડ જેવા દોષ તો તમને દેખાતા નથી અને મારા રાઈ જેવા દોષની ટીકા કરી રહ્યા છો ! તમે બહુ વિશુદ્ધ ચારિત્ર્યધારી છો તો બતાવો મને તમારાં પાતરાં? શું ભર્યું છે તેમાં મને કહો જરા?'
આ વળતો ઘા સાંભળી અષાઢાચાર્ય ગભરાયા. સાધ્વી સામું જોયા વિના જ મુઠ્ઠીવાળીને દોડવા લાગ્યા. દોડતા દોડતા તે એક જગાએ શ્વાસ ખાવા થોભ્યા. તેમને જોઈને ત્યાં પડાવ નાંખીને બેઠેલા રાજા તેમની પાસે આવ્યા. વિનયથી કહ્યું : “આજ મારાં ધન્ય ભાગ્ય ! આ